અમદાવાદ
મોંધવારીમાં ચોરોની નજર હવે મરચા ઉપર !
મોંધવારીમાં ચોરોની નજર હવે મરચા ઉપર !
લીંબુ બાદ મરચા ની ચોરી , જમાલપુર શાકમાર્કેટમાં શાકભાજી વેચવા આવેલા વેપારીના ટ્રકમાંથી મરચાની ચોરી
મરચાની પોટલી ચોરતા બે યુવકોને ઝડપી પોલીસના હવાલે કરાયા
દેશમાં જે રીતે લીંબુ અને મરચા ના ભાવ વધી રહ્યા છે તેને કારણે હવે લોકો લીંબુ અને મરચાં પણ ચોરી કરતા થઈ ગયા છે થોડા સમય પહેલાં ૧૫,૦૦૦ રૂપિયાના લીંબુ ની ચોરી થઇ હોવાની વિગતો ધ્યાનમાં આવી હતી ત્યારે અમદાવાદના જમાલપુર શાકમાર્કેટમાં શાકભાજી વેચવા આવેલા આ યુવકના ટ્રકમાંથી મરચાની પોટલીઓ જોરદાર ચાર યુવકો પૈકી બેને ઝડપી લેવામાં આવ્યા છે અને બાકીના બે યુવકોની તપાસ કરવામાં આવી રહી છે ટ્રકમાંથી મરચાની પોટલીઓ ચોરતા બે યુવકને લોકોના ટોળાએ ઝડપીને પોલીસને હવાલે કર્યા હતા
ખેડાનો અઝહરુદ્દીન ભટ્ટી જમાલપુર શાક માર્કેટમાં શાકભાજી વેચાણ કરવા આવે છે.તે પીપલજથી મરચાના પોટલા ભરી શાકભાજી વેચવા માટે જમાલપુર આવ્યો હતો.
અઝહરુદ્દીને શાકમાર્કેટમાં દાખલ થવા ટ્રક લાઈનમાં ઉભી રાખી હતી. દરમિયાન તેણે સાઈડ મીરરમાં જોયું તો બે યુવાનો ટ્રકના પાછળના ભાગેથી ઉપર ચઢી મરચા ભરેલા પોટલા જમીન પર ફેક્તા હતા. આથી અઝહરુદ્દીને ત્યાં જઈ ટ્રક પાસે ઉભેલા શખસોને પકડવા પ્રયત્ન કરતા તેઓએ ઝપાઝપી કરી હતી. આથી,અઝહરુદ્દીને બુમો પાડતા લોકો મદદે આવ્યા પણ બે શખ્સો મરચાના બે પોટલા લઈ ભાગી ગયા હતા.જોકે ટ્રકમાં રહેલા બે યુવકો પકડાયા હતા.
પોલીસ તપાસમાં પકડાયેલા યુવકોમાં કરણ બ્રીજેશ ગુપ્તા અને જાવેદ ઉર્ફ બોબડો કાલુમિયા શેખ હોવાનું જ્યારે તેમના ફરાર બે સાગરીતોમાં નવઘણ ઉર્ફ ભજિયો અને સમીર ઉર્ફ તોતુ અકબર સૈયદનો સમાવેશ થાય છે. પોલીસ ચારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.