ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
ગુજરાતમાં ભાજપે વિધાનસભા ઇલેક્શન માટે પ્રચારની રણનિતિ તો ઘડી લીધી છે, પણ હવે તેઓ વિધાનસભાના મુરતિયાઓ માટે માપદંડ લાગુ કરી દીધો છે
સુત્રોની માનીએ તો દિલ્હી હાઇકમાન્ડથી હવે મુરતિયાની પસંગદીની કામગીરી શરુ કરી દેવાઇ છે, સુત્રોની માનીએ તો આ વખતે ગુજરાત ભાજપે ઉમેદવારોની પસંદગી માટે
નિશ્ચિત માપદંડો બનાવી લીધા છે, જેના કારણે મોટી સંખ્યામાં ચાલુ ધારાસભ્યોને ફરી ટિકિટ મળે તેની સામે સવાલો ઉભા થયા છે,,જેથી પાર્ટીમાં કચવાટ પણ શરુ થવાની સંભાવના છે

ગુજરાત ભાજપના વરિષ્ઠ સુત્રોની માનીએ તો હવે ગુજરાતમાં ઇલેક્શનને લઇને ચહલ પહલ તેજ થઇ ગઇ છે, અને ઇલેક્શન જલ્દી આવે તેવી સંભાવનાઓ પણ વર્તાઇ રહી છે
તેવામાં હવે પક્ષે 2022ના મુરતિયાઓ માટે માપદંડ બનાવી લીધા છે,
માપદંડોની વાત કરી એ
25 થી 65 ઉમર વાળાને અપાશે ટિકીટ,ચાર ટર્મ ચૂંટણી લડેલા ધારાસભ્યોને નહી મળે ટિકીટ,સ્થાનિક સ્વરાજમાં ચુટાયેલા પ્રતિનિધીઓને નહી મળે ટિકીટમેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન,પક્ષના નેતા અને દંડકને પણ નહી મળે ધારાસભાની ટિકીટ તાલુકા- જિલ્લા પચાયતના સભ્યોને પણ નહી મળે ટિકીટ કોર્પોરેટર્સને પણ નહી મળે ટિકીટ

પ્રદેશ કક્ષાએ માત્ર બે હોદ્દેદારોને મળશે ટિકીટ
પાર્ટીના સિનિયર નેતાઓ માને છે કે નરેન્દ્રભાઇ અને અમિતશાહ બન્ને હવે પાર્ટીને નવેસરથી તૈયાર કરવા માંગે છે, ભાજપ નવા કલેવર સાથે અને યુવાઓ સાથે તૈયાર દેખાશે, ભાજપને ખબર છેકે નવા મતદારોમાં યુવાઓ ભાજપ સાથે કનેક્ટ કરે છે, જેથી યુવા ચહેરાઓને વધુ તક આપવાની યોજના છે, આમ ગત વખત જેમને ટિકિટ અપાયા હતા તે પૈકી 80થી વધુ લોકોને ટિકિટ નહી અપાય,,પણ નવા નિયમોથી પાર્ટીના અનેક નેતાઓના અરમાનો ઉપર પાણી ફરી વળશે તેમ હાલ તો લાગી રહ્યુ છે,