ગુજરાત કોગ્રેસના આ દસ ધારાસભ્ય ભાજપમાં જોડ઼ાઇ શકે છે !
ગુજરાતમાં કોઇ પણ ઇલેકશન આવે છે ત્યારે કોગ્રેસના થોડા ઘણા ધારાસભ્યો તુટતા હોય છે અથવા તોડવામાં આવતા હોય છે,,
અને દરેક વખતે ગુજરાત કોગ્રેસ આના માટે ભાજપને દોષી ગણાવે છે, ત્યારે આવખતે સમચાર રાજસ્થાનના મુખ્ય પ્રધાનના સલાહકારે ચેતવણી
આપી છેકે ગુજરાત કોગ્રેસના 10 ધારાસભ્યોને તોડવા માટે ભાજપ રણનિતિ બનાવી રહી છે, ત્યારે તેમને બતાવી દઇએ કે કયા એવા દસ ધારાસભ્યો છે
ઇલેક્શન પહેલા ભાજપમાં જઇ શકે છે, વાચો
રાજસ્થાનથી આવ્યા બ્રેકિંગ ન્યૂઝ
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના સલાહકાર સય્યમ લોઢાએ એક ટ્ટીટ કર્યુ,, જેમાં લખ્યુ કે ભાજપ કોગ્રેસના દસ ધારાસભ્યોને તોડવા માટે લલચાવી રહી છે
જેથી તમામે સાવધાન રહેવાની જરુર છે,,સતર્ક રહેવાની જરુર છે,,તેઓએ આ આ ટ્ટીટને રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને ગુજરાત કોગ્રેસના ટ્ટીટર હેન્ડલ ને પણ ટેગ કર્યા છે,
આ અંગે ગુજરાત કોગ્રેસના પ્રભારી રધુ શર્માને પણ જાણ કરી છે,,તેમના આ ટ્ટીટથી કોગ્રેસ પોતાના ધારાસભ્યોના સંપર્કમાં છે,, અને તપાસ કરી રહી છે કે કોઇ ધારાસભ્ય ભાજપના સંપર્કમાં તો નથી ને,,
#गुजरात विधानसभा चुनाव 2022
भाजपा कांग्रेस के दस विधायको पर डोरे डाल रही है।
स्वस्थ रहें, सतर्क रहें।#GujaratElection2022 @RahulGandhi @priyankagandhi @INCIndia @INCGujarat
— Sanyam Lodha (@SanyamLodha66) March 18, 2022
કોગ્રેસના ધારાસભ્યો કેમ તુટે છે !
કોગ્રેસ છેલ્લા 27 વરસથી ગુજરાતમાં સત્તા બહાર છે, જેથી જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે ભાજપ કોગ્રેસના ધારાસભ્યોને તોડી છે અથવા રાજ્ય સભાના ઇલેક્શનમા્ં ક્રોસ વોટીંગ કરાવે છે
2017ના અહેમદ પટેલને હરાવવા માટે શંકર સિહ વાધેલાએ જયચંદની ભુમિકા ભજવી હતી, અને 14 ધારાસભ્યોને તોડીને કોગ્રેસ વોટિંગ કરાવ્યા હતા,
તેવી જ રીતે 2020માં પણ ભરત સિહ સોલંકીને હરાવવા માટે 8 ધારાસભ્યોને ભાજપે તોડીને કોગ્રેસ વોટિંગ કરાવ્યા હતા, હવે કોગ્રેસ પાસે 65 ધારાસભ્યો બચ્યા છે
ભાજપ લોકશાહીને લુટે છે- કોગ્રેસનો આરોપ
2017માં કોગ્રેસે પોતાના ધારાસભ્યોને તુટતા બચાવવા માટે બેંગાલુરુ લઇ ગઇ હતી, તેમ છતાં 14 ધારાસભ્યો તુટ્યા હતા, જ્યારે 2020માં તે પોતાના ધારાસભ્યોને તુટતા બચાવવા માટે જયપુર લઇ જવા પડ્યા હતા,
મહત્વની વાત એ છે કે જવાહર ચાવડા, અને કુવરજી બાવળીયાને તો ભાજપે કેબીનેટ પ્રધાન પદ પણ આપ્યુ હતુ, પછી નવા પ્રધાન મંડળ આવ્યા પછી તેમને વિદાય આપવામાં આવી,
કોગ્રેસનો આરોપ હોય છે કે કોગ્રેસના ધારાસભ્યોને ડરાવવા અને ધમકાવવા સહીત ખોટા કેસોમાં ફસાવવાની ધમકી અપાય છે,, તો આનાથી પણ વાત ન બને તો આર્થિક લાભ સાથે સત્તાની લાલચ આપી તેમને તોડવામાં
આવે છે, લોકશાહીમાં તે યોગ્ય નથી,
25 ધારાસભ્યોએ હવે રાહુલ ગાંધી પાસે મળવા સમય માગ્યો
પાચ રાજ્યોમાં હાર પછી કોગ્રેસ ચિન્તન મનનમાં લાગી છે,,ત્યારે કાર્યકરો નિરાશ થયા છે,,તેવામાં ગુજરાત કોગ્રેસના 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધી પાસે મળવાનો સમય માંગ્યો છે,
આ ધારાસભ્યો અનુસાર તેઓ રાહુલ ગાંધીન મળીને સ્થાનિક કોગ્રેસમાં ચાલતી ગરબડની માહિતી આપશે, સાથે પક્ષને કોણ વફાદાર છે, તેમને જ ટીકીટ આપવાની નિતિ બનાવવા કહેવામાં આવશે
ટીકીટ વહેચવામાં કોઇ લાગવગ ન આવે તેનુ ધ્યાન રાખવા તો કહેવાશે ગુજરાત કોગ્રેસમાં શંકર સિહ વાધેલાનુ ચંચુપાત વધશે તો પાર્ટી બે ભાગમાં વહેચાશે જેનાથી પાર્ટીને ફરી નુકશાન થશે તેવી સુચના પણ આપવામાં આવશે,
તેમ કોગ્રેસના સુત્રોનુ કહેવુ છે,
આ ધારાસભ્યો જોડ઼ાઇ શકે છે ભાજપમાં
2017માં એવા અનેક કોગ્રેસી આગેવાનો હતા જેઓ ભાજપ જીતે તેવા વિધાનસભા વિસ્તારોમાં થી જીત મળી હતી,. ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાંથી
જેથી જે કોગ્રેસી ધારાસભ્યોને લાગશે કે તેમને ટિકીટ નહી મળે,,તેઓ ભાજપમાં જઇ શકે છે, આ વખતે જ્યારે કોગ્રેસ ટીકીટ આપવામાં તકેદારી રાખશે, તેવા્માં એવા કોગ્રેસી મહાનુભાવો
જેઓને લાગે છે કે તેમની ઉપેક્ષા થઇ રહી છે,,અથવા જે કોગ્રેસી નેતાઓ હાલ જ ભાજપમાં ગયા છે તેમના કહેવાથી પણ તેઓ અંતિમ ઘડીએ ભાજપમાં જઇ શકે છે,
આ કોગ્રેસી ધારાસભ્યો ભાજમપમાં ટીકીટ મળશે તો પક્ષ પલ્ટો કરશે, એટલે કે તેઓ ટીકીટની ખાતરી માંગી રહ્યા છે,