ઘરની આ વસ્તુઓ તમને અપાવશે માઇગ્રેનથી રાહત
માઈગ્રેન સામાન્ય સમસ્યા નથી, એકવાર તે કોઈને થઈ જાય છે તો તે લાંબા સમય સુધી રહે છે. આ માથાનો દુખાવો થોડી મિનિટો અથવા થોડા દિવસો સુધી રહી શકે છે. નિષ્ણાતોના મતે તેની સારવાર લાંબા સમય સુધી ચાલે છે. જ્યારે માઇગ્રેન થાય છે ત્યારે ઉલ્ટી, ચક્કર, માથાના અડધા ભાગમાં દુખાવો, આંખોની પાછળ દુખાવો અથવા કાનની નજીકના ભાગમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. માથાના દુખાવો કરતાં માઈગ્રેન વધુ પીડાદાયક હોઈ છે. માઈગ્રેનનો સામનો કરી રહેલા લોકોના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે અને તેઓ અવાજ, પ્રકાશથી પણ ચિડાઈ જાય છે. આ દુખાવાથી તમે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને છુટકારો મેળવી શકો છો.
લવંડર ઓઈલ
માથામાં તેલથી માલિશ કરવાથી માઈગ્રેનથી ઘણી હદ સુધી રાહત મળે છે. તમે લવંડર ઓઈલથી તમારા માથામાં મસાજ કરી શકો છો. કહેવાય છે કે તેમાં એવા તત્વો હોય છે જે ચિંતા ઓછી કરે છે. તેની માલિશ કરવાથી તમારું મન શાંત થઈ જશે અને તમે કલાકો સુધી સારું અનુભવી શકશો. નિષ્ણાંતોના મતે માઇગ્રેન થવા પાછળનું મુખ્ય કારણ તણાવ હોઈ શકે છે.
ખસખસ ખીર
જો ગંભીર માથાનો દુખાવો અથવા આધાશીશી તમને પરેશાન કરી રહી છે, તો તમે તેનાથી છુટકારો મેળવવા માટે ખસખસની મદદ લઈ શકો છો. તેનાથી બનેલી ખીરથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે. એવું કહેવાય છે કે ઉનાળામાં તેનું સેવન કરવાથી પેટ સ્વસ્થ રહે છે. જો તમને એસિડિટીની સમસ્યા છે તો બની શકે કે તેના કારણે પણ માઈગ્રેન થતું હોય.
લવિંગ
લવિંગમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરના દુખાવાને ઓછો કરવાની ક્ષમતા ધરાવે છે. શરદી જેવી સમસ્યાઓને દેશી રીતે દૂર કરવા માટે લવિંગનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમને માઈગ્રેનની સમસ્યા હોય તો લવિંગની ચા પીવાથી આરામ મળે છે. નિષ્ણાંતો પણ માને છે કે આ ચા પીવાથી માથાનો દુખાવો ઘણી હદ સુધી દૂર થઈ જાય છે.