અમદાવાદના આ સ્મશાનગૃહમાં મોત પછી પણ નથી મળી રહી શાંતિ- ખવડાવાય છે ધક્કા
મોત પછી સ્મશાન ગૃહોમાં પણ જો પાર્થિવ શરીરના અંતિમ ક્રિયામાં હેરાનગતી થાય અને કલાકો સુધી તંત્રની બેદરકારીના કારણે હેરાન થવુ પડે તો તેને તમે શુ કહેશો, ઘટના અમદાવાદના હાર્ટકેશ્વર સ્મશાન ગૃહની છે, જ્યારંસીએનજી ભટ્ટી ચાલુ છે કે નહી તે કર્મચારીઓને ખબર જ નથી,,મોતનો મલાજો ન જાળવી સકનાર આવા કર્મચારીઓ હાલ લોકોને અતિમ ધામ પહોચાડવામાં પણ મુશ્કેલી સર્જી રહ્યા છે, મૃતકના પરિવારજનોને હેરાન પરેશાન કરી રહ્યા છે, આ ઘટના સામે આવતા લોકો તંત્ર ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે,
ઘટના બુધવારની છે, ખોખરા વોર્ડના જયજીત ફ્લેટમાં રહેતા હરચંદાણી પરિવારની મહિલા આકસ્મિક મોત ને ભેટી, જયશ્રી બેન નારાણદાસ હરચંદાણી ઉમર વરસ 47ની મહિલાનુ મોત થઇ ગયું, ,પરિવારજનોએ તેમના પાર્થિવ દેહને અંતિમ વિધી માટે નજીકના સ્મશાન ગૃહ હાર્ટકેશ્વર લઇ ગયા, જ્યારે સીએનજી ભટ્ટી ચાલુ છે કે નહી તે પણ સ્થાનિક કર્મચારીઓને ખબર ન હતી, કર્મચારીઓએ પાર્થિવ દેહને પહેલી વખત સીએનજી ભટ્ટીમાં ટ્રોલી મારફતે ચીમનીમાં નાખવામાં આવ્યા, પણ ચિમની બગડેલી હતી, દોઢ કલાક સુધી અગ્નિદાહ ન આપી શકાયો, અને પછી પાર્થિવ દેહને બહાર કાઢવામાં આવ્યો અને નનામી કાઢીને લાકડાની ચિત્તા ઉપર લઇ જવુ પડ્યુ, આ તમામ પ્રક્રીયામાં સાત કલાકનો સમય લાગી ગયો સાથે વરસાદમાં ભીના લકડાથી મૃતકના અતિમ સંસ્કાર કરવા પડ્યા
મહિલા સાથે અશ્લિલ વિડીયો વાયરલ થયા બાદ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ક્યા નેતાનુ લીધુ રાજીનામું !
મૃતકના પતિ નારાણદાસ હરચંદાણીએ જણાવ્યુ કે મારા પત્ની જયશ્રીબેનનુ અકસ્માતમાં મોત થયુ હતું, વરસાદ હોવાના કારણ પરિવારની ઇચ્છા હતી કે ખોખરામાં સીએનજી ભટ્ટીની વ્યવસ્થા છે તો અહી પાર્થિવ દેહનુ અંતિમ સંસ્કાર કરીએ, અમે અહી આવ્યા, કર્મચારીઓએ કહ્યુ કે તમામ વિધી કરી દો,, પછી અગ્નિસંસ્કાર કરીએ,, અમારી વિધી થઇ પણ ભટ્ટી ચાલુ ન થઇ, દસ મિનિટ પંદર મિનિટ કરતા કરતા દોઢ કલાલ કાઢી નાખ્યુ, પછી અમને કહ્યુ કે હવે ભટ્ટી ચાલતી નથી, તમે લાકડા ઉપર લઇ જાવ,, પછી અમે ભારે હૃદયથી લાકડા ઉપર અંતિમ સંસ્કાર કર્યુ
નારણદાસના મિત્ર ભગવાન ભાઇ રાણાએ જણાવ્યુ કે આ પરિવાર સાથે સાથે થયુ એવુ કોઇ બીજા સાથે ન થવુ જોઇએ,, કારણ કે વરસાદમાં લાકડા ભીના હોય છે, જેના કારણે અંતિમ સંસ્કારમાં ખુબ મુશ્કેલી પડે છે, ત્યારે તંત્રે ધ્યાન રાખવાની જરુર છે, મોતનો મલાજો પણ જાળવ્યો નહી જે ખુબજ દુખદ છે,
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ લપસ્યા તો કોણે વ્યક્ત કરી ચિન્તા
મહત્વની વાત એ છે કે જ્યારે આ અંગે સ્થાનિક કાઉન્સિલર કમલેશ પટેલને આ અંગે ખબર પડી તો તેઓએ જાહેરાત કરી કે જ્યાં સુધી ભઠ્ઠી ના ચાલુ થાય ત્યાં સુધી સ્મશાન ગૃહમાં જે પણ લાકડા વપરાશે તેઓ તેનો ખર્ચ ભોગવશે,આમ હાલ આ રીતે રસ્તો કાઢવાનો પ્રયત્ન થયો છે, પણ સવાલ એ છે કે કમલેશ પટેલે એએમસીની ઇજ્જત બચાવવાનો પ્રયત્ન કર્યો છે, સવાલ એ છે કે સીએનજી ભઠ્ઠી ચાલુ કેમ નથી, વરસાદમાં જ્યારે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે તો વરસાદમાં ભીના લાકડા ઉપર પાર્થિવ દેહને સળગાવવા માટે કેમ મજબુર થવુ પડશે, તે એએમસીના સત્તાવાળાઓના મોઢા ઉપર એક તમાચો છે,
મહિલા સાથે અશ્લિલ વિડીયો વાયરલ થયા બાદ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ક્યા નેતાનુ લીધુ રાજીનામું !
એક તરફ રાજ્યમાં જ્યારે વંદે ગુજરાત અભિયાન ચલાવાઇ રહ્યુ છે, નાગરિકોના ટેક્સના નાણાંમાંથી વિશાલકાય હોર્ડિંગ્સ લગાવાઇ રહ્યા છે, તેમને સુવિધા કેવી અપાય છે તે તમે બે દિવસ પહેલાના વરસાદમાં જે રીતે અમદાવાદ સહિતના શહેરના શહેરીજનો હેરાન થયા તે સાબિત કરે છે કે વંદે ગુજરાત જેવા અભિયાનો સાવ પોકળ છે, કરુણ સ્થિતિ તો ત્યાં થઇ ગઇ જ્યારે નાગરિકોને અંતિમ સફર ઉપર જવા માટે તંત્ર એક સીએનજી ભટ્ટી ચાલુ નથી રાખી સકતું, આ જવાબદારી કોની છે તે પુછવા જઇશુ તો તેનો કોઇ જવાબ નહી મળે, પણ યાદ રાખજો જવાબદારી એની જ છે જેને જોઇને તમે વોટ આપો છે,