પૂર્વ પ્રધાનોની ટિકિટ કપાતા ભાજપના કાર્યકરોમાં ભારે નારાજગી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજેપી એ 166 ઉમેદવારોની જાહેરાતો કરી દીધી છે ત્યારે બીજેપીમાં કેટલીક જગ્યાઓ એ ઉમેદવારોની પસંદગીને લઇ વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે..પૂર્વ ઉર્જા પ્રધાન સૌરભ પટેલ અને પૂર્વ સામાજિક ન્યાય બાબતોના પ્રધાન આત્મારામ પરમારને ભાજપે ટિકિટ ના આપતા ભારે અસંતોષ કાર્યકરો અને લોકોમાં જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા આ બેઠક પર ડેમેજ કંટ્રોલ શરૂ દેવાયું છે.જોકે આ બેઠકો પર ભાજપ ના ઉમેદવારો સામે રોષ જોતા બંને બેઠકો પર ભાજપને ભારે નુકશાન થવાની ભીતિ છે.