ઇન્ડિયા
હળદરથી થાય છે આટલા બધા લાભો- જાણીને થશે આશ્યર્ય

હળદરથી થાય છે આટલા બધા લાભો- જાણીને થશે આશ્યર્ય
હળદરથી થતા આ લાભ વિશે આજ સુધી નહીં જાણ્યું હોય તમે
હળદરનું સેવન કરવામાં આવે તો ઘણું ફાયદાકારક છે. હળદર શરીરમા રહેલી બિમારીઓને જડમૂળમાંથી દૂર કરે છે. હળદર માત્ર રસોડામાં વપરાતો એક મસાલો નથી તે આપણા સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ બહુ ગુણકારી છે. જેમ શરદી-ખાંસીમાં તેમજ કોઇ ઘા પડ્યો હોય તો તેને ભરવા માટે હળદરનો પ્રયોગ થાય છે. તેમ ત્વચાને નિખારવા માટે પણ વર્ષોથી આપણે ત્યાં હળદરનો પ્રયોગ કરવામાં આવે છે. હિન્દુ લગ્ન પ્રસંગે પીઠી ચોળવાની વિધિ તો તમને યાદ જ હશે, તેમાં પણ હળદરનો પ્રયોગ થાય છે.
આંખોના ડાર્ક સર્કલને કરો દૂર :
આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા છે તેવોએ હળદર, ૧ ચમચી લીંબુનો રસ, બેસનની એક નાની ચમચી અને ટમેટાં નો રસ એક ચમચીને ભેળવીને તેની પેસ્ટ બનાવો.. પેસ્ટ આંખોની નીચે કાળા કુંડાળા ઉપર 10 મિનીટ લગાવીને રાખો અને પછી પાણીથી ધોઈ લો. આંખો ના કાળા કુંડાળા દુર થઇ જશે.
ડાયાબિટીસ :
ગરમ પાણી અને હળદર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અને હળદર વાળું પાણી પીવાથી ડાયાબિટીસ હંમેશા કન્ટ્રોલમાં રહે છે માટે ડાયાબિટીસ થવા પર હળદર વાળું પાણી પીવાનું ચાલુ કરો. મોટા ભાગના લોકો ડાયાબીટીસના રોગીથી પીડાય છે તો તેઓએ હળદરનું અવશ્ય કરવું જોઈએ. હળદર ડાયાબીટીસથી થતા ઘાને જલ્દી જ ભરી દે છે.
પાચનતંત્ર બનશે મજબૂત :
ગરમ પાણી અને હળદર પાચન ક્ષમતાને વધારે છે. નિયમિત રોજ ગરમ પાણી અને હળદર ને એક સાથે લેવાથી પાચનતંત્ર પર સારી અસર પડે છે.અને પાચન તંદુરસ્ત બને છે. જે લોકો ને કમજોર પાચનની ફરિયાદ રહે છે એ લોકોએ પાણી સાથે હળદરનું સેવન કરવું જોઈએ.
શ્વાસની સમસ્યા :
જે લોકોને શ્વાસ સબંધી રોગો જેવા સાઈનસ કે દમ બ્રારોકાઈટીસ અને જામેલા કફની તકલીફ છે. તેને દૂર કરવા માટે હળદરને દૂધ સાથે ભેળવીને સેવન કરવાથી આ રોગોને મૂળમાંથી દુર કરે છે.