અમદાવાદ
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાને સુરક્ષા મળતા પત્નીએ પણ માંગ્યુ પોલીસ રક્ષણ !
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાને સુરક્ષા મળતા પત્નીએ પણ માંગ્યુ પોલીસ રક્ષણ !
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરત સિહ સોલંકીને ગુજરાત ગૃહ વિભાગે સુરક્ષા આપી દીધી છે, તેઓએ પોતાની પત્નીથી જોખમ હોવાનુ કહીને સુરક્ષા લીધી છે, ત્યારે ભરત સિહ સોલંકીના પત્ની રેશ્મા બેન પટેલે પણ હવે ગુજરાત
સરકાર પાસે સુરક્ષાની માંગ કરવા તૈયારી દર્શાવી છે, તેઓએ કહ્યુ છે કે ભરત સિહને મારાથી કોઇ જોખમ નથી, ઉલ્ટા તેમને પોતાની જ પક્ષની મહિલાઓથી સાવધાન રહેવાની જરરુ છે,,
કોંગ્રેસના સિનિયર નેતા ભરત સિહ સોલંકીનું થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો,તેમાં તેમની પત્ની રેશ્મા પટેલ ભરત સિહ અને એક મહિલાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં હોબાળાના દૃશ્યો હતા,, જેમાં રેશ્મા પટેલ,
ભરત સિહ સાથે રહેલા એક મહિલા સાથે માર ઝુડના દૃશ્યો હતા,, રેશ્મા પટેલનો આરોપ હતો કે આ મહિલાના ભરત સિહ સાથે અવૈધ સંબધ છે, જેના કારણે તેઓ પોતાના પતિને પરત ઘરે લાવવા માટે સમજાવવા માટે ગયા હતા,
જ્યાં મામલો બિચકતા મારા મારી સુધીની નોબત આવી ગઇ હતી, જે બંગલામાં હોબાળો થયો હતો તે બગંલો પણ ભરત સિહે ખરીદી આપ્યો છે,
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ
વિડીયો વાયરલ થયાના બે દિવસ બાદ ભરત સિહ સોલંકીએ પ્રેસ કરી હતી, જેમાં તેઓએ પોતાની પત્ની રેશ્મા પટેલથી તેમને જોખમ હોવાની વાત કહી હતી,,અને ટુંક સમયમાં છુટા છેડા પણ લેવાની વાત કહી હતી, સાથે છેલ્લા ઘણા
સમયથી તેઓ પોતાની પત્ની રેશ્મા પટેલ સાથે ન રહેતા હોવાની વાત જણાવીને કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યુ છે,,તેઓએ સુરક્ષા લેવા માટે ગૃહ વિભાગમાં અરજી પણ કરી હતી, અને ટુંક સમયમાંથી સક્રીય રાજનિતીમાંથી બ્રેક લેવાની પણ વાત
કરી હતી, ત્યારે હવે ગૃહ વિભાગે ભરત સિહ સોલંકીને સુરક્ષા માટે એક પર્સનલ સિક્યોરીટી ઓફસર(પીએસઓ) ફાળવ્યો છે,
ત્યારે રેશ્મા પટેલે જણાવ્યુ છે મારા માટે પણ જોખમ છે,, મને પણ સુરક્ષા મળવી જોઇએ, મારા પતિ ખુબ મોટા ગજા કોંગ્રેસના નેતા છે, તેમને સમાજનુ મોટુ પીઠબળ છે, ત્યારે મારાથી તેમને કોઇ જોખમ નથી,મારા પતિ મારા માટે
ભગવાન સમાન છે, હુ એમની અર્ધાગ્ની છે, તેમના ઉપર આવનારુ સંકટ એ મારુ સંકટ ગણાય,, તેમનું ખરાબ હુ ક્યારેય વિચારી ન શકું, જો તેમના જીવનમાં કોઇ અન્ય સ્ત્રી આવવાનો પ્રયત્ન કરે હુ મારી અસુરક્ષિત અનુભવ કરુ તે સ્વાભવિક છે
કોરોના કાળમાં પણ રાત દિવસ જોયા વગર મે તેમની સેવા કરી છે,,ત્યારે તેમના માટે હુ ક્યારેય જોખમી ન હોઇ શકું,, છતાં સરકારે મને પણ સુરક્ષા આપે તેવી માંગ છે,હુ એકલી છુ, મારી સાથે કોઇ નથી, જેથી મને પણ એકલા
રહેવામાં અથવા આવન જાવન કરવામાં ડર લાગે છે,,તેથી સરકારે વિચાર કરીને એક મહિલાને સુરક્ષા આપવી જોઇએ તેવી અપીલ છે,
કપડવંજમાં ભાજપ કોના પર કરશે વિશ્વાસ- પરિવારવાદ જાતિવાદ કે પછી કાર્યકર્તા પર !
નડિયાદ વિધાનસભા બેઠકનું શુ છે ગણિત- ભાજપ કોંગ્રેસમાં કેટલા છે દાવેદાર !