અમદાવાદ
સાબરડેરી પર કબ્જો કરવા શરુ થયો જંગ !
સાબરડેરી પર કબ્જો કરવા શરુ થયો જંગ !
ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે
સાબરડેરીના કરોડોના કારોબાર ઉપર કબ્જો જમાવવા અત્યારથી જ કાવા દાવા અને રણનીતિ ગોઠવવાની શરુઆત થઇ ગઇ છે, હજુ તો ગણતરીના મહિનાઓ ચૂંટણી માટે બાકી છે, ત્યારે ડીરેક્ટર પદ અને ચેરમેન પદ પામવા માટે રાજકીય ચોપાટ ગોઠવવાની શરુઆત થઇ ગઇ છે, સુત્રોની માનીએ તો એક તરફ સાબરભાઇ ડેરીના ચેરમેન શામળભાઇ પટેલ છે, તો બીજી તરફ ગુજરાત ભાજપ કિસાન મોર્ચાના પ્રમુખ હિતેષ પટેલ, અરવલ્લી ભાજપના પ્રમુખ રાજેન્દ્ર પટેલ અને રાજ્ય કક્ષાના પ્રધાન ગજેન્દ્ર સિહ પરમાર છે, ત્યારે નોધનિય છે કે ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે ચંદ્રકાંત પાટીલે ચાર્જ સંભાળ્યા બાદ સહકારી ક્ષેત્રમાં પણ પક્ષ દ્વારા મેન્ડેટ આપવામા આવે છે,,જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં સિનિયર આગેવાનોને બાજુએ રાખી યુવા નેતૃત્વને ભાજપ દ્વારા તક આપવામાં આવી હતી, એ રીતે હવે સહકારી ક્ષેત્રે પણ હિતેષ પટેલ, અને રાજેેન્દ્ર પટેલ જેવા યુવા નેતાઓ સાબર ડેરી પર પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા હોવાનો સુત્રો કહી રહ્યા છે, જો કે આખરી નિર્ણય ગુજરાત ભાજપનો મોવડી મંડળ કરશે,
સાબર ડેરીના ચેરમેન તરીકે શામળ ભાઇ પટેલ અત્યારે વિરાજમાન છે, ત્યારે આગામી સમયમાં સાબરડેરીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણી યોજાનાર છે ત્યારે અત્યારથી જ સાબરડેરીના ચેરમેન અને બોર્ડ ઓફ ડીરેક્ટર્સમાં સ્થાન પામવા માટે અનેક નેતાઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે, જેના ભાગ રુપે પ્રદેશ અને જિલ્લાના નેતાઓએ ગ્રામ્ય લેવલે દુધ સહકારી મંડળીના ચેરમેન પદ પ્રાપ્ત કરી લીધુ છે,જેથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચૂંટણી લડી શકાય,
સુત્રોની વાત સાચી માનીએ તો પ્રદેશ ભાજપ કિસાન મોર્ચાના પ્રમુખ હિતેશ ભાઇ પટેલ અરવલ્લી જિલ્લામાં તલોદ તાલુકામાં આવેલ નવા ગામ દુધ સહકારી મંડળીના પ્રમુખ બન્યા છે, જ્યારે અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ ઘનસુરા તાલુકાના દોલપુર કંપા દુધ સહકારી મંડળીના પ્રમુખ બન્યા છે, આ સિવાય કેટલાક ભાજપના નેતાઓ અન્ય દુધ સહકારી મંડળીના પ્રમુખ તરીકે ચૂંટાયા છે, સાબરડેરીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણી લડવા માટે પુ્ર્વ શરત ગ્રામ્ય દુધ સહકારી મંડળીના ચેરમેન તરીકે ચૂંટાયેલા હોવા જોઇએ,,ત્યારે નોધનિય છે કે અત્યારે સાબરડેરીના ચેરમેન પદે પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલના અંગત વિશ્વાસુ શામળ ભાઇ પટેલ માનવામાં આવે છે, પીએમ નરેન્દ્રમોદીની ઉપસ્થિતિમાં સાબરડેરીનો કાર્યક્રમ યોજાયો હતો, હાલ તેઓ જીસીએમએફના ચેરમેન પણ છે,ત્યારે આગામી વર્ષે યોજાનાર સાબરડેરીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ અને ચેરમેન પદ પ્રાપ્ત કરવા માટે અત્યારથી જ ગુજરાત ભાજપના નેતાઓએ તૈયારીઓ શરુ કરી છે, હિતેષ પટેલ પોતાન ગામ નવાગામ દુધ સહકારી મંડળીના ચેરમેન તરીકે ચૂંટાયા છે, જ્યારે અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્ર પટેલ પણ દોલપુર કંમ્પામાંથી ચૂટાયા છે, આ રીતે તેમના નજીકના લોકો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં દુધ સહકારી મંડળીના ચેરમેન તરીકે ચૂંટાયા છે,
સાબર ડેરી સાથે સાઢા ત્રણ લાખ દુધ ઉત્પાદકો જોડાયેલા છે, સાબરડેરીના રાજસ્થાન હરિયાણા અને હૈદરાબાદમાં પ્લાન્ટ છે, ત્યારે આ કરોડોના કારોબારનો વહીવટ કોને મળશે,