ગુજરાતના દિગ્ગજ નેતાએ વેપારીને આપી ધમકી પૈસા માગ્યા છે તો ઉપાડી લઇશું !
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ રાજસ્થાનના વેપારીઓને ધમકી આપી કે બાકી નાણાં લેવા ગુજરાત આવશો તો ઘર તો ઉપડી લઇશ, મહત્વની વાત એ છેકે આ અંગે રાજસ્થાનમાં પોલીસ ફરિયાદ થઇ છે, મહત્વની વાત એ છે કે આ ભાજપના નેતા મુળ કોંગ્રેસી છે,અને તેઓ ભાજપમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિધાનસભા બેઠક પરના ઉમેદવાર હતા જો કે તેઓ કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા હતા, ઉલ્લેખનીય છે કે તેમણે રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજના તેમની કંપનીને કોટ્રાક્ટ મળ્યો હતો,,જેમાં 14 જેટલા વેપારીઓ પાસેથી બિલ્ડીંગ્સ મટીરિયલ્સની ખરીદી તો કરાઇ, પણ તેનુ પેમેન્ટ કર્યા વગર કામ અધુરુ મુકી દેવાયું છે, જેના માટે સ્થાનિક વેપારીઓએ પોલીસ ફરિયાદ નોધાવી છે, જો કે રાજસ્થાનમાં કોંગ્રેસ શાષિત અશોક ગહેલોતની સરકારે પણ મુળ કોંગ્રેસી એવા માવજી દેસાઇ સામે કુણુ વલણ અપનાવ્યુ છે તેવી વેપારીઓમાં ચર્ચા છે, કે ભાજપના મોટા નેતાને કોંગ્રેસની ગહેલોત સરકાર ધરપકડ કરવાના બદલે કેમ બચાવી રહી છે, તેને સામે રાજસ્થાન કોંગ્રેસ સરકાર સામે પણ શંકાની સોય જાય છે,
ગુજરાત ભાજપના દિગજ્જ નેતા અને ધાનેરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર માવજીભાઈ દેસાઈ સામે રાજસ્થાન પોલીસે ફરિયાદ નોંધતા ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે..રાજસ્થાનના 14 જેટલા વેપારીઓએ માવજી દેસાઈ દ્વારા બિલ્ડીંગ મટીરીયલ ની ખરીદી કર્યા બાદ પેમેન્ટ નહીં કરતા તેમની સામે ઉદયપુર ના હિરેન મગરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જોકે કોંગ્રેસ શાસિત અશોક ગેહલોત ની સરકારે ભાજપ ના નેતા માવજી દેસાઈ સામે ધરપકડ ના કરાતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે..જેને લીધે ગુજરાત અને રાજસ્થાનમાં ચર્ચા થઇ રહી છે કે મૂળ કોંગ્રેસી એવા માવજી દેસાઈ સાથે રાજસ્થાનની સરકાર ભાઈ બંધી કેમ નિભાવી રહ્યા છે પાછલા બારણે શું માવજી દેસાઈ નું કોંગ્રેસ સાથે ગઠબંધન છે તેવું પણ વેપારીઓ માં ચર્ચા છે..ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ભાજપના નેતા માવજી દેસાઈ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવ્યા બાદ મટીરિયલના વેપારીઓને પૈસા ન ચૂકવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વેપારીઓએ ઉદયપુરના હિરન મગરી પોલીસ મથકે નોંધાવતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.
14 જેટલા વેપારીઓ પાસેથી માલ-સામાન લીધા બાદ પૈસા ન ચૂકવ્યા
ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ભાજપના નેતા માવજી દેસાઈ સામે રાજસ્થાનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે, જેમાં માવજીભાઈ દેસાઈની એરોમા રિયાલિટીઝ કંપની લિમિટેડના નેજામાં રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 970 મકાન બનાવાયાં હતાં અને મટીરિયલ પૂરું પાડનારા વેપારીઓ સાથે કરાર કર્યા હતા. આ મકાનો બની ગયાં બાદ એકપણ વેપારીને પૈસા ચૂકવવામાં આવ્યા નથી. એ માટે 14 જેટલા વેપારીઓએ તેમના મટીરિયલના પૈસા માટે માવજી દેસાઈ પાસે વારંવાર ઉઘરાણી કરી હતી, પરંતુ તેમણે પૈસા આપવાના બદલે તેઓ ભાજપના નેતા હોવાનો રોફ બતાવી વેપારીઓને ધમકાવ્યા હોવાના આક્ષેપો કરાયા છે. એમાં આખરે કંટાળેલા વેપારીઓએ ઉદયપુરના હિરન મગરી પોલીસ મથકે માવજી દેસાઈ સહિત સાત લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
માવજી ભાઇએ ઉપાડી લેવાની આપી ધમકી, મયંક ખેમસરા
પોલીસ ફરિયાદ કરનાર વેપારી મયંક ખેમસરાએ પંચાત ટીવી ઇન્ટરવ્યુમાં જણાવ્યુ છે કે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ માવજી દેસાઇની કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો હતો, જેમાં તેઓએ 14 વન્ડરોએ માલમાસાન આપ્યો હતો છેલ્લા એક વરસથી તેઓ પેમેન્ટ આપતા ન હતા, જ્યારે પણ પૈસાની માંગ કરાતી તો કહેતા સરકારમાંથી પૈસા આવ્યા નથી, જ્યારે આવશે ત્યારે અપીશુ, વેપારીઓએ તપાસ કરી કે રાજસ્થાન સરકારે તેમને પેમન્ટ કરી દીધુ છે, ત્યારે વેપારીઓ તેમની પાસે ઉઘરાણી કરતા તેઓ સીધા માફિયાગીરી ઉપર ઉતરી આવ્યા, અને કહ્યુ તો જો પૈસા માંગીશ તો તને અને તારા પરિવારને ઉપાડી લઇશું ,અમારા માટે રાજસ્થાન દુર નથી,,અમદાવાદ તો ભુલથી આવતા નહી,સમગ્ર ઘટનામાં 14 જેટલા વેપારીઓ પાસેથી માલસામાન લીધા બાદ પૈસા ન ચૂકવતાં પોલીસે વેપારી મયંક ખેમસરાની ફરિયાદના આધારે માવજી દેસાઈ સહિત સાત લોકો સામે આઇપીસી કલમ 420, 406 અને 420 બી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના 14 જેટલા વેપારીઓ સાથે છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલી માવજી દેસાઈ એન્ડ કંપની સામે રાજસ્થાન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે, જ્યારે વેપારીઓએ પોતાના પૈસા પરત મેળવવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ લેખિત રજૂઆત કરી છે.
ઉદયપુરના હિરન મગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ