અમદાવાદ
ભાજપમાં કોંગ્રસીયાઓની ભરતીથી કયા નેતાઓની વધી શકે છે મુશ્કેલી !

ભાજપમાં કોંગ્રસીયાઓની ભરતીથી કયા નેતાઓની વધી શકે છે મુશ્કેલી
પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કોંગ્રેસને એક પછી એક ફટકા મારતા જાય છે, આમ તો મધ્ય ગુજરાત કોંગ્રેસના ભરત સિહ સોલંકી, અમિતચાવડા, અને દિનશા પટેલનો ગઢ કહેવાય છે,જો કે ચંદ્રકાંત પાટીલે પ્રદેશ પ્રમુખ પદ સંભાળ્યા બાદ કોંગ્રેસના ગઢમાં કાંગરા ખરવા લાગ્યા છે, ખેડા જિલ્લા સહકારી બેંકેના પુર્વ ચેરમેન અને પુર્વ ધારાસભ્ય ધીરુ ભાઇ ચાવડા, પુર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, ખેડા જિલ્લા કોંગ્રેસના પુર્વ પ્રમુખ રાજેશ ઝાલાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે,અને હવે હાથમાં પકડી લીધો છે કમળ, ત્યારે હવે ચર્ચા એ છે કે આ ત્રણેય કોંગ્રેસી નેતાઓ ભાજપના કયા નેતાઓને વિધાનસભાના દ્વાર સુધી પહોચતા અટકાવી શકે છે, તેની ચર્ચા હાલ ખેડા જિલ્લાના ભાજપી કાર્યકર્તાઓમાં શરુ થઇ ગઇ છે
ગુજરાત ભાજપના મુખ્યાલય કમલમ ઉપર મધ્ય ગુજરાત કોંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતાઓનુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને તેમની ટીમે રેડ કાર્પેટ પાથરીને ભવ્ય સ્વગત કરાયું ,ત્યારે કેન્દ્રિય મંત્રી દેવુ સિહ ચૌહાણ અને મહેમદાવાદના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં ગ્રામ વિકાસ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા, આ નેતાઓની 110 આગેવાનો પણ હરખભેર ભાજપમાં જોડાયા,, મહત્વપુર્ણ વાત એ છે કે કોંગ્રેસના આ આગેવાનો ભાજપમાં જોડાઇને ભાજપને તો મજબુત કરશે, પણ આ કોંગ્રેસી નેતાઓ ભગવો ધારણ કરીને ભાજપના કયા ભગવાધારી નેતાઓની મુશ્કેલી વધારી શકે છે,
આમ જોવા જઇએ તો બાલ્ય અવસ્થાથી સંઘના સ્વયમ સેવક રહેલા અર્જુન સિહ ચૌહાણ સંઘની ગુડ બુકમાં ગણાય છે, સંધના પ્રિતિ પાત્ર હોવાના નાતે તેમને સંધે સ્પેશિયલ ભાજપમાં મોકલ્યા છે,, અને તેમને મહેમદાવાદની ટીકીટ પણ અપાવી છે, કેબીનેટ પ્રધાન પણ બનાવ્યા,, ત્યારે આગામી વિધાનસભાની ચૂટણીમાં અર્જુન સિહ ચૌહાણની ટિકીટ ફાઇનલ માનવામા આવે છે,,તેઓ ચુસ્ત હિન્દુત્વવાદી, પ્રજા વત્સલ, સેવા ભાવી, મિલન સાર,, નેતા હોવાના નેતા હોવાના કારણે પ્રજામાં પણ પ્રિય છે, ત્યારે સંઘ અને ભાજપનું મજબુત પીઠ બળ હોવાથી તેમની ટિકીટ કાપવી મુશ્કેલ છે,
સુત્રોની માનીએ તો જ્યારથી તેઓ પ્રધાન બન્યા છે ત્યારથી સ્થાનિક સંગઠન સાથે તેમનું તાલ મેલનો અભાવ જોવા મળી રહ્યુ છે, સ્થાનિક કાર્યકર્તાઓ તેમના વ્યવહારને લઇને અંસતુષ્ઠ છે, અને પ્રદેશના નેતાઓને પણ આ બાબતેવાકેફ કારાયા છે, સ્થાનિક કાર્યકર્તાઓનુ કહેવુ છે કે જ્યારથી અર્જુન સિહ પ્રધાન બન્યા છે,, તેઓ પોતાને હાઇ નેતા માને છે, ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ માને છે કે આ વખતે જો પાર્ટી વિકલ્પ તરીકે ગૌતમ પરમારને પસંદ કરી શકે છે,કારણ કે ગૌતમ પરમાર પણ વર્ષ 2012માં મહેમદાવાદના ધારાસભ્ય રહી ચુક્યા છે, તેઓએ નરેન્દ્રમોદી સરકારમાં પ્રધાન રહેલા સુંદર સિહ ચૌહાણને ઘર ભેગા કરી દીધા હતા,
જયારે કપડવંજની વાત કરીએ તો ખેડા કોંગ્રેસના પુર્વ પ્રમુખ રાજેશઝાલા મજબુત દાવેદાર માનવામાં આવે છે, તેઓની કપડવંજ અને કઠલાલ વિસ્તારમાં દબદબો છે, સમાજીક અને રાજકીય મજબુત સંપર્કો ધરાવે છે, વર્ષ2017માં કોંગ્રેસે તેમને ટિકીટ ન આપતા તેઓ નારાજ હતા, જો કે કોંગ્રેસે તેમને મનાવી લીધા હતા,તેમને ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સોપી હતી, અત્યારે કપડવંજ કઠલાલ વિધાનસભા બેઠકમાંકોંગ્રેસના કાળુ સિહ ડાભીને નાથી શકે તેવો કોઇ મજબુત વિરલો ભાજપને દેખાતો નથી, ત્યારે સુત્રોની વાત સાચી માનીએ તો ભાજપે રાજેશ ઝાલાને ઉમેદવાર તરીકે ફાઇનલ કર્યો હોવાનુ માનવામાં આવે છે, જેના કારણે ભાજપના દાવેદારોમાં ગુસપુસ શરુ થઇ ચુકી છે, કોઇ ખુલીને નારાજગી વ્યક્ત કરવા તૈયાર નથી,
શિવસેનાના બાગી નેતાઓની જેમ ગુજરાતના નેતાઓ પણ કેમ કરી રહ્યા છે ગુવાહાટીનો પ્રવાસ
ધીરુ ભાઇ ચવાડાની વાત કરીએ તો તેઓ માતર વિધાનસભાના ધારાસભ્ય રહી ચુક્યા છે, આ ઉપરાંત તેઓ ખેડા જિલ્લા સહકારી બેંકના ચેરમેન રહી ચુક્યા છે, અત્યારે માતરમાં ભાજપના કેસરી સિહ ચૌહાણ ધારાસભ્ય છે,તેઓએ જે રીતે રાજ્યસભાની ચૂટણી દરમિયાન ભાજપને તેમનું વર્તન શંકાસ્પદ લાગતા પ્રોક્સી વોટર્સ પાસે મતદાન કરાવાયું હતું, તેમને રિસોર્ટ જુગારકાંડમાં કેસ થયો હતો, આ વિવાદોના કારણે તેમને ટિકીટ મળશે કે કેમ તેને લઇને આશંકાઓ છે ત્યારે તેમના વિકલ્પ તરીકે ધીરુભાઇ ચાવડાને લાવવામા આવ્યા હોવાની ચર્ચા છે, જો કે આખરી નિર્ણય તો વડા પ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતશાહ જ કરશે, આ બન્ને નેતાઓ ગુજરાતમાંએક એક કાર્યકર્તાને સારી રીતે ઓળખે છે, કોને શુ આપવું, કોને કયુ કામ આપવું એની તેમનામાં ભારે કુનેહ છે, ત્યારે આગામી વિધાનસભાની ચુટણીમાં 182 સીટના ઉમેદવારો પણ તેમના આશિર્વાદ વગર ટિકીટ નહી મળે,,
ખેડા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે લાગ્યુ ખંભાતી તાળુ
ખેડા જિલ્લા કોગ્રેસના મોભી રાજેશ ઝાલા સહિત 110 સિનિયર આગેવાનો ભાજપમાં જોડાઇ ગયા,,જેની સાથે ખેડા જિલ્લા કોંગ્રેસના કાર્યકરોને ભારે આંચકો લાગ્યો છે, તેમના સ્થાને કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ તરીકે માલસિહ રાઠોડને જવાબદારી સોપી છે, જો કે રાજેશ ઝાલાની કોંગ્રેસમાંથી થયેલી એક્ઝિટ બાદ 440 વોલ્ટનો કરંટ લાગે તેમ કોંગ્રેસના કાર્યકરોએ જિલ્લા કાર્યાલય જવાનુ ટાળ્યુ હતું, પરિણામે એક બાજુ ભાજપમાં ખુશીનો માહોલ હતો ,મીઠાઇયો વહેચાઇ હતી તો બીજી તરફ કોગ્રેસ કાર્યલય ઉપર શોક મગ્ન વાતાવારણ જોવા મળ્યું,,
કપડવંજમાં ભાજપ કોના પર કરશે વિશ્વાસ- પરિવારવાદ જાતિવાદ કે પછી કાર્યકર્તા પર !