Uncategorized
ગુજરાતના આ સાસંદોની કપાઇ શકે ટીકીટ ! તેમના આનુગામીની તપાસ શરુ
ગુજરાતના આ સાસંદોની કપાઇ શકે ટીકીટ ! તેમના આનુગામીની તપાસ શરુ
ભેંસો સહિતના પ્રણીયોના પરિવહન માટે આ નિયમનો પાલન કરશો તો નહી પકડે પોલીસ !
ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારી અત્યારથી આરંભી દીધી છે, ત્યારે પક્ષના નવા નિર્યણ પ્રમાણે 81 સાસંદોની ટીકીટ કપાઇ શકે છે,
જેમાં 9 સાસંદો ગુજરાતના પણ હશે, મહત્વપુર્ણ છે કે આમાં લિસ્ટમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો પણ સમાવેશ થયા છે, એટલે કે શક્ય છે કે 2014ના ના લોકસભાની ચૂંટણીમાં તેમની ટીકીટ પણ કપાઇ શકે છે,
ભારતિય જનતા પાર્ટીએ હવે 2024 માટે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે જેમાં સાસંદોના દેખાવ, ,ગ્રાઉન્ડ ફીડ બેક અને વિવિધ જાતી સહિતના
સમિકરણો અને મુદ્દાઓની ગણતરી શરુ કરી દેવાઇ છે, સુત્રોની માનીએ તો આ વખતે ટિકીટોની વહેચણી માટે ઉમરના નિયમને પણ લાગુ પડાવાનો નિર્યણ કરાયો છે
ઉમર મુદ્દે હવે સીધી રીતે સર્વ સમંતી સિનિયર નેતાઓ વચ્ચે થઇ ગઇ છે, ભાજપના
સિનિયર નેતાઓની માનીએ તો હાલમાં જે સાસંદોનો જન્મ 1956 પહેલા થયા હોય તેમને 2024માં લોકસભાના ટિકીટો નહી અપાય,,
જો આ નિયમ લાગુ કરવામાં પાર્ટી સફળ રહેશે તો 301 પૈકી 81 સાસંદોને ટિકીટ કાપી દેવાશે જેમાં હેમા માલિની, સાદનંદ ગૌડા, અર્જુન રામ મેધવાલ અને આર કે સિહ જેવા નેતાઓ સામેલ છે, તેમના સ્થાને નવા ચહેરાઓને તક મળી શકે છે, ,
,જો કે કેટલાક નેતાઓને આમાં છુટ છાટ મળી શકે છે,
વાત જો ગુજરાતની કરીએ તો અહી
નવસારીના સાંસદ સીઆર પાટીલનુ જન્મ 16 માર્ચ 1955ના રોજ થયો છે
બનાસકાંઠાના સાસંદ પરબત ભાઇ પટેલનું જન્મ 4 સપ્ટેમ્બર 1948 ના રોજ થયો છે
મહેસાણાના સાસંદ શારદા બેન પટેલનો જન્મ 21 માર્ચ 1948
પાટણના સાસંદ ભરતજી ડાભીનો જન્મ 18 માર્ચ 1955
સાબરકાંઠાના સાસંદનો દીપ સિહ રાઠોડનો જન્મ 1 જુન 1952
અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો કિરીટ સોંલંકીનો જન્મ 17 જુન 1950
રાજકોટના સાંસદ મોહન કુડારિયાનો જન્મ 6 સપ્ટેમ્બર 1951
અમરેલીના સાંસદ નારણ કાછડિયાનો જન્મ 25 એપ્રિલ 1955
વલસાડના સાસંદ કે સી પટેલનો જન્મ 10 જાન્યુઆરી 1950
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
17મી લોકસભામાં ભાજપના 25 ટકા સાસંદ 70 વર્ષ કે તેનાથી વધુના ઉમરના થઇ જશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્રમોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિહનો પણ સમાવેશ થાય છે, પણ કેટલાક કિસ્સાઓમાં છુટ છાટ અપાશે તેમ પણ પાર્ટીએ સ્વિકાર્યુ છે,
1956 પહેલા જન્મેલા સાસંદોમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં છે જેમાં વડા પ્રધાન નરેન્દ્રમોદી સહિત12 સાસંદ,ગુજરાતમાં સીઆર પાટીલ સહિત 9 સાસંદ, કર્ણાટકમાંથી 9, મધ્યપ્રદેશ અને બિહારથી છ- છ સાંસદ,
મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી 5-5 જ્યારે ઝાંરખંડમાંથી 2 સાસંદ 1956 પહેલા જન્મેલા છે, ત્યારે સવાલ એ આવે છે કે તેમના પછી કોણ,, ભાજપના
સુત્રો ત્યાં સુધી કહી રહ્યા છે હાલ આવા તમામ સાસંદોને કહી દેવામા આવ્યુ છે કે તેઓ જાતે પોતાના વિસ્તારમાં પોતાના અનુગામીની પસંદગી માટે
કવાયદ કરે, જેથી છેલ્લી ઘડી સુધી પાર્ટી પાસે યોગ્ય વિકલ્પ તૈયાર રહે,, આમ ભાજપ હવે કોર્પોરેશનથી માંડી સંસદ સુધી કાયાકલ્પ કરવા માંગે છે તેમ લાગી રહ્યુ છે, પણ તેના કારણે અનેક દિગ્ગજ નેતાઓનુ પત્તુ કપાશે તેમા કોઇ બે મત નથી