ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને ઐતિહાસિક જીત મળી છે..ગુજરાતની સ્થાપના બાદ પ્રથમ વખત ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો જીત મેળવી છે.જયારે ભાજપના જ ત્રણ બળવાખોરો અપક્ષ ચૂંટણી લડીને જીત્યા છે.જેમાં બાયડ વિધાનસભા બેઠક પર થી ધવલ ઝાલા ,ધાનેરા વિધાનસભા બેઠક પર થી માવજી દેસાઈ અને વાઘોડિયા બેઠક પર થી ધર્મેન્દ્રસિંહ વાઘેલા નો સમાવેશ થાય છે..ત્યારે આ તમામ ધારાસભ્યોને ભાજપમાં જોડવા માટેની પ્રકિયા તેજ બની ગઈ છે..સૂત્રો ની વાત માનીએ તો આ ત્રણેય ધારાસભ્યો પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલને મળી ને ભાજપમાં જોડાઈ શકે છે..જયારે આમ આદમી પાર્ટીના વિસાવદર ના એમ એલ એ ભુપત ભાયાણીએ આપ માંથી રાજીનામુ આપી દીધું છે ને તેઓ પણ ભાજપમાં જોડાશે જેની સાથેજ બીજેપીની સંભ્ય સંખ્યા 161 ગૃહમાં પહોંચી જશે.જોકે આ બાબતે સત્તાવાર કોઈ સમર્થન મળતું નથી
ભાજપ દ્વારા ધવલ ઝાલા ,માવજી દેસાઈ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી ન હતી ત્યારે આ નેતાઓ એ પોતે જનતાની કરેલ સેવા કાર્યો પર ભરોસો રાખીને તેઓએ અપક્ષ ચૂંટણી લડીને જીત્યા છે..આ તમામ ધારાસભ્યોએ પ્રજાલક્ષી કામો કરવા બાબતે સાથે બેસીને ચર્ચા વિચારણા કરી હતી.જોકે આ તમામ ધારાસભ્યોએ બીજેપીમાં જોડાવવા બાબતે કોઈ ફોડ પાડ્યો ન હતો
ત્યારે નોંધનીય છે કેઆ બેઠક પર થી બીજેપીના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ આ બેઠક પર થી પ્રતિનિધિત્વ કરતા હતાજોકે છેલ્લી બે ટર્મ થી કોંગ્રેસના હર્ષદ રીબડીયા ચૂંટણી જીતતા હતા જેઓ ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા જોકે તેઓની આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભુપત ભાયાણી ની સામે હાર થઇ હતી.
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા. ભાજપે અહીં કૉંગ્રેસ છોડીને આવેલા હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કૉંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. જોકે, આપના ભૂપત ભાયાણી આ બંને ઉમેદવારોને હાર આપી જીત મેળવવામાં સફળ રહ્યા હતા. ભૂપત ભાયાણી કે જે આ વિસ્તારમાં 108ની છાપ ધરાવે છે. ભૂપત ભાયાણીની રાજકીય સફર સરપંચથી સીધી જ ગાંધીનગર સુધી પહોંચી છે. ભાજપમાં રહેલા ભૂપત ભાયાણીએ બે વર્ષ પહેલા જ પાર્ટી છોડી હતી અને આપમાં જોડાયા હતા વિસાવદરની બેઠક પર AAP પાર્ટી તરફથી ચૂંટણી લડી જીતેલા ભૂપત ભાયાણી પક્ષપલટો કરશે તેવી ચર્ચીએ જોર પકડ્યું હતં. જોકે, આ વાતને તેઓએ અફવા ગણાવી હતી.
ગુજરાત ના મુખ્યપ્રધાન પદે ફરી એક વખત ભુપેન્દ્ર પટેલની કરાઈ પસંદગી