મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીત પ્રધાનોની શપથવિધિ 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતને પ્રધાનમંડળને રાજીનામુ આપ્યું. ત્યારે રાજયપાલ આચાર્ય દેવવ્રતે નવી સરકારની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી પ્રધાનમંડળ સહીત કામગીરી યથાવત રાખવા માટે સૂચના આપી હતી.ત્યારે બીજી તરફ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળશે.જેમાં સત્તાધારીપક્ષના નેતા તરીકે ભુપેન્દ્ર પટેલને ચૂંટી કાઢવામાં આવશે.
મુખ્યમંત્રીની શપથવિધિ માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે રાજ્યપાલ પાસે બપોરે 2 વાગ્યે મળવાનો સમય માગ્યો છે. આ પહેલાં કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાશે.12મી ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સહીત મંત્રીમંડળના સભ્યો શપથ લેશે.જેમાં ભાજપ શાસિત તમામ રાજ્યના મુખ્યમંત્રીને આ શપથવિધિમાં બોલવામાં આવશે. એટલું જ નહીં, જે સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ભાજપની સરકાર માટે મહેનત કરી હતી, તે તમામ સ્ટાર પ્રચારક પણ હાજર રહેશે