રાહુલ ગાંધીના અંગત ગણાતા શાહનવાઝ શેખના ટેકેદારોએ કોંગ્રેસ ભવનમાં કોના ફાયદા માટે તોડફોડ કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે ત્યારે ખાડિયા જમાલપુર ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાને કોંગ્રેસે ફરીવાર તક આપી છે જેની સાથે જમાલપુર ખાડિયામાં ભડકો થવા પામ્યો છે.સૂત્રો ની વાત સાચી માનીએ તો આ બેઠક પર શાહનવાઝ શેખ દાવેદાર હતા તેઓ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ના અંગત માનવા માં આવે છે તેઓ ખાડિયા વોર્ડમા કોર્પોરેશન ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે હારી ગયા હતા ત્યારે પૂર્વ કોર્પોરેટર શાહનવાઝ શેખ કોર્પોરેશનની ચૂંટણી જીતી શકતા નથી ત્યારે હવે તેઓ ખાડિયા જમાલપુર વિધાનસભાના ઉમેદવાર બનવા માંગતા હતા જોકે કોંગ્રેસ નેતૃત્વે ઇમરાન ખેડાવાળાને ટિકિટ આપી છે ત્યારે પક્ષની શિસ્તને બાજુમાં રાખીને પોતાની વ્યક્તિગત સ્વાર્થ માટે પોતાના ટેકેદારોને કોંગ્રેસના ભવન માં મોકલી ને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તસ્વીર અને કાર્યાલય માં તોડફોડ કરીને કોંગ્રેસના સંસ્કારોને ના શોભે તેવું વર્તન કર્યું હતું.