ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજયની ભાજપ સરકારનું કર્મચારીઓથી લઇ 32 કરતા વધુ સંગઠનો સરકારનું નાક દબાવી રહી છે.ગ્રામ્ય વિસ્તાર માં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ જીદને લઇ બેઠા છે જ્યાં સુધી રાજય સરકાર દ્વારા ટેક્નિકલ ગણવામાં નહીં આવે ત્યાં સુધી તેઓના દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવશે..સચિવાલય ની બહાર દેખાવો યોજતા તેમની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ફરજ વીસીઇ દ્વારા કાયમી કરવાની માંગ સાથે છેલ્લા પાંચ દિવસથી આંદોલન કરી રહ્યા છે આ બાબતે .રાજય સરકાર ના પંચાયત વિભાગ ના પ્રધાન બ્રિજેશ મેરજા ,વિકાસ કમિશનર સહીત ના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી જોકે રાજય સરકારનું નકારાત્મક વલણ હોવાથી મંત્રણાઓ પડી ભાંગી પડતા આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હોવાનું પ્રમુખ પંકજ પરમારે કહ્યું હતું.