હાર્દીકે ધારણ કર્યો કેસરિયો ખેસ !
વોટ્સએપ સ્ટેટસ બદલ્યું
હાર્દીક પટેલ ભાજપમાં જોડાશે તેની અટકળો વચ્ચે તેનો નવો ફાટો વાયરલ થયો છે, જેમાં તે કેસરિયા ખેસ સાથે દેખાય છે,
તેના વોટ્સએપની ડીપી ઉપર આ ફોટો મુકવામાં આવ્યો છે,પણ મહત્વની વાત એ છે કે તેના ટ્ટીટર એકાઉન્ટમાં હજુ પણ
ગુજરાત કોગ્રેસના વર્કીંગ પ્રેસિંડેન્ટ લખેલી માહિતી છે, ત્યારે સુત્રો કહે છેકે હવે હાર્દીક માટે કોગ્રેસમાં અવઢવ જેવી સ્થિતિ
રહી નથી,તેને ફોટો બદલીને સંકેતો આપી દીધા છે
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
કોગ્રેસને સ્પષ્ટ ઇશારો
હાર્દીક પટેલે પોતાના વોટ્સએપ એકાઉન્ટનો સ્ટેટસ ફોટો બદલ્યો છે, પહેલા લડુંગા જીતુંગા સ્લોગન સાથે તેનો ફોટો હતો
પણ આજે તેણે કેસરિયા ખેસ ધારણ કર્યો હોય ફોટો મુક્યો છે,,આમ તો આ ખેસ ભાજપનો નથી, પણ હિન્દુત્વની ઓળખ સમાન
ગણવામાં આવે છે,સુત્રો કહે છે કે ફોટો બદલીને હાર્દીકે સંકેતો આપ્યો છે,,તે હવે હિન્દુત્વ તરફ રહેવાનો છે, મતબલ સાફ છે કે
તેણે ફોટો બદલીને કોગ્રેસનો હાથ છોડવાનો ઇશારો કરી દીધો છે, એટલેકે હવે કોંગ્રેસને પણ હાર્દીક પટેલ પાસે કોઇ વધુ
અપેક્ષા રાખવાની જરુર નથી,
વડા પ્રધાનનુ સ્લોગન અપનાવતા હાર્દીક પટેલ
વોટ્સએપ સ્ટેટસમાં તો હાર્દીક પટેલે ફોટો બદલ્યો છે,પણ ટ્ટીટર ઉપર તેનો સ્ટેટસ પહેલા જેવો જ છે, એટલે કે મૈ લડુંગા ઔર જીતુંગા,,
સ્લોગન છે,(, ગર્વ ભારતીય દેશભક્ત. સામાજિક અને રાજકીય કાર્યકર. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ.
આ બેટર ઈન્ડિયા માટે પ્રતિબદ્ધ છે.) આવુ ટ્ટીટર સ્ટેટસ છે, પણ રાજનિતીમાં કોઇ કાયમી દુશ્મન નથી અને કોઇ કાયમી મિત્ર નથી,
સમય સંજોગો પ્રમાણે સ્થિતિ બદલાતી હોય છે,વડા પ્રધાન નરેન્દ્રમોદીના શબ્દોમાં કહીએ તો સામા પવને બીડી પણ સળગી સકતી નથી,
તો રાજકીય ભવિષ્ય તો કેવી રીતે બની શકે,ત્યારે હાર્દીકે વડા પ્રધાનના સ્લોગનને અપનાવી લીધુ છે,
પિતાની પુણ્યતિથી પછી જોડાઇ શકે છે ભાજપમાં
હાર્દીક પટેલ પોતાના પિતા સ્વર્ગવાસી ભરત પટેલની પુણ્યતિથી નિમિત્તે મુખ્ય પ્રધાન સહિત ભાજપના ટોચના નેતાઓને પણ
ઉપસ્થિત રહેવા માટે વિરમગામમાં આમંત્રણ આપ્યુ છે,,ત્યારે સંભાવના છે કે તેના પછી ગમે ત્યારે હાર્દીક પટેલ શુભ મુહુર્ત જોઇને
ભાજપનો અધિકારીક ભગવો ધારણ કરી લેશે ,,સુત્રો ત્યાં સુધી કહી રહ્યા છે કે તેમને વિરમગામ વિધાનસભા બેઠક પરથી
ચૂંટણી લડાવવા માટેનુ કમિટમેન્ટ અપાયુ છે, જોકે આનાથી ભાજપના વિરમગામના દાવેદારોના ઝટકો લાગી શકે છે,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
કોને લાગશે ઝટકો
વિઘાનસભા બેઠક પરથી ભાજપના અનેક નેતાઓ દાવેદારી કરી રહ્યા છે જેમાં
વિરમગામમાં ભાજપમાંથી જિલ્લા ભાજપના મહામંત્રી નવદીપ સિહ ડોડીયા, ગુજરાત ભાજપ યુવા મોર્ચાના પુર્વ પ્રમુખ
રુત્વીજ પટેલ, પુર્વ ધારાસભ્ય કમાભાઇ રાઠોડ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન જે જે પટેલ, પુર્વ ધારાસભ્ય
પ્રાગજી ભાઇ પટેલ,પુર્વ ધારાસભ્ય તેજશ્રી પટેલ,વેજલપુરના કાઉન્સિલર રાજુ ભાઇ ઠાકોર પણ દાવેદાર મનાય છે,જો હાર્દીકને ટિકીટ મળશે
તો દાવેદારો અરમાનો ઉપર પાણી ફરી વળશે,
હાર્દીકે કોના ઉપર કર્યો પ્રહાર
હાર્દીકે સોનગઢના યુવા સ્વાભીમાન કાર્યક્રમમાં કહ્યુ કે મને રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી સામે કોઇ નારાજગી નથી,
મારી નારાજગી પ્રદેશના નેતૃત્વ સામે છે,હાર્દીકે કહ્યુ મે જો બાઇડનના પણ વખાણ ભુતકાળમાં કર્યા છે એનો મતલબ એ નથી કે
હુ તેમની સાથે જતો રહું, આમ કહીને ભાજપમાં જવાની વાત નકારી કાઢી છે,
#WATCH | Gujarat Congress Working Pres Hardik Patel speaks on speculations about him joining BJP
"People will talk.I praised Joe Biden when he won US polls as VP has Indian origins.Does it mean I'm joining his party? If rival does something praiseworthy, need to see that too…" pic.twitter.com/Rx6SBpSTte
— ANI (@ANI) April 25, 2022