તપોવન પરિવાર અને ત્યાગ ટ્રસ્ટ દ્વારા
“એક કદમ રાષ્ટ્ર નિર્માણ કી ઔર” કાર્યક્રમનું કરાયું આયોજન
યુગપ્રધાનઆચાર્ય પરમ પૂજ્ય ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન પરિવાર અને ત્યાગ ટ્રસ્ટ દ્વારા જનજનના હૃદયમાં ધર્મ – સંસ્કૃતિ અને રાષ્ટ્રરક્ષાની આહલેક જાગે તે માટે “એક કદમ રાષ્ટ્ર નિર્માણ કી ઔર” કાર્યક્રમનું અદભુતપૂર્વં આયોજન થયું હતું.લોક કલાકાર સાંઈરામ દવે દ્વારા ધર્મ – સંસ્કૃતિ અને રાષ્ટ્રની રક્ષા માટે લોકોને કાર્યરત થવા હાકલ કરી હતી. આ ઉપરાંત લોકશાહીના પવિત્ર અવસરે શાંતિ – સલામતી અને સમૃદ્ધિ માટે મતદાન કરવાની હાકલ કરી હતી.
આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે અને ભવ્ય ભારત અને દિવ્ય ભારતની દિશામાં આગળ ધપાવવા કાર્યરત હોય તેવા રાષ્ટ્ર – સંસ્કૃતિ અને ધર્મ પ્રેમીઓના સમર્થનમાં આળસ ખંખેરી આગળ આવવા અપીલ કરવામાં આવેલ હતી.
તપોવની બાળકોના ગગનભેદી નારાઓ અને કાવ્યપાઠે ઉપસ્થિત હજારોની જનમેદનીને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.