ગાંધીનગર
ભેંસોના કતલ કરનારાઓ પર પાસા લગાવવાના પરિપત્રમાં પોલીસ વિભાગ નહી કરે કોઇ સુધારો !
ભેંસોના કતલ કરનારાઓ પર પાસા લગાવવાના પરિપત્રમાં પોલીસ વિભાગ નહી કરે કોઇ સુધારો !
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ
ભેંસો કે તેના બચ્ચાઓને ગેર કાયદે કતલ કરનારાઓ સામે પોલીસ વિભાગે લાલ આખ કરીને આવા શખ્સો વિરુધ્ધ પાશા કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો
જેને લઇને મુસ્લિમ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ,ઇમરાન ખેડાવાલા અને મોહમંદ પીરજાદાએ પોલીસ વિભાગના આ પરિપત્ર ઉપર સમિક્ષા કરવાની માંગ કરી હતી
ત્યારે સુત્રોની માનીએ તો પોલીસ વિભાગે આ અંગે ગૃહ વિભાગમાંથી માર્ગદર્શન માગ્યું હતું પણ ગૃહ વિભાગ હાલ પોલીસના નવા પરિપત્રને લઇને કડલ વલણ રાખવા પોલીસને
સુચના આપી હોવાનુ જણાવ મળ્યુ છે,
રાજ્યના પોલીસના ઇંચાર્જ પોલીસ મહાનિરીક્ષક ક્રાઇમ-1, પરિક્ષિતા રાઠોડ જે પરિપત્ર બહાર પાડ્યો છે તે મુજબ હવેથી રાજ્યમાં નર અને માદા ભેંસો અને ભેસના પાડીયાના કતલ કરનારાઓને પણ બળદ ગાય વાછરડાની કતલ કરનારાઓની જેમ પાસા
હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, એ માટે રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા ,પોલીસ કમિશ્નરને પણ તાકીદ કરાઇ છે, હવેથીરાજ્યમાં ગુજરાત પશુ સૌરક્ષણ અધિનિયમ 1954ની અનુસૂચી કલમ-2(1)ની જોગવાઇમાં નર તથા માદા ભેંસો
અને ભેસના પાડીયાઓને પણ લાગુ પડે છે, જેથી આ કાયદા હેઠળ નર તથા માદા ભેંસો તથા પડીયાઓના વારં વાર થતા ગેરકાયદે કતલ કરનારાઓ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામા આવશે,
તેવો પરિપત્ર 11મી મેના રોજ કર્યો હતો,
તેને લઇને કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ,ઇમરાન ખેડાવાલાએ રાજ્ય પોલીસ ભવન જઇને આ પરિપત્રનો વિરોધ કર્યો હતો, અને આ પરિપત્રના કારણે લોકોને મુશ્ક્લી થશે, ત્યારે કહેવાયુ હતુ કે પોલીસ આ અંગે સમિક્ષા કરીને નિર્યણ કરશે
પણ લાગે છે કે આ ધારાસભ્યોની રજુઆત એળે ગઇ છે, કારણ કે સુત્રો કહી રહ્યા છેકે પોલીસે જે પરિપત્ર બહાર પાડ્યો છે તે ભેંસો અને તેના બચ્ચાના ગેરકાયદે કતલ અંગે છે, જેથી આ પરિપત્રમાં સુધારો કરવાનો કોઇ મુદ્દો નથી,
પોલીસ વિભાગમાંથી આ અંગે ગૃહ વિભાગમાંથી પણ માર્ગ દર્શન લેવાયુ છે,,ત્યાંથી પણ આ પરિપત્રમાં કોઇ સુધારો કરવા માટે કોઇ અલગથી સૂંચન આવ્યુ નથી,
આમ પોલીસ વિભાગના વલણ પ્રમામે તો એવુ જ લાગે છેકે ભેંસોના ગેરકાયદે કતલ કે ગેરકાયદે જીવ હત્યાને લઇને રાજ્ય સરકાર ચલાવી લેવાના મુડમાં નથી,
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ