crime
રાજ્યમાં મહિલાઓ અને બાળકો પ્રત્યે અપરાધ કરનારાઓની હવે ખેર નહી

રાજ્યમાં મહિલાઓ અને બાળકો પ્રત્યે અપરાધ કરનારાઓની હવે ખેર નહી
ગુજરાતમાં જ્યારથી મુખ્ય પ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન તરીકે હર્ષ સંઘવીએ જવાબદારી સંભાળી છે,,ત્યારેથી રાજ્યના મહિલાઓ અને બાળકો પર થતા દુષ્કર્મમાં આરોપીઓને ફાસીથી લઇને 10 વર્ષ સુધીની સજાઓ
કરાઇ છે, મહત્વપુર્ણ બાબત છે કે મહિલાઓ અને બાળકો પ્રત્યે ઘૃણીત ગુનાઓના ચાર્જશીટ પણ ખુબજ ઝડપી કરાયા છે, રાજ્યમાં નવા પ્રધાન મંડળ આવ્યા બાદ મહિલા અને બાળકો પર થયેલા 24 અપરાધોમાં કોર્ટના માધ્યમથી
સજા કરાઇ છે, જેમાં 5 ગુનાઓમાં ફાંસીની સજા થઇ છે, 11 આરોપીઓને આજીવન કેદ, 3 આરોપીઓને 20 વર્ષની સજા તો 5 ગુનાઓમાં આરોપીને 10 વર્ષની સજા કરાઇ છે,
તાજેતરમાં ગુજરાત રાજયમાં જુદા-જુદા શહેર/જીલ્લા ખાતે મહિલા અને બાળકો પર થયેલ દુષ્કર્મ/અત્યાચાર અંગેના ગુનાઓમાં ભોગ બનનાર અને તેના કુટુંબીજનોને ન્યાય મળી રહે તે હેતુથી સદર ગુનાઓની
ગંભીરતાને ધ્યાને લઇ યોગ્ય તપાસ હાથ ધરી આરોપીને યોગ્ય સજા થાય તે અંગે સમયમર્યાદામાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી, સદર ગુનાના કામે પ્રોસીક્યુશન પક્ષે સ્પેશ્યલ પબ્લિક પ્રોસીક્યુટરની નિમણુંક કરાવી ઝડપથી ટ્રાયલ પુરી કરી,
તાજેતરમાં આવા ગંભીર પ્રકારના ગુના કરનારા આરોપીઓને સજા કરાવી સમાજમાં યોગ્ય દાખલો બેસે, અન્ય વ્યક્તિઓ આવા અપરાધથી દુર રહે, મહિલા અને બાળકો સલામતી અનુભવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.
તાજેતરમાં ચકચારી ગુનાઓમાં આરોપીઓને થયેલ સજાની વિગત:
(૧) સુરત શહેર :
પાંડેસરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર. નં. ૧૧૨૧૦૦૪૫૨૧ ૫૭૯૦/૨૦૨૧, ઇપીકો કલમ-૩૬૩,૩૬૬,૩૦૨,૩૭૬(૨)(જે)(એલ),૩૭૬(૩),૩૭૬(એ),૩૭૬(એબી),૩૪૨ તથા ધ પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્યુઅલ ઓફેન્સ એકટ-૨૦૧૨ ની
કલમ-૪,૫(આઇ)(કે) (એમ), ૬,૮,૯(એમ) અને ૧૦ મુજબના ગુનાના આરોપી ગુડ્ડુકુમાર મધેશ યાદવને ને મે. સુરતના સ્પેશયલ (પોસ્કો) જજ સાહેબશ્રી કોર્ટ નાઓએ સજા કરવામાં આવેલ છે.
ચાર્જશીટ : ૧૦ દિવસમાં કરવામાં આવેલ છે.
ચુકાદાની તા.૦૭/૧૨/૨૦૨૧
આરોપીને નામદાર કોર્ટે ફાંસીની સજા કરવામાં આવેલ છે.
(૨) સુરત શહેર :
પાંડેસરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૫૨૦ ૩૭૭૫/૨૦૨૦ ઇ.પી.કો કલમ-૩૦૨,૩૬૩, ૩૭૬(એ) (બી), ૩૪૧ તથા POCSO એક્ટની કલમ ૪,૫, (આઇ),(એમ),(આર), ૬,૮,૯(એમ),૧૦ મુજબ ના ગુનાના આરોપી દિનેશ દશરથ બૈસાણે
ઉ.વ.૨૪ ધંધો-નોકરી (પાંડેસરા દાદા ડાઇંગ પ્રિન્ટીંગ મીલની ઓફીસમાં પટાવાળા તરીકે) રહે-પ્રેમનગર ઝુપડપટ્ટી, પ્લોટ નં.૨૩૬, મધુભાઇ બૈસાણેની ચાલ, ભેદવાડ દરગાહ પાસે, પાંડેસરા, સુરત, મુળ રહે, ગામ-શીરુડ તા-અમલનેર,
જી-જલગાંવ(મહારાષ્ટ્ર) ના વિરૂધ્ધ ચાર્જશીટ માત્ર ૧૩(તેર) દિવસમાં તા.૨૧/૧૨/૨૦૨૦ નાં રોજ નામદાર કોર્ટમાં સબમીટ કરવામાં આવેલ. તા.૧૬/૧૨/૨૦૨૧ ના રોજ નામદાર કોર્ટ દ્વારા સમગ્ર ટ્રાયલ પુર્ણ કરી સદર કેસમાં આરોપીને ફાંસીની
સજા ફરમાવી ઐતિહાસીક ચુકાદો આપેલ છે. નામદાર કોર્ટ દ્વારા રૂ. ૧૫,૦૦,૦૦૦/- પુરા ભોગ બનનારના વાલીને ચુકવવા હુકમ કરવામાં આવેલ છે.
ચાર્જશીટ : ૧૩ દિવસમાં કરવામાં આવેલ છે.
ચુકાદાની તા. ૧૬/૧૨/૨૦૨૧
આરોપીને ફાંસીની સજા કરવામાં આવેલ છે.
સુરત શહેર :
સચીન જીઆઇડીસી પો સ્ટે ગુરનં ૧૧૨૧૦૦૦૨૨૧૬૩૬૦/ ૨૦૨૧ ઇપીકો કલમ ૩૬૩, ૩૦૭, ૩૨૩, ૩૭૬એબી તથા પોક્સો એકટની કલમ ૪, ૫(આઇ)(એમ), ૬ મુજબના ગુનાના આરોપી હનુમાન ઉર્ફે
અજય મંગી નિષાદ ઉવ.૩૯ ને આજીવન કેદ કે જે કુદરતી બાકીની જીંદગીના વર્ષો સુધીની સખત કેદની સજાનો ઐતિહાસીક ચુકાદો ઐતિહાસીક સમયમાં આપેલ અને ભોગબનનારને રૂા.૧૫,૦૦,૦૦૦/- ની સહાય
અંગેનો પણ હુકમ નામદાર કોર્ટ તરફથી કરવામાં આવેલ.
ચાર્જશીટ : ૦૯ દિવસમાં કરવામાં આવેલ છે.
ચુકાદાની તા. ૧૧/૧૧/૨૦૨૧
આજીવન કેદ કે જે કુદરતી બાકીની જીંદગીના વર્ષો સુધીની સખત કેદની સજા કરવામાં આવેલ છે.
) સુરત શહેર :
હજીરા પો.સ્ટે. પાર્ટ” એ” ૧૧૨૧૦૦૦૧૨૧૦૩૬૯/૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૩૦૨, ૩૬૩, ૩૬૫, ૩૭૬(ક), ૩૭૬(ક,ખ),૩૭૭ તથા પોક્સો.એકટ કલમ ૪,૬,૧૦,૧૨ મુજબના ગુનાના આરોપી નામે સુજીત સાકેત ને આજીવન કારાવાસ (અંતીમ શ્વાસ સુધી)ની સજા ફરમાવવામાં આવેલ છે.
ચાર્જશીટ : ૩૯ દિવસમાં કરવામાં આવેલ છે.
ચુકાદાની તા. ૨૨/૧૨/૨૦૨૧
આરોપીને આજીવન કારાવાસ ની સજા કરવામાં આવેલ છે.
(૫) સુરત શહેર :
સુરત સરથાણાની ૧૬ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપીને ભગાવી બળાત્કાર ગુજારનારા વિરૂધ્ધ સુરત શહેર સરથાણા પો.સ્ટે. ગુ.ર. નં. ૧૨૬/૨૦૧૬, ઇપીકો કલમ-૩૬૩,૩૬૬,૩૭૬(જે)(એન),૫૦૪,૫૦૬(૨)
તથા પોક્સો કલમ-૪,૬ મુજબના ગુનાનો ગુનો દાખલ થયેલ. આરોપીને કોર્ટે ૧૦ વર્ષની સજા, રૂપિયા ર૦ હજાર દંડ અને દંડના ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે. સરકાર તરફે એપીપી વિશાલ ફળદુએ આરોપીને કડક
સજાની દલીલો કરી હતી. આરોપીએ બે મહિના સુધી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
ચાર્જશીટ : ૧ માસ ૨૬ દિવસમાં કરવામાં આવેલ છે.
ચુકાદાની તા. ૦૭/૦૪/૨૦૨૨
સુરતમાં સગીરા પર દુષ્કર્મ કરનારને ૧૦ વર્ષની જેલની સજા કરવામાં આવેલ છે.
6 ) સુરત શહેર :
તા.૦૬/૦૪/૨૦૧૮ નારોજ વહેલી સવારે ભેસ્તાન, સાઈ ફકીર ક્રીકેટ ગ્રાઉન્ડ નજીક બાવળની જાળીમાં એક અજાણી બાળકી ઉ.આ.વ.૧૧ ની લાશ મળી આવેલી. લાશનુ પી.એમ. કરવામાં આવતા બાળકીનું મૃત્યુ ગળુ દબાવવાના કારણે
થયેલ હોવાનું તથા તેણીની ઉપર જાતીય હુમલો એટલે કે બળાત્કાર થયેલ હોવાનું માલૂમ પડેલ જે અંગે પાંડેસરા પો.સ્ટે. ફ. ગુ.ર.ન. ૮૯/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૨૩, ૩૭૬(૨) (આઇ) (જે) (એમ), તથા ઘી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રેન ફ્રોમ સેકસ્યુ અલ ઓફેન્સ
એકટ ૨૦૧૨ ની કલમ ૫(આઇ) (એમ) ૬ મુજબનો ગુનો તા: ૦૬/૦૪/૨૦૧૮ નારોજ નોંધાયેલ. દરમ્યાન પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં સચીન મગદલ્લા હાઈવે રોડ ઉપર એક અજાણી સ્ત્રીની લાશ મળી આવેલી.
આ સમગ્ર ગુનાની ટ્રાયલ એડીશ્નલ સેસન્સ જજ અને સ્પે.જજ પોકસો શ્રી એ.એચ.ધામાણી સમક્ષ ચલાવવામાં આવેલી અને આરોપીઓ વિરૂધ્ધ સ્પે.પી.પી.શ્રી પી.એન.પરમાર નાઓએ નિશંક રીતે આરોપીઓએ જ ગુનો કરેલ હોવાનું
પુરવાર કરી આ ગુનો RAREST OF THE RARE CASE ની કેટેગરીમાં આવતો હોય આરોપીને મૃત્યુદંડ થી ઓછી સજા કરી શકાય નહિ તેવી રજુઆત કરતા નામદાર કોર્ટે આરોપીઓને આ બંને ગુના માટે તકસીરવાન ઠેરવીને આરોપી
હર્ષસહાય રામરાજ ગુર્જરને મૃત્યુ દંડ અને આરોપી હરિઓમ હિરાલાલ ગુર્જરને આજીવન કેદની સજા તેમજ મરણજનાર ના વાલીને ૭,૫૦,૦૦૦/- નુ વળતર ચુકવવાનો આદેશ આજરોજ કરેલ છે.
ચાર્જશીટ : ૩ માસ ૦૫ દિવસમાં કરવામાં આવેલ છે.
ચુકાદાની તા. ૦૭/૦૩/૨૦૨૨
નામદાર કોર્ટે આરોપીઓને આ બંને ગુના માટે તકસીરવાન ઠેરવીને આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જરને ફાંસીની સજા કરવામાં આવેલ છે.
અને આરોપી હરિઓમ હિરાલાલ ગુર્જરને આજીવન કેદની સજા તેમજ મરણજનાર ના વાલીને ૭,૫૦,૦૦૦/- નુ વળતર ચુકવવાનો આદેશ કરવામાં આવેલ છે.
(૭) અમદાવાદ શહેર :
ઇસનપુરમાં ધોરણ ૯ માં ભણતી સગીરાને તેનો સગીર બોય ફેન્ડ દુષ્કર્મ કરતો હતો આ સમયે તેનો વીડીયો ઉતારી બ્લેક મેઇલની ધમકી આપી દુષ્કર્મ કરી ગર્ભવતી બનવનાર ૩ આરોપીને પોકોસો કોર્ટના ખાસ જજ એચ.એ.ત્રિવેદી નાઓએ
આરોપી જીવે ત્યા સુધી આજીવન કારાવાસની સજા ફટકારવાનો હુકમ કરેલ. કોર્ટે આરોપીઓને સજા સાથે ભોગ બનનાર સગીરાને રૂ.૧,૦૦,૦૦૦/- આપવાનો પણ નિર્દેશ કરેલ હતો.
આરોપી જીવે ત્યા સુધી આજીવન કારાવાસની સજા કરવામાં આવેલ છે.
8 ) અમદાવાદ શહેર :
તા. ૨૫/૦૨/૨૦૨૧ ના રોજ પતિના ત્રાસના કારણે મોત વાલુ કરતા પહેલા વિડીયો બનાવનાર ચકચારી આઇશા આપઘાત કેસમાં તેના પતિને નામદાર કોર્ટે દસ વર્ષની સજા ફટકારેલ છે.
ચાર્જશીટ : ૫૭ દિવસમાં કરવામાં આવેલ છે.
ચુકાદાની તા. ૨૮/૦૪/૨૦૨૨
આરોપીને ૧૦ વર્ષની સજા કરવામાં આવેલ છે.
(૯) વડોદરા શહેર :
ડી.સી.બી. પો.સ્ટે. ફ. ગુ.ર. નં. ૦૪/૨૦૧૮, ઇપીકો કલમ-૩૭૬(એફ),૫૦૬(૨) તથા પોક્સો એકટ ૨૦૧૨ ની કલમ-૩(એ),૪,૫(જે)(૨),૯(એમ), ૧૦ મુજબના ગુનાના કામે મે. વડોદરાના એડીશનલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ તથા
સ્પેશીયલ જજ, પોક્સો કોર્ટ (શ્રી આર.ટી.પંચાલ) સાહેબશ્રીની કોર્ટ, વડોદરા દ્રારા “સ્પેશીયલ પોક્સો કેસ નં. ૫૩/૨૦૧૮ ” ના કામે આરોપી અનીશખાન સલાઉદ્દીન પઠાણને ગુનાના કામે આજીવન કેદની સજા ફરમાવવામાં આવે તથા ૧,૦૦,૦૦૦/- નો દંડ કરેલ.
આરોપીને ગુનાના કામે આજીવન કેદની સજા કરવામાં આવેલ છે.
(૧૦) વડોદરા શહેર :
રાવપુરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૯૧/૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૬(૨), (એમ), (એન), ૩૭૬(૩), ૩૭૬ડીએ, ૩૭૭, ૩૬૩, ૩૯૪, ૩૨૩, ૫૦૬(૨), ૧૧૪ તથા પોકસો એકટ કલમ ૪(૨), ૬(૧), ૮,૧૦,૧૭ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના
આરોપીઓ (૧) કિશનભાઈ કાળુભાઈ માથાસુરીયા (દેવીપુજક) ઉં.વ.૨૮ તથા (૨) જશો વનરાજ સોલંકી (દેવીપુજક) ઉં.વ.૨૧ નાઓ વિરૂધ્ધમાં તમામ પુરાવાઓ એકઠા કરી ૧૫૦૦ પાનાની ચાર્જશીટ સમય મર્યાદામા તૈયાર કરી ડીસ્ટ્રીક્ટ એન્ડ
સેશન્સ કોર્ટ (પોક્સો કોર્ટ) વડોદરા ખાતે તા.૨૧/૦૧/૨૦૨૦ ના રોજ મોકલી આપેલ હતી.
આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલ છે.
(૧૧) વડોદરા શહેર:
વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં રહેતી ડ્રામા આર્ટિસ્ટ પ્રાચી મૌર્યને ગળે ટૂંપો આપીને હત્યા કરીને લાશને રોડ ઉપર રઝળતી મુકી દેવાના ત્રણ વર્ષ પૂર્વેના ચકચારી પ્રકરણમાં આરોપી વસીમ મલેકને સેશન્સ કોર્ટે દોષીત
ઠેરવીને જનમટીપની સજા ફટકારી હતી.
આરોપીને જનમટીપની સજા કરવામાં આવેલ છે.
12 ) સુરત ગ્રામ્ય :
સુરત શહેરને અડીને આવેલા વરેલી વિસ્તારની માત્ર ૭ વર્ષની માસુમ બાળકીનું અપહરણ અને બળાત્કાર ગુજારવાના અધમ કૃત્યમાં હવસખોરને પલસાણા કોર્ટે ઉદાહરણરૂપ ચુકાદો આપી હવસખોરને જિંદગીના અંતિમ શ્વાસ
સુધી આજીવન આકરી કેદની સજા ફટકારવા ઉપરાંત બાળકીને ૧૫ લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો.
આરોપીને જિંદગીના અંતિમશ્વાસ સુધી કેદની સજા કરવામાં આવેલ છે.
(૧૩) સુરત ગ્રામ્ય :
સુરત (ગ્રામ્ય) જીલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન ગુ.ર. નં.૧૧૨૧૪૦૨૦૨૨૦૩૧૮/૨૦૨૨, ઇપીકો કલમ-૩૦૨,૩૦૭ મુજબનો ગુનો તા. ૧૩/૦૨/૨૦૨૨ ના રોજ નોંધાયેલ. સદર ગુનાના કામે મરણજનાર ગ્રીષ્માબેનનું જાહેરમાં ગળુ કાપી ઘાતકીય રીતે હત્યા કરેલ છે.
આરોપી ફેનીલ પંકજભાઇ ગોયાણીને સજા થયેલ છે.
ચાર્જશીટ : ૮ દિવસમાં કરવામાં આવેલ છે.
ચુકાદાની તા. ૦૫/૦૫/૨૦૨૨
આરોપીને ફાંસીની સજા કરવામાં આવેલ છે.
14 રાજકોટ ગ્રામ્ય:
ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામે ૧૬ વર્ષની સગીરા ઉપર શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારીને મદદ કરનાર સગીરાની સગી માતા તથા અન્ય આરોપીને દસ વર્ષ કેદની સજા ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવી છે.ગોંડલ તાલુકાના
પાટખીલોરી વિસ્તારમાં રહેતી સગીરાને ઘરે તોલીયા ઉર્ફે તોરપીંગ (શંકર) નામનો વ્યકિત અવાર-નવાર આવતો હોય અને સગીરાની માતા તથા અન્ય નાથાભાઇ ભીખાભાઇ ભાસ્કરની મદદગારીથી તોલીયા ઉર્ફે તોરસીંગ (શંકર) સગીરા સાથે
અવાર નવાર શરીર સબંધ બાંધ્યો હતો. જેને કારણે સગીરા ગર્ભવતી થયેલ અને એક પુત્રનો જન્મ આપેલ હતો. આરોપીઓ તોલીયા ઉર્ફે તોરસીંગ (શંકર), ભોગ બનનારની માતા, નાથાભાઇ ભીખાભાઇ ભાસ્કરને પોસ્કો એકટની કલમ વિગેરેના
ગુન્હામાં તકસીરવાન ઠરાવી સેશન્સ જજ વી.કે. પાઠકે દસ વર્ષની કેદની સજા કરવામાં આવેલ છે.
મુખ્ય આરોપી, પિડીતાની માતા સહિત ૩ ને ૧૦ વર્ષની સજા કરવામાં આવેલ છે.
) ગાંધીનગર :
સાંતેજ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૧૬૦ર૫ર૧૦૩૬૯ /ર૦ર૧ ઇ.પી.કો.ક. ૩૦ર, ૩૬૩, ૩૬૬, ૩૭૬(એ), (બી), ૪૪૯ તથા પોકસો એકટની ક. ૪,૬ મુજબના ગુનાના આરોપી નામે વિજયજી પોપટજી ઠાકોર રહે
. ગાંધીનગર નાઓને આજીવન કેદની સજા કરેલ છે.
ચાર્જશીટ : ૨૬ દિવસમાં કરવામાં આવેલ છે.
ચુકાદાની તા.૧૨/૧૦/૨૦૨૧
આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવેલ છે.
(૧૬) ખેડા :
કપડવંજની એક સગીરા ઉપર આજથી દશ મહિના અગાઉ બે આરોપીઓએ કરેલા દુષ્કર્મનો કેસ આજે નડિયાદની પોક્સો કોર્ટમાં ચાલી ગયો. માત્ર પાંચ દિવસ જ ચાલેલા આ કેસમાં કોર્ટે કપડવંજ તાલુકાના ગાડીયારા
ગામે રહેતો આરોપી દેવરાજ ઉર્ફે ધર્મેશ ઉર્ફે ધમો વિજયસિંહ ઝાલા અને નડિયાદ તાલુકાના સોડપુરા ગામે રહેતો આરોપી નવનીત દિનેશભાઇ પરમારને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે ૪-૪ લાખ
રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે.
બંને આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલ છે.
) ખેડા :
મહેમદાબાદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૪૦૪૧૨૦૧૩૩૫/૨૦૨૦ મુજ્બના ગુનાના આરોપી પ્રવિણસિંહ ચંદુસિહ રાઠોડ ને ૦૫/૦૭/૨૦૨૧ના રોજ નામદાર કોર્ટ દ્વારા આરોપી ને ૧૦ વર્ષની સજા આપવામાં આપેલ છે.
ચાર્જશીટ : ૧૨ માસમાં કરવામાં આવેલ છે..
ચુકાદાની તા. ૦૫/૦૭/૨૦૨૧
આરોપી ને ૧૦ વર્ષની સજા કરવામાં આવેલ છે.
(૧૮) ખેડા :
વસો પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૪૦૬૫૨૧૦૦૨૨/૨૦૨૦ મુજબના ગુનાના કામે આરોપી યોગેશ સનાભાઇ ઝાલા ને ૦૧/૧૦/૨૦૨૧ના રોજ નામદાર કોર્ટ દ્વારા આરોપી ને ૧૦ વર્ષની સખત કેદ તથા રૂ.દસ હજાર દંડ ની સજા આપવામાં આવેલ છેછે.
ચાર્જશીટ : ૧૨ માસમાં કરવામાં આવેલ છે..
ચુકાદાની તા. ૦૧/૧૦/૨૦૨૧
આરોપી ને ૧૦ વર્ષની સજા કરવામાં આવેલ છે.
19 બોટાદ :
બોટાદમાં ત્રણ વર્ષ પુર્વે છ વર્ષીય બાળકીને પંતગ અપાવવાની લાલચ આપી ખુલ્લા પ્લોટીંગમાં લઈ જઈ શખ્સે દુષ્કર્મ આચર્યુ હતુ. બનાવ સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. અને બોટાદ પોલીસે ગુનો
દાખલ કરી આરોપીની ભાળ મેળવવા સ્કેચ જારી કરી પોલીસ વિભાગની જુદી જુદી ટીમો બનાવી શખ્સને ઝડપી પાડયો હતો. ઉક્ત કેસ આજરોજ બોટાદ ન્યાયાલયમાં ચાલી જતા આરોપી કુલદિપસિંહ ઉર્ફે અરૂણ રાજુભા પરમારને તકસીરવાન
ઠરાવી ૨૦ વર્ષના કારાવાસની સજા અને આરોપીને ૫ હજાર રોકડ દંડ તેમજ ભોગ બનનારને રૂપિયા ૫ લાખનું આથક વળતર આપવા પણ હુકમ ફરમાવ્યો હતો.
આરોપી કુલદિપસિંહ ઉર્ફે અરૂણ રાજુભા પરમારને
આરોપીને ૨૦ વર્ષના કારાવાસની સજા કરવામાં આવેલ છે..
20 ) મહીસાગર :
કોઠંબા પો.સ્ટે. ફ. ગુ.ર. નં. ૧૧૧૮૭૦૦૫૨૧ ૦૦૧૬/૨૦૨૧, ઇપીકો કલમ-૩૦૨ તથા જીપીએકટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામે મહીસાગર જિલ્લાના મહેરબાન સેશન્સ જજ સાહેબશ્રીની કોર્ટ, લુણાવાડા દ્રારા “સેશન્સ કેસ નં. ૩૯/૨૦૨૧” ના કામે આરોપી રાજેશભાઇ ઉર્ફે દેવો રમણભાઇ પટેલીયા (ઠાકોર)ને ગુનાના કામે આજીવન કેદની સજા ફરમાવવામાં આવે તથા ૧૦,૦૦૦/- નો દંડ કરેલ.
આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવેલ છે.
(૨1) વડોદરા ગ્રામ્ય :
વડોદરા જીલ્લાના ડભોઇ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૨૯/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૩૫૪, ૩૭૬, ૫૧૧, ૫૦૬(૧) તથા પોકસો એકટ ૨૦૧૨ની કલમ ૩,૪,૫(એમ), ૬,૭,૮ મુજબના ગુના આરોપી જમાલભાઇ ઉર્ફે જુમમાદાદા હરસુભાઇ મીરર્ઝા ઉંમર વર્ષ ૬૫, રહે.
નાંદોદી ભાગોળ, શકિતનગર, ડભોઇ,તા. ડભોઇ, જિ. વડોદરા નાઓને મે. વડોદરાના એડીશનલ ડીસ્ટ્રીકટ અને સેશનસ જજ તથા સ્પેશીયલ જજ, પોકસો કોર્ટ (શ્રી આર.ટી.પંચાલ) સાહેબશ્રીની કોર્ટ, વડોદરા નાએ સજા કરેલ છે.
ચાર્જશીટ : ૪૫ દિવસમાં કરવામાં આવેલ છે.
ચુકાદાની તા. ૧૦/૦૩/૨૦૨૨
આરોપીને ૨૦ (વીસ) વર્ષની સખત કેદની સજા કરવામાં આવેલ છે.
(૨૨) ભાવનગર:
ભાવનગરમાં રહેતા એક શ્રમજીવી પરિવારની માનસિક અસ્વસ્થ ૧૪ વર્ષીય સગીરાને થોડા દિવસ પૂર્વે ચોકલેટ અને બિસ્કીટ અપાવવાની લાલચ આપી કાળિયાબીડ અને ત્રાપજ ગામે ૨હેતા ત્રણ શખ્સો કારમાં અપહરણ કરી લઇ જઇ
ચાલુ કારે જ સગીરા ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. જે મામલે પોલીસે ગેંગરેપનો ગુનો દાખલ કર્યો હતો અને માત્ર ૨૪ કલાકના સમયગાળા દરમિયાન તમામ ડિપાર્ટમેન્ટને સાથે રાખી પોલીસે કાર્યવાહી કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જે કેસ
સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા અદાલતે ૫૨ દિવસમાં, ૧૨ મુદતના અંતે ત્રણેય ગેંગરેપના આરોપીઓને ત્રણેય અપરાધી મનસુખ સોલંકી, સંજય મકવાણા, મુસ્તુફા શેખને સજા થયેલ છે.
ચાર્જશીટ : ૨૪ કલાકમાં કરવામાં આવેલ છે.
ચુકાદાની તા. ૦૬/૦૪/૨૦૨૨
આજીવન કેદની સજા કરવામાં આવેલ છે.
(૨૩) બનાસકાંઠા :
દાંતીવાડા પો.સ્ટે. ગુ.ર. નં. ૧૧૧૯૫૦૬૧૨૦૦૭૮૪, ઇપીકો કલમ-૩૬૪,૩૭૬(એ)(બી),૩૦૨ તથા પોક્સો એકટ કલમ-૪,૬ ના ગુનાના આરોપી નીતિન કિશોરભાઇ ચૌહાણ (માળી) નાને ભાખર ગામે મુખ બધીર સગીર બાળકીની બળાત્કાર તથા
હત્યા ના ગુનામાં એડી.સેશન્સ જજશ્રી ડીસા નાઓ ધ્વારા સજા કરવામાં આવેલ છે.
ચાર્જશીટ : ૫૪ દિવસમાં કરવામાં આવેલ છે.
ચુકાદાની તા. ૨૭/૦૪/૨૦૨૨
આરોપીને ફાંસીની સજા કરવામાં આવેલ છે.
(૨૪) તાપી-વ્યારા :
વ્યારા પો.સ્ટે. ગુ.ર. નં. ૧૧૮૨૨૪૦૦૧૨૧૦૨૭૪, ઇપીકો કલમ-૩૬૩,૩૭૬(૩), પોસ્કો કલમ-૩,૪ મુજબના ગુનાના આરોપી વીક્કી વિનોદભાઇ બાબુભાઇને સજા થયેલ છે.
આરોપીને ૨૦ વર્ષની સજા થયેલ છે.
આમ રાજ્ય સરકાર અને ન્યાયાલય આવા આરોપીઓને કડકમાં કડક સજા કરીને એ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કેરાજ્યમાં મહિલાઓ અને બાળકો પ્રત્યે અપરાધ કરનારા નાના માં નાના આરોપીઓને બક્ષવામાં નહી આવે,,
crime
પોલીસ ઇન્સ્પેકટર ની કરાઈ બદલીઓ
પોલીસ ઇન્સ્પેકટર ની કરાઈ બદલીઓ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ ની બદલીઓ નો દોર શરૂ કર્યો છે..ગૃહ વિભાગ દ્વારા 113 પોલીસ ઇન્સ્પેકટર ની બદલીઓ કરી દેવામાં આવી છે જેને લઇ ને કેટલીક જગ્યાએ પોલીસ અધિકારીઓ માં ગમગીની જોવા મળી રહી છે
crime
આઈ પી એસ પૈસા બહુ ખાય છે એજ પગાર વધારવા દેતા નથી ? મૃતક ની ચેટ વાયરલ થઇ ?

આઈ પી એસ પૈસા બહુ ખાય છે એજ પગાર વધારવા દેતા નથી મૃતક ની ચેટ વાયરલ થઇ ?
મુખ્યપ્રધાન ના મત વિસ્તાર માં રહેતા પોલીસ કોન્સ્ટેબલે કેમ પરિવાર સાથે આત્મહત્યા કરી ?
અમદાવાદ શહેરમાં આપઘાતના કેસોમાં થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ માં ગોતામાં રહેતા એક પોલીસ કોન્સ્ટેબલે તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કરી ને જીવન ટૂંકાવી દીધું છે.ગોતા વિસ્તારમાં દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે. તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં.
જોકે પોલીસ કોન્સ્ટેબલ ના આપઘાત કરવા પાછળ કોઈ કારણ છે હાલમાં જાણી શકાયું નથી. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યારે તો આપઘાત કરનાર પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. કુલદીપસિંહનાં બહેન તેમની નજીકમાં જ રહે છે. આપઘાત પાછળનાં કારણો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે..
અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાની આ ઘટના એ સમગ્ર બેડા ને હચમચાવી દીધો છે. કુલદીપસિંહ અને તેમના પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે.
કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે મૃતક કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમનાં પત્ની સિહોરની બાજુમાં આવેલા વડિયાનાં રહેવાસી હતાં. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે એક તપાસ નો વિષય છે. તેમના પડોશમાં જ તેમનાં બહેન રહે છે, કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જોકે તેમના ભાઈ સહીત પરિવારે કેમ આત્મહત્યા કરી કેમ તે અંગે તેમને અંદાજ પણ ન હતો.
crime
ક્યાં કારણોસર 116 પી એસ આઈ ની કરાઈ બદલી

ક્યાં કારણોસર 116 પી એસ આઈ ની કરાઈ બદલી
ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022 માં યોજાનાર ચૂંટણી ને ધ્યાને રાખી ને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 116 પી એસ આઈ ની બદલી કરી દીધી છે આ તમામ પી એસ આઈ ની આંતરિક બદલી વહીવટી કારણોસર કરાઈ છે.જોકે કેટલાક પી એસ આઈ પોતાના મનગમતા પોસ્ટિંગ ને લઇ ગોડ ફાધર ને શરણે પહોંચ્યા છે જોકે તેમનું ચાલશે કે કેમ તે સમય બતાવશે.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ