AMC પર હવે પ્રધાનના ભાઇનો દબદબો
શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના ભાઇ રમેશ મેરજાની એએમસીમાં બદલી કર્યા બાદ તેમને દમદાર વિભાગો પણ
આપવામાં આવ્યા છે, તેમને 20 વિભાગોની જવાબદારી સોપાઇ છે, જેમાં તેમને મેટ્રોથી લઇને સિંગ્નલ અને બ્રિજો થી લઇને સીએમ
સ્વાગત જેવા વિભાગોની જવાબદારી તેમને અપાઇ છે, ભવિષ્યમા ઇલેક્શનની જવાબદારી પણ તેમની પાસે રહેશે,,
આચાર્ય સંઘના જય પ્રકાશ પટેલ સામે માધ્યમિક શિક્ષક સંઘે બાંયો ચઢાવી !
અમદાવાદ મહાનગર પાલિકામાં શ્રમરોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના ભાઇ અને સીએમ ભુપેન્દ્ર પટેલના વિશ્વાસુ એવા
રમેશ મેરજાની બદલી તો કરાઇ છે, પણ તેમને મહત્વના કહી શકાય તેવા વિભાગો પણ સોપાયા છે, જેને હેવી વેઇટ
પોર્ટ ફોલિયો માનવામાં આવે છે,, તેમને આપેલા વિભાગોની વાત કરી એ તોઅમૃત-જેએનયુઆરએમ અને મેટ્રો રેલ પ્રોજેક્ટના વિકાસની કામગીરી તેમને માથે રહેશે,
વડા પ્રધાન નરેન્દ્રમોદીનો મેટ્રો રેલ પ્રોજેક્ટ ડ્રીમ રહ્યો છે,,,
પરિણામે 2022ના ઇલેક્શન માટે પ્રોજેક્ટને મહત્વપુર્ણ માનવામાં આવે છે,,ટ્રાફિક એન્જિયરિંગ એન્ડ સિગ્નલ ,રોડ, બિલ્ડીંગ અને બ્રિજ પ્રોજેક્ટની જવાબદારી સોપાઇ છે, મહત્વપુર્ણ બાબત એ છે કે ચોમાસા દરમિયના
શહેરમાં રોડ તુટવાની ઘટના બનશે, સિગ્નલો ખોરવાશે, ટ્રાફિકને લઇને મોટી સમસ્યા સર્જાવાની છે, સાથે વિવિધ બ્રિજોને લઇને પણ
અનેક સમસ્યા બનતી હોય છે, નવા બ્રિજો બનાવવાની કામગીરી સમય પુર્ણ કરવા જેવી બાબતોને સમાવેશ થશે,
શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના ભાઇની બદલી અમદાવાદ મહાનગર પાલિકા કેમ કરાઇ !
વરસાદી પાણીનો નિકાલ, ગટર વ્યવસ્થા સુદ્રઢ કરવી,એસટીપી,સીએનસીડી અને સ્લોટર હાઉસની જવાબદારી પણ તેમના માથે છે
જેથી આગામી દિવસોમાં પશુ લાયસંસનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહેવાની છે, માલધારીઓનો આ નવા કાયદાનો વિરોધ થઇ રહ્યો છે
તેવામાં તેમની સામે મોટા પડકારો રહેશે
કોવીડ કેર, સેન્ટ્રલ લેબોરેટરી, અને 104નુ ઓપરેશન પણ તેમના હાથે છે,,જેથી આગામી દિવસોમાં શહેરમાં વકરતા કોરોનાના કંટ્રોલને લઇને
જવાબદારી સોપાઇ
સાથે સ્થાનિક ઇલેક્શન અને સીએમ સ્વાગતની જવાબદારી પણ તેમને સોપાઇ છે,
આમ તેમને અનેક મોટી જવાબદારી સાથે સીએમ ભુપેન્દ્ર પટેલે પાટણથી અમદાવાદ મોકલ્યા છે, ત્યારે કેટલાક ડેપ્યુટી કમિશ્નર્સને
આ વાત ગળે ઉતરી રહી નથી, જેને લઇને આગામી દિવસોમાં ખેચ તાણ જેવી સ્થિતિ પણ સર્જાઇ છે,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ