અમદાવાદ
૧૪ નવેમ્બરકો શાદી તય હો ગઇ હૈ-કટોકટીમાં સત્યાગ્રહની તારીખ નક્કી કરવા માટે આ હતો કોડવર્ડ !
કટોકટીનો કલંકિત ઇતિહાસ જાણો:
૨૫ જૂન ૧૯૭૫:
કટોકટી સમયે લોકતંત્રની રક્ષા માટે
પચ્ચીસ વર્ષના નરેન્દ્ર મોદીનો સંઘર્ષ
• કિશોર મકવાણા
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
##આજીવન પોતાની સત્તા ટકાવી રાખવા ઇન્દિરા ગાંધીએ વિરોધ પક્ષો, સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો, લોકતંત્ર, ન્યાયાલય, મીડિયા અને સંવિધાનનું ગળું દબાવી દીધું હતું.
##નરેન્દ્ર મોદી લખે છે: ‘સત્યાગ્રહ નક્કી થયાનો સંદેશો ‘શાદી તય હો ગઇ હૈ’ના કોડમાં આવવાનો હતો. હું પણ અમદાવાદમાં એક ફોન સામે દિૃલ્હીના ફોનની રાહ જોતો બેઠો હતો.’
##ખ્યાતનામ પત્રકાર ટુલી કહે છે : કટોકટી વખતે મને ચોવીસ કલાકમાં દેશ છોડી દેવાનું કહેવાયેલું. કારણ કે હું સેન્સરશિપ સાથે સહમત નહોતો. મારી ધરપકડ કરી, કપડાં ઉતારી, મને તમાચો મારવામાં આવેલો.
##ઇન્દિરાએ ઇમરજન્સીના ઓઠા હેઠળ 253 પત્રકારોને જેલમાં કેદ કર્યા હતા. તેમાંથી 110 ને ખતરનાક મીસા કાનૂન (MISA) હેઠળ (બિનજામીનપાત્ર), 110 ને ડિફેન્સ ઓફ ઇન્ડિયા રૂલ્સ (ડીઆઈઆર) હેઠળ અને 33 અન્ય કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
૨૫ જૂન ૧૯૭૫ ની મધરાતે એ વખતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકોટી લાદી, દેશના બધા જ રાજકીય પક્ષોના નેતાોને જેલમાં પૂરી દીધાં હતા, તો રાષ્ટ્રીય સ્વયંસેવક જેવા સાંસ્કૃતિક સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધો, એટલું જ નહીં મિડીયા ઉપર પણ નિયંત્રણો મૂકી દીધાં. છાપા-મેગેઝિન સરકાર કે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ એક શબ્દૃ લખી શકતા નહીં. સ્થિતી કેવી ભયાનક હશે એનું અનુમાન કરવા દેશના ખ્યાતનામ પત્રકાર માર્ક ટૂલીનો અનુભવ કાફી છે. માર્ક ટુલી કહે છે : કટોકટી વખતે મને ચોવીસ કલાકમાં દેશ છોડી દેવાનું કહેવાયેલું. કારણ કે હું સેન્સરશિપ સાથે સહમત નહોતો. મારી ધરપકડ કરી, કપડાં ઉતારી, મને તમાચો મારવામાં આવેલો.
ઈન્દિરા ગાંધીએ કટોકટી સમયે લોકતંત્રને ગળે ટૂંપો દઇ લીધો હતો અનેબંધારણને કચડી નાંખેલું. ઇમરજન્સીના ઓઠા હેઠળ 253 પત્રકારોને જેલમાં કેદ કર્યા હતા. તેમાંથી 110 ને ખતરનાક મીસા કાનૂન (MISA) હેઠળ (બિનજામીનપાત્ર), 110 ને ડિફેન્સ ઓફ ઇન્ડિયા રૂલ્સ (ડીઆઈઆર) હેઠળ અને 33 અન્ય કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ભારતમાં 29 વિદેશી પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેથી ઈન્દિરાના કાળા કૃત્યો દુનિયા સામે આવી ન શકે. ‘શંકર’ નામના કાર્ટુન મેગેઝીનને ધમકી આપી બંધ કરી દેવામાં આવેલું.
દરેક અખબાર અને ન્યૂઝ એજન્સીએ સરકારના અધિકારી દ્વારા સમાચાર છપાતા પહેલા નજર નાંખવામાં આવતી. અધિકારી કહે એ સમાચાર જ છપાતા. દેશભરના મીડિયાને ઇન્દિરાએ કાનૂનના સકંજામાં કેદ કરી રાખેલું. દેશમાં ત્રણ વર્ષ આવી ભયાનક આતંક ભરી સ્થિતિ રહી. બંધારણનો ત્રણ ખંડ: મૂળભૂત અધિકાર રદ કરી દેવામાં આવેલો. બંધારણના આમુખમાં ઘાલમેલ કરી નાખી. મીડિયા અને પ્રજા બધાના મૌલિક અધિકાર છીનવી લીધેલા. આ બધા કાળા કામ માત્ર પોતાની સત્તા રાખવા માટે કરવામાં આવ્યા હતા.
સમગ્ર દેશની પ્રજાએ કટોકટીને લોકતંત્રનું ગળુ ઘોટવાના કૃત્ય તરીકે જોયો હતો અને એનો દેશભરમાં જોરદાર વિરોધ થયો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા અને એમણે એનો સામનો લોકશાહીના એક સૈનિકની હેસિયતે કર્યો હતો. ભારતમાં કટોકટી લાદવામાં આવેલી ત્યારે નરેન્દ્ર મોદીની ઉંમર હતી માત્ર ૨૫ વર્ષ… પણ ભારતના દિગ્ગજ રાજનેતાઓ એમને નામથી ઓળખતા. એમની આયોજન અને સંગઠનથી શક્તિ પરિચિત સંઘે કટોકટી દરમ્યાન ભૂગર્ભ ચળવળને વેગ આપવા પ્રાંતના સંગઠક તરીકે નરેન્દ્ર મોદીને જવાબદારી સોંપી હતી. નરેન્દ્ર મોદી એ ભૂગર્ભમાં રહીને કટોકટી સામેની ચળવળનું માર્ગદર્શન કરેલું. એમની ઉપર ધરપકડનું વોરંટ હતું. જો કે પોલીસ એમને શોધતી રહી પણ કટોકટી હટી નહીં ત્યાં સુધી એ પકડાયા નહોતા. અઢી વર્ષ ચાલેલી એ કટોકટીને નરેન્દ્ર મોદીએ પોતે લખેલા પુસ્તક – ‘સંઘર્ષમાં ગુજરાત માં હુબહુ આલેખ્યું છે. ‘સંઘર્ષમાંગુજરાત’ પુસ્તકએ કટોકટી દરમિયાનની લોકતંત્રના રક્ષણ માટે ભૂગર્ભમાં ચાલેલી ચળવળનો એક જીવંત દસ્તાવેજી ઇતિહાસ છે. એ સમયે કટોકટી આવી કેવી રીતે એ વિશે તો ઘણું લખાયેલું. પરંતુ કટોકટી ગઇ કેવી રીતે એ વિશે ખાસ કંઇ લખાયેલું નહીં. વીસ માસ સુધી લોકતંત્રની રક્ષા માટે લગાતાર કરવા પડેલા સુનિયોજિત સંઘર્ષનો કેટલાં-કેવાં વિવિધ, સુક્ષ્મ, જ્ઞાત-અજ્ઞાત સ્ત્રોતો હતાં તેની આ પુસ્તક એક ભવ્ય ગાથા છે. સ્વાતંત્ર સંગ્રામની ચળવળ જેટલું જ આ લોકશાહીના રક્ષણ માટે ખેલાયેલા સંઘર્ષનું મૂલ્ય છે. નરેન્દ્ર મોદીએ આ પુસ્તકમાં હૂબહૂ એ સંઘર્ષને આલેખ્યો છે. ૧૯૭૫માં ‘સંઘર્ષમાં ગુજરાત’ પુસ્તકની એક જ મહિનામાં બીજી આવૃત્તિ છપાવવી પડેલી. એ સમયે એ પુસ્પુતકનું વિમોચન તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઇ જસભાઇ પટેલે કરેલું અને આ પુસ્તક એટલું રસાળ શૈલીમાં લખાયું છે કે એક જ બેઠકે વંચાઇ જાય અને લોકશાહીની રક્ષા માટે કેવો ભીષણ સંઘર્ષ ખેલાયેલો એ વાચકની આંખ સામે તાદ્રશ્ય થાય છે.
ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ચંદ્રકાન્ત બક્ષીએ બે દાયકા પહેલાં પોતાને ગમતા બે પુસ્તકમાં એક નરેન્દ્ર મોદીના ‘સંઘર્ષ ગુજરાત પુસ્તકને ગણાવેલું. નરેન્દ્ર મોદીનું આ પ્રથમ પુસ્તક છે. આ પુસ્તક તેમણે એક લેખક તરીકે નહીં પણ એક સૈનિકની હેસિયતથી લખેલું. નરેન્દ્ર મોદી કહે છે : ‘સંઘર્ષમાં ગુજરાત મેં માત્ર યાદશક્તિના આધારે લખેલું. મારી પાસે કાગળ અને પેન જ હતા. કોઇપણ બીજું મદદરૂપ થાય એવું સાહિત્ય નહોતું. મેં ૨૩ દિૃવસમાં એ પુસ્તક પુરું કરેલું. મારી યાદશક્તિ કાંઇક જુદા જ પ્રકારની છે. હું કોઇ નોંધ નથી રાખતો. યાદદાસ્તમાંથી લખું છું. નરેન્દ્ર મોદી પણ ‘સંઘર્ષમાં ગુજરાત પુસ્તકના લેખકની સાથે-સાથે તેનું એક લડાયક અને સંઘર્ષશીલ ર્પાા પણ હતા. સમગ્ર કટોકટીકાળ દરમિયાન તેઓ ભૂગર્ભ પ્રવૃત્તિના કેન્દ્રીય સૂત્રધાર હતા. એ વખતે એમણે જે જોયું, અનુભવ્યું અને વેઠ્યું એને નમ્રપણે આલેખ્યું છે. કટોકટીના કાળ અધ્યાય સામેનો સંઘર્ષ ગમે તેટલો અવિસ્મરણીય હોય પણ એની રજૂઆત જો સશક્ત-સબળ ન હોય તો એ પુસ્તક ક્યારેય વાચકભોગ્ય ન જ બની શકે. આ પુસ્તકમાં સંઘર્ષરત નરેન્દ્ર મોદી વધારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પચ્ચીસ વર્ષના યુવાન નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા જ પુસ્તકને જે રસાળ શૈલીમાં રજૂ કર્યું છે એ અનન્ય છે. એનો પુરાવો એ છે કે માત્ર વીસ દિૃવસમાં જ આ પુસ્તકની ત્રણ હજાર પ્રતો ખપી ગઇ. એક જ મહિનામાં એની બીજી ૩૦૦૦ નકલો
છપાવવી પડેલી. એ સમયે જાહેરજીવનમાં પડેલા લોકો આ પુસ્તક વાંચવાનું ચુકતા નહી. એમાં તે સમયના મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલ પણ ખરાં ! બાબુભાઈ જસભાઈ પટેલે પુસ્તક વાંચ્યા પછી પ્રતિક્રિયા વ્યક્ત કરેલી કે, ‘સંઘર્ષમાં ગુજરાત પુસ્તક હાથમાં આવ્યું ત્યારે તો લાગેલું કે વાંચવાનો સમય નહીં મળે, પરંતુ પ્રવાસમાં પુસ્તક સાથે લીધું અને આખેઆખું વંચાઇ ગયું. પુસ્તકની વિગતો રસપ્રદ, પ્રેરક અને જિજ્ઞાસા ઉત્તેજિત કરે તેવી છે. અત્યાર સુધીમાં આ પુસ્તકની ઘણી આવૃત્તિ પ્રગટ થઇ ચૂકી છે. આટલા વર્ષેય આ પુસ્તક એટલું જ પ્રસ્તુત અને તરોતાજા છે, જેટલું એ સમયે… એ વખતે નરેન્દ્ર મોદી અમદાવાદના કાંકરિયા – મણિનગર વિસ્તારમાં આવેલા
આરએસએસના પ્રદેશ કાર્યાલયમાં રહેતા. સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જો કે સંઘ પર પ્રતિબંધ આવે તે પહેલાં જ નરેન્દ્ર મોદી સહિત કાર્યકરોએ સંગઠનના સંપર્ક માટેની વ્યવસ્થા ગોઠવી દીધી. પ્રતિબંધ પહેલાં તો પ્રાંતનાં પ્રમુખ સ્થાનોનું વ્યવસ્થાતંત્ર ગોઠવાઇ ગયું. સંઘની હંમેશ મુજબ ચાલતી ઓફિસોમાં કામ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું. નરેન્દ્ર મોદી નવા મકાનની વ્યવસ્થા તપાસવા માટે બહાર ગયા હતા. બપોરે બાર વાગ્યે બધી વ્યવસ્થા ગોઠવી નરેન્દ્ર મોદી સ્કુટર દ્વારા પાછા ફરી રહ્યા હતા, ત્યાં તો અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી સંઘની ઓફિસ બહાર પોલીસવાન ઊભેલી જોઇ !
નરેન્દ્ર મોદીનું સ્કુટર આગળ વધી રહ્યું હતું. દૂરથી જ પોલીસવાનમાં સંઘના પ્રાંત પ્રચારક બેઠેલા જોયા. આખાય કાર્યાલયને પોલીસે ઘેરો ઘાલ્યો હતો. નરેન્દ્ર મોદીએ સ્કુટરની ઝડપ વધારી અને પોલીસની નજર ચૂકવી સરકી ગયા. અને સલામત સ્થળે પહોંચી જતાં પહેલાં, જાણીતા નંબરવાળું તેમનુંસ્કુટર એમણે નજીકના એક ઘરે મૂકી દીધું. પછી રિક્ષા લઇ એક કાર્યકર્તાના ઘરે પહોંચ્યા પછી, તપાસ કરી તો જાણવા મળ્યું કે સંઘ અને બીજી પચીસ સંસ્થાઓ પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. હવે નરેન્દ્ર મોદીની સૌથી મોટી મૂંઝવણ એ હતી કે ઘરપકડ કરાયેલા આરએસએસના પ્રાંત પ્રચારક કેશવરાવ દેશમુખ પાસે ખૂબ જ અગત્યના કાગળો હતા. એ કાગળો પોલીસના હાથમાં જાય એ પહેલા કેવી રીતે મેળવી લેવા. નરેન્દ્ર મોદીએ મણિનગરમાં એક બહેનનેબપોરે ચા-નાસ્તો લઇને મણિનગર પોલીસ સ્ટેશને પ્રાંતપ્રચારકને મળવા માટે મોકલ્યાં. તેમની પાસે થેલી, છાપાં, પુસ્તકો વગેરે પણ હતાં. જનાર બહેને શું કરવું, તેની સ્ાૂચનાઓ પણ અપાઇ હતી. તેમણે નરેન્દ્ર મોદીએબનાવેલી યોજના મુજબ પોલીસની નજર ચૂકવીને કેશવરાવની હેન્ડબેગમાંના બધા જ કાગળો છાપાં અને પુસ્તકો વચ્ચે મૂકી દીધા. સફળ રીતે એ કાગળો નરેન્દ્ર મોદી સુધી પહોંચી ગયા.
આ કાગળો ખૂબ અગત્યના હતા. ગુજરાતમાં ભૂગર્ભ પ્રવૃત્તિ ચલાવવા માટેનાં સરનામાં, ઉપરાંત તત્કાલીન સરસંઘચાલક બાળા સાહેબ દેવરસરજીએ સંઘ સ્વયંસેવકોને કટોકટીનો પ્રતિકાર કરવાનો આદેશ આપ્યો હતો. નરેન્દ્ર મોદીએ આવી તો અનેક યોજના બનાવી, કટોકીટના વીસ મહિના કેન્દ્રની સરકારીતંત્રની નાકામિયાબી પુરવાર કરતો ભૂગર્ભવાસ એમણે સેવ્યો અને સંઘર્ષ પ્રવૃત્તિ ચલાવ્યે રાખી… તેમને માટે લોકતંત્રની રક્ષા માટે સતત લડતા રહેવું અને પોલીસતંત્રથી બચતા પણ રહેવું એ તલવારની ધાર જેવું બની રહે. ગુજરાતમાં ભૂગર્ભ કાર્યકરોની સંખ્યા ઘણી મોટી હતી. શરૂઆતમાં આ સંખ્યા લગભગ સો જેટલી હતી. તેમાં મુખ્યત્વે સંઘ, જનસંઘ અને વિદ્યાર્થી પરિષદના કાર્યકરો હતા. ઓળખાઇ ન જવાય તે માટે ભૂગર્ભ કાર્યકરોએ સતત જાગ્રત રહેવું.
સામાન્ય જીવનમાં ઘોતી-ઝભ્ભા કે લેંઘામાં સજ્જ રહેતા સંઘ પ્રચારકોએ સાધુવેશ ધારણ કર્યો હતો. અને નામો પણ અવનવાં. પરિવારોની વચ્ચે ‘દાદા, ‘મામા ‘ભાઈ ‘મોટાભાઈ ‘નાના કાકા કે ‘મોટા કાકા ના નામથી જ સંબોધીને, બાકીના સાૈને અંધારામાં રાખવાનો પ્રયત્ન થતો, જ્યારે કાર્યકરો વચ્ચે ‘દીક્ષિત, ‘ર્ડા. ઉમેશ, ‘અજિત, ‘સ્વામીજી, ‘ચાૈધરી, ‘આનંદ, ‘અમિત, ‘નવીન, ‘લાલજી, ‘પ્રકાશ, ‘રણજીત, ‘બટુક, ‘તિમિર જેવા અનેક નામોની હારમાળા વચ્ચે સાૈ કામ કરતા સાૈની નવી વેશભૂષા પણ ભૂલમાં નાખી દે તેવી બહુરૂપી સમાન ! પારસી, વોરાજી, સરદારજી, એલ.આઇ.સી. ઓફિસર, સ્વામીજી, પ્રાધ્યાપક, ર્ડાક્ટર, અગરબત્તીના એજન્ટ, ર્પાકાર, જ્યોતિષી વગેરે અનેક પ્રકારના લોકોની હૂબહૂ નકલ કરવા સાૈએ પોતાનું વ્યક્તિત્વ પણ તે પ્રમાણે ઉપસાવવું પડતું. ભૂગર્ભવાસ દરમિયાન નરેન્દ્ર મોદી સ્વામીજી તરીકે વધુ જાણીતા બનેલા. હૂબહૂ સ્વામીજી લાગતા એ પરિવેશ એટલો સ્વાભાવિક લાગતો કે વર્ષોથી જાણીતા બનેલા પરિવારોને પણ પહેલી મુલાકાત વખતે સામે ચાલીને ઓળખ આપવી પડતી. સ્વામીજી જેવા લાગતા નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવાસ દરમિયાન અનેક લોકોના આગ્રહથી જાતજાતની સમસ્યાઓની સાચા-ખોટા ઉકેલ આપવા પડતા. લોકો એમને સ્વામીજી માનીને ઘરની સમસ્યાઓ કહેતા અને એમાંથી રસ્તો બતાવવાનું કહેતા. એકવાર એક કાર્યકરના ઘરમાં ભગવાં કપડાં પહેરીને સ્વામીજીના વેશમાં નરેન્દ્ર મોદી બેઠા હતા. એવામાં એક સંપ્રદાયનાએકઆચાર્યઆવી ચડ્યા. કાર્યકરના પરિવારજનોએ ઉદેપુરના સ્વામીજી તરીકે નરેન્દ્ર મોદીની ઓળખ આપી ! પેલા સંન્યાસી તો ભાત-ભાતની ધાર્મિક ચર્ચાએ પડ્યા. હવે એક સંન્યાસી અને બીજા સંજોગોવશાત્, બનેલ સ્વામીજી શાસ્ત્રાર્થે ચડી ગયા. કલાક સુધી ચાલેલા એ શાસ્ત્રાર્થમાં ‘સ્વામીજી’ એ ગાડું ગબડાવ્યે રાખ્યું ! આવનાર મહાત્માને જરાયે ગંધ ન આવવા દીધી કે આ બધું નાટક હતું ! લોકશાહીની રક્ષા માટે સંજોગવશ સ્વામીજીનો વેશ ધારણ કરવો પડ્યો છે. જો કે નરેન્દ્ર મોદીએ આવી જ રીતે સરદારજીનો વેશ પણ ધારણ કરવો પડેલો.નરેન્દ્ર મોદીએ પુસ્તકમાં લખ્યું છે :‘સરદારજીનો વેશ ધારણકરેલો, પ્રવાસમાં આવતા-જતા કોલેજિયનો દ્વારા જાણી જોઇને કહેવાતા ‘સરદારજીના જોક્સ સાંભળવાનું રોજનું બનીગયું હતું. કેટલાંક પરિવારમાંબાળકો પોતાના બાળમિત્રોને લઇ આવતા, નિર્દોષભાવે ‘સરદારજી પાસે સરદારજીના જોક્સ સંભળાવવાનો આગ્રહ રાખે ! અમારા સાૈના માટે નવા વેશમાં પોતાની જાતને ગોઠવવાનું શરૂઆતમાં અઘરૂં હતું પરંતુ દિૃવસો પસાર થતાઅને પરિસ્થિતિએ ઘણું બધું શીખવી દીધું. સંઘ પર પ્રતિબંધ અને એના કાર્યાલયને સરકારે તાળા મારી દીધેલા. પોલીસ સંઘના અધિકારીઓ અને પ્રચારકોને પકડવા ફાંફાં મારતી હતી છતાંય સંઘની બેઠકો ચાલ્યા કરતી. નરેન્દ્ર મોદી પુસ્તકમાં લખે છે : ‘ જુલાઇની રાત્રે ૮-૩૦ વાગે મણિનગરના એક કાર્યકરનું ઘર અમારી મીટિંગનું સ્થળ….ઘરનો આગળનો દરવાજો બંધ છે, આગળના રૂમની લાઇટ પણ બંધ ! મકાનની બહારના ચોકમાં પરિવારનાં એક બહેન અંધારામાં બેઠાં છે. બહારથી આવનાર દરેક નવી વ્યક્તિ ધીમે રહીને એક ‘કોડ વર્ડ કહે છે… અંદર પાછલા દરવાજેથી જવાની સૂચના મળે છે. નિશ્ર્ચિતસમય સુધીમાંબધા પહોંચી જાય છે.એર્કા થયેલ બધા જ ડી.આઇ.આર. માટેના વૉન્ટેડ લિસ્ટ પૈકીના જ સંઘના પ્રચારકો છે. પોલીસ તેમ જ પરિચતોની નજરથી બચવા સાૈએ આવશ્યક વેશપરિવર્તન કરેલું છે. અવાજ બહાર ન જાય એ માટે બંધ બારી પાસે રેડિયો ચાલુ કરીને મૂક્યો છે. બધા જ પ્રકારની ચકાસણી કર્યા પછી મીિંટગનો પ્રારંભ થયો
નરેન્દ્ર મોદીએ જ્યોર્જ ફર્નાન્ડીસ સાથેનો એક મજેદાર પ્રસંગ લખ્યો છે વહેલી સવારે ફરવા જવું એ મારો નિત્યક્રમ હોઇ આંબાવાડી વિસ્તારના પરિમલ ગાર્ડનમાં હું ફરવા માટે જતો. એજ સમયે પ્રભુદાસ પટવારી(પછીએ તામિલનાડુના રાજ્યપાલ બનેલા) પણ ત્યાં ફરવા આવતા. મારો તેમની સાથે નિકટ પરિચય જુલાઇના પ્રથમ સપ્તાહમાં જ થયો હતો. સંઘની ભૂગર્ભ વ્યવસ્થાને કારણે મારી પાસે દેશના ઘણાખરા સમાચારોની માહિતી રહેતી. હુ ં નિયમિત રીતે પ્રભુદાસભાઈને તેની જાણ કરતો. હું રા.સ્વ. સંઘનો પ્રચારક છું એ માહિતી પણ તેમને હત
જુલાઇના અંતમાં એક દિવસ તેમણે મને તેમના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. બરોબર ૧૦-૩૦ વાગે હું તેમના ઘરે પહોંચ્યો. શ્રી પ્રભુદાસભાઈ મારી રાહ જોતા જ બેઠા હતા. ઘરમાં એકદમ શાંતિ હતી. તેમણે મને પાસે બોલાવીને એકદમ ધીરેથી જણાવ્યું કે ૧૦ મિનિટમાં જ શ્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ અહીં આવવાના છે. તમે તેમને મળી શકો એટલા માટે તમને અહીં બોલાવ્યા છે. જોકે શ્રી ફર્નાન્ડિઝ ગુજરાતમાં રહેવા ઇચ્છે છે તેવો સંદેશો આ મુલાકાત પહેલાં મને મળી ગયો હતો. તેમણે શ્રી જ્યૉર્જની અમદાવાદમાં રહેવાની વ્યવસ્થા સંઘના કાર્યકરો કરે તેવી ઇચ્છા પ્રગટ કરી હતી. અમે આ પ્રકારની સલામત વ્યવસ્થા ગોઠવવામાં પ્રવૃત્ત હતા. આથી મને લાગ્યું કે કદાચ નિવાસવ્યવસ્થા અંગે શ્રી જ્યોર્જને મળવાનું ગોઠવાયું હશે…. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે તત્કાળ પૂરતી તેમની વ્યવસ્થા થઇ ગઇ હતી. અમારી વાતચીત ચાલુ જ હતી ત્યાં એક પીળા રંગની ફિયાટ બારણા પાસે આવીને ઊભી રહી. અંદરથી એક પડછંદકાય શરીર, ઇસ્ત્રી કર્યા વગરનો લખનવી ઝભ્ભો, માથે લીલા રંગનું કપડું, ચોકડીવાળી લુંગી, હાથમાં સોનેરી ચેઇનવાળી ઘડિયાળ, મોં પર ખાસ્સી વધી ગયેલી દાઢી સાથે ફકીરની પ્રતિભા ઊભી કરતા ‘બાબાના નામથી ઓળખાતા જ્યૉર્જ અંદર પ્રવેશ્યા. એ દિૃવસોમાં સંઘર્ષસાથીઓને આવી રીતે મળવું તે પણ એક આનંદનો પ્રસંગ બની રહેતો હતો. અમે એકબીજાને ભેટી પડ્યા અને સંઘર્ષ કરવાની સ્થિતિમાં હોવા અંગે એકબીજાને અભિનંદન આપ્યાં. એ સમયે ધરપકડથી બચવા મિટીંગનું સ્થળ નક્કી થતું પરંતુ એ બધું કોડવર્ડમાં.
નરેન્દ્ર મોદીએ પુસ્તકમાં આવી એક બેઠકનો ઉલ્લેખ કરતાં લખ્યું છે : ‘સત્યાગ્રહના પ્રારંભની તારીખ તથા તેનં સ્વરૂપ અને સમયમર્યાદા નક્કી કરવા માટે ઓક્ટોબરના અંતમાં દિૃલ્હીમાં ‘લોક સંઘર્ષ સમિતિની ભૂગર્ભ મિટીંગ યોજાઇ.આ બેઠકમાંઅનેક ચર્ચાઓને અંતે ૧૪ મી નવેમ્બરે સત્યાગ્રહનો પ્રારંભ કરવાનો નિર્ણય લેવાયો. આ દિૃવસનું પણ ભારતના જાહેર જીવનમાં વિશિષ્ટ મહત્ત્વ હતું. લોકશાહી જીવનમૂલ્યો માટે જીવન પર્યંત સંઘર્ષ ખેલનાર સ્વ. શ્રી પંડિત નહેરુનો આ જન્મદિૃવસ હોઇ તેમની જ દીકરી શ્રીમતી ગાંધી સામે એ જ જીવનમૂલ્યોની પુન:સ્થાપના માટે અતિવ્યાપક સત્યાગ્રહનો પ્રારંભ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સત્યાગ્રહ અંગેની તારીખ સરકાર પાસે પહેલેથી જ પહોંચી ન જાય તે માટે ખાસ કાળજી રાખવામાં આવી નહીં તો સરકાર અગાઉથી અનેક કાર્યકરોને પકડીને ‘મિસા માં ધકેલી દે. સંઘર્ષ સમિતિ તરફથી ચોથી નવેમ્બરે નિશ્ર્ચિત કરેલ ફોન ઉપર સંદેશાની રાહ જોતા બેસવાનું દરેક પ્રાંત-કેન્દ્રને કહેવામાંઆવ્યું હતું. સત્યાગ્રહ નક્કી થયાનો સંદેશો ‘શાદી તય હો ગઇ હૈ’ના કોડમાં આવવાનો હતો. હું પણ અમદાવાદમાં એક ફોન સામે દિૃલ્હીના ફોનની રાહ જોતો બેઠો હતો. સવારથી જેની કાગડોળે રાહ જોવાતી હતી તે ફોનસંદેશો છેક રાત્રે મળ્યો. જરૂરી સંકેતો પછી જાણવા મળ્યું કે, ‘૧૪ નવેમ્બરકો શાદી તય હો ગઇ હૈ! એ વખતે કટોકટી સામેના જંગનું અઢળક સાહિત્ય ગુજરાતમાં છપાતું અને દેશભરમાં મોકલવામાં આવતું. અને છતાંય પોલીસ પકડી શકતી નહીં. પુસ્તકમાં એક પ્રસંગ છે : રાજસ્થાનમાંથી સંઘના એક પ્રચારક શ્રી કિશનભૈયા-જેઓ ભૂગર્ભમાં હતા – રાજસ્થાન ‘લોક સંઘર્ષ સમિતિ તરફથી સાહિત્ય છપાવવા માટે અમદાવાદ આવ્યા. બે લાખ પત્રિકા હિન્દૃીમાં તૈયાર કરીને રાજસ્થાન પહોંચાડવાની હતી. આ પણ અમારે માટે એક પડકાર જ હતો.
ગુજરાતમાં હિન્દી ભાષામાં આટલું બધું સાહિત્ય છાપી શકે તેવાં ઘણાં ઓછાં પ્રેસ હોય અને જ્યાં સગવડ હોય તે પ્રેસ કદાચ આવું સાહિત્ય છાપવાની ના પણ
પાડે. પ્રેસના બધા જ કામદારો વિશ્ર્વાસુ હોવા જોઇએ. કાર્યની દરેક રીતે ગુપ્તતા જળવાવી જોઇએ. બે દિૃવસની સતત શોધખોળ પછી એક પ્રેસમાલિક આ કામ
માટે તૈયાર થયા. અમને થયું, ચાલો ગંગા નાહ્યા ! એક વાર છાપકામ થઇ ગયા પછી આગળ જોયું જશે, સાહિત્ય તૈયાર થવા લાગ્યું. બે લાખ પત્રિકાઓનો ઢગ ખડકાયો. સાહિત્ય તૈયાર થયા પછી અમદાવાદમાં જુદી જુદી ચાર જગાઓ પર લાવીને મૂકી દેવામાં આવ્યું. સૂચના પ્રમાણે નિશ્ર્ચિત તારીખે કાર્યકરો નિર્ધારિત સ્થળે આવી પહોંચ્યા. દરેકને તેમના જિલ્લા પ્રમાણેનું સાહિત્ય ફાળવી આપવામાં આવ્યું. આ સાહિત્ય તેમણે તેમની સાથેના બિસ્તરામાં કાળજીપૂર્વક ગોઠવવાનું હતું, જેથી બહારથી જોનારને કશો ખ્યાલ ન આવે. બબ્બે વ્યક્તિની ટુકડીમાં બધાએ રેલવે તેમજ બસના જુદા જુદા માર્ગો દ્વારા પોતાના સ્થાન પર જવાનું હતું. વળી સાથેના કાર્યકરે આ કામમાં સક્રિયા સહાય ન કરવી, પ્રવાસ દરમ્યાન પણ જેમની પાસે સાહિત્ય છે તે કાર્યકર્તા સાથે અપરિચિતની જેમ જ વ્યવહાર કરી તેની સુરક્ષિતતા અંગે ધ્યાન રાખવું એમ નક્કી થયું.સંજોગોવશાત્ જો કદાચએક કાર્યકર પકડાઈ જાય તો સાથેના કાર્યકરે યોગ્ય જગ્યાએ માહિતી પહોંચાડવાના કામમાં લાગી જવું – એમ પણ નક્કી થયું. આમ સુરક્ષાનો બધો જ વિચાર કરીને સાૈને વિદાય કરવામાં આવ્યા.
સદૃ્ભાગ્યે એટલા માટે પ્રમાણમાં બે પ્રાંતો વચ્ચે હેરફેર થવા છતાં એક પણ જગાએ કોઇ કમનસીબ બનાવ ન બન્યો. ૧૪ મી નવેમ્બર પહેલાં તો રાજસ્થાનનાં ગામડાં
સુધી ઢગલાબંધ સાહિત્ય હેમખેમ પહોંચી ગયું. જ્યારે આ સાહિત્યનું વિતરણ થયું ત્યારે પોલીસ આશ્ર્ચર્યમાં પડી ગઇ અને તેણે રાજસ્થાનનાં છાપખાનાં પર આડેધડ
દરોડા પાડવા માંડ્યા. સત્યાગ્રહ જાહેર થઇ જવા માત્રથી સત્યાગ્રહ થઇ જાય એવા એ દિૃવસો નહેતા; વળી સત્યાગ્રહ એકાદ-બે દિૃવસ માટે નહટ્ઠ, પણ સતત અઢી માસ સુધી ચલાવવાનો હતો. આ માટે કાર્યકર્તાઓને વ્યવસ્થિત પ્રયત્નો કરવા પડતા; આથી સંઘર્ષ સમિતિના જિલ્લાના મુખ્ય કાર્યકરોએ સત્યાગ્રહમાં ન જોડાતાં ટુકડીઓની
વ્યવસ્થા, પ્રચાર-વ્યવસ્થા, પકડાયા પછી જેલ સાથેનો સંપર્ક વગેરે કામ માટે બહાર રહેવું તેવું નક્કી થયું – જોકે જિલ્લાના મોટા ભાગના મુખ્ય મુખ્ય કાર્યકરો રાજકીય
પક્ષો સાથે જોડાયેલા હોવાથી ચૂંટણીના કામમાં રોકાયેલા હતા, એટલે સત્યાગ્રહને લગતી બધી જ વ્યવસ્થા સંઘના સ્વયંસેવકો અને પ્રચારકોએ સંભાળી લીધી હતી.
મધ્યરાત્રિએ અમારા એક અગત્યના સ્થાન પર પણ પોલીસનાં ધાડાં ઊતરી આવ્યાં. અર્ધી રાત્રે ઘરની ઝડતી લેવામાં આવી. સદ્ભાગ્યે કોઇપણ કાર્યકર્તા ત્યાંથી ન પકડાયા; પરંતુ ઘરમાંથી કટોકટી વિરુદ્ધની એક પુસ્તિકાનું બંડલ પોલીસને હાથ લાગ્યું. કોઈપણ પકડાય ત્યારે પોલીસના પ્રશ્નો પણ એક જ ધારા પૂછાતા : ભૂગર્ભ કાર્યકરોની માહિતીઅને આ પુસ્તકો ક્યાંથી આવ્યાં ? નરેન્દ્ર મોદી કહે છે : અમારી તરફથી પણ એક લાઇન નક્કી કરી દેવામાં આવી હતી કે ખૂબ પૂછપરછ થાય તો
‘સ્વ.શ્રી વસંતભાઈ ગજેન્દ્રગડકર તેમના સ્વર્ગવાસ પહેલાં આ સાહિત્ય આપી ગયા હતા એમ કહેવું અથવા જેઓ મિસામાં પકડાઇ ગયા છે તેવાનાં નામ આપી દેવાં, જેથી નવા પ્રશ્નો ઊભા જ ન થાય. બધા પાસેથી એકધારા જવાબો સાંભળીને પોલીસ અધિકારીઓ પણ અકળાઈ ઊઠતા હતા ! એક કાર્યકર સાંજ પડ્યે સમાજના અન્ય આગેવાનોને મળવા નીકળી પડે. વેશપરિવર્તન પણ ઠીક ઠીક કર્યું હોય. આવું કામ તો રોજ ચાલે, તેથી ફાવટ પણ આવી ગયેલી… પરંતુ એક દિૃવસે આફત ઊભી થઇ. રાત્રે ૯-૦૦ વાગ્યે આ મિત્રો ક્રમ મુજબ ધારાશાસ્ત્રી શ્રી દરુને ત્યાં ઊપડ્યા. બહાર ખાનગી વાહનો ઊભાં હતાં. કોઇ મળવા આવ્યું હશે એમ ધારી તેઓ છેક બંગલાના ઝાંપા સુધી સ્કૂટર હંકારી ગયા. બસ, પછી તો હોશકોશ જ ઊડી ગયા ! બંગલામાં પોલીસનાં ધાડાં ઊભાં હતાં. ચારેતરફ નજર કરી લીધી. વર્ષોથી જાણીતા પોલીસ અધિકારીઓ ઝાંપામાં જ ઊભા હતા. કુલ બે પોલીસવાન ઊભી હતી. આ બધાની વચ્ચેથી બચવાનું હતું. માનસિક સંતુલન કામ કરી ગયું. કાર્યકરે આગંતુકની જેમ જ જરાક અવાજ બદલી, સામે જ ઊભેલા પોલીસઅધિકારીને અજાણી સોસાયટીનું સરનામું પૂછ્યું. અચાનક જ આવેલા પ્રશ્નથી પોલીસ અધિકારીને બીજો કંઇ જ વિચાર ન આવ્યો. કાર્યકરને લાગ્યું કે ‘હાશ… ચાલો બચ્યા એમ માની પેલા કાર્યકર એવા તો ભાગ્યા કે પૂછો નહીં…. આબાદ બચી ગયા.’
‘સંઘર્ષમાં ગુજરાત’ પુસ્તક લોકતંત્રની રક્ષા માટે ખેલાયેલા સંઘર્ષની જીવંત ગાથા છે. આજીવન પોતાની સત્તા ટકાવી રાખવા ઇન્દિરા ગાંધીએ વિરોધ પક્ષો, સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો, લોકતંત્ર, ન્યાયાલય, મીડિયા અને સંવિધાનનું ગળું દબાવી દીધું હતું.
આજે લોકતંત્ર અને ‘સંવિધાન બચાવો’ ના નાટકો કરનારે આ પુસ્તક વાંચવા જેવું છે. કટોકટી કેવી રીતે આવી એ તો બધાને ખબર છે પણ કટોકટી ગઇ કેવી રીતે એ જાણવા આ પુસ્તક વાંચવા જેવું. જેમ દેશને ગુલામીમાંથી મુક્ત કરવા સ્વતંત્રતા આંદોલન શરુ થયું એજ રીતે લોકતંત્રની રક્ષા માટે શરૂ થયેલા સંઘર્ષની ગાથા પુસ્તકમાં છે.
https://youtu.be/uWQ8JwixIEk
https://www.youtube.com/watch?v=Ppaa2GGJOSU&t=2s
https://www.youtube.com/watch?v=lCnw5TlwD3Q