અમદાવાદ
રાજ્ય સરકારના કાયદાના વિરોધમાં માલધારી સમાજે શરુ કર્યો પત્રિકા યુધ્ધ !
રાજ્ય સરકારના કાયદાના વિરોધમાં માલધારી સમાજે શરુ કર્યો પત્રિકા યુધ્ધ
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ
રાજ્યના શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કડક કાયદો લાવવામાં આવ્યો છે, ત્યારે તેનો ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા સમગ્ર ગુજરાતમાં
ખાટલા બેઠકો ગ્રુપ બેઠકો નાની જાહેર સભાઓ કરીને માલધારી સમાજમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, હવે તો લગ્ન પ્રસંગોમા પણ માલધારી સમાજ સરકાર વિરોધી પત્રિકાઓનુ વિતરણ કરી
વિરોધ નોધાવી રહ્યો છે,
ઉલ્લેખનિય છે કે માર્ચમાં રાજ્યની ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મહાનગર પાલિકા અને 159 નગર પાલિકાઓ વિસ્તારોમાં પશુઓ રાખવા માટે લાયંસસ પ્રથા અમલી બનાવી છે,અને જેઓ લાયસંસ ન લે તેમના માટે
સજાની જોગવાઇ પણ કરાઇ છે,,જેનો વિરોધ માલધારી સમાજ કરી રહ્યો છે,,તેનો આરોપ છેકે આ કાયદો માલધારી સમાજની આજીવિકા વિરોધી કાયદો છે, માલધારી સમાજનો જીવન નિર્વાહનો આધાર પશુપાલન છે,
માલધારી સમાજ પરમ ગૌભક્ત છે, એના જીવનમાં ગાયોનો વિશેષ મહત્વ રહ્યુ છે,,કારણ કે તેઓ કૃષ્ણના વંશજ છે.જેથી તેઓ ગૌને માતાની જેમ પુજા કરતા હોય છે અને રાખતા હોય છે,
ત્યારે રાજ્ય સરકારના આ કાળા કાયદાની સામે માલધારી સમાજ હવે એકજુટ બનીને વિરોધ કરી રહ્યો છે,જેમાં નાગજી ભાઇ દેસાઇ, રધુ દેસાઇ, અને લાખા ભાઇ ભરવાડ જેવા માલધારી આગેવાનો
સમગ્ર ગુજરાતમાં ભાજપ સરકારના કાળા કાયદા સામે લોકોને જાગૃત કરી રહ્યા છે,,પરિણામ સ્વરુપે નડિયાદમાં લગ્ન જેવા સમાજિક પ્રસંગોમાં પણ માલધારી સમાજ કાળા કાયદાના વિરોધમાં પત્રિકા વહેચીને વિરોધ કરી રહ્યા છે,