લાઈફ સ્ટાઇલ

માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે જાદુઈ ડિવાઈસ માત્ર 200 રૂપિયામાં મચ્છર થઈ જશે છુમંતર

Published

on

ઉનાળાની ઋતુ આવી રહી છે. ધીમે-ધીમે ગરમી વધી રહી છે અને એક એવી જ સમસ્યા ફરી આવી રહી છે, જે આપણને ખૂબ જ પરેશાન કરે છે અને તે છે મચ્છર. ઉનાળામાં મચ્છરો ખૂબ પરેશાન કરે છે. મચ્છરોને ભગાડવા અને મારવા માટે ઘણા ઉત્પાદનો ઉપલબ્ધ છે. ઘણા લોકો મચ્છર કોઇલ, રેકેટ અને મોસ્કિટો રેપલેંટનો ઉપયોગ કરે છે. ઓલઆઉટ અથવા મોર્ટિન જેવા પ્રોડક્ટ ખૂબ જ લોકપ્રિય છે. આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં ઘણી મહેનત લાગે છે. પરંતુ આજે અમે તમને એક એવા ડિવાઈસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને લગાવતા જ તમામ મચ્છરોને મરી જશે. ચાલો જાણીએ આ ડિવાઈસ વિશે…

 

Flipkart પર મળી રહ્યું છે આ ડિવાઈસ

ફ્લિપકાર્ટ પર મચ્છર મારવાની ઘણી પ્રોડક્ટ્સ વેચાઈ રહી છે. આ પ્રોડક્ટ્સમાં મોસ્કિટો કિલર લાઇટ લેમ્પ્સ પણ સામેલ છે જેની કિંમત 199 રૂપિયાથી શરૂ થાય છે. આ ડિવાઈસનો ઉપયોગ ડાયરેક્ટ ઇલેક્ટ્રિક બોર્ડમાં પ્લગ-ઈન કરીને કરી શકાય છે. તે 5 વોટને સપોર્ટ કરે છે. તે નાઇટ લેમ્પ તરીકે પણ કામ કરે છે.

આ રીતે મરી જાય છે મચ્છર

Advertisement

ડિવાઈસની અંદર બ્લૂ લાઈટ આપવામાં આવી છે. જ્યારે તેને પ્લગ ઇન કરવામાં આવે છે, ત્યારે તે ઓન થઈ જાય છે. આ પછી જ્યારે રૂમમાં અંધારું થાય છે, ત્યારે તેનો પ્રકાશ મચ્છરોને તેની તરફ આકર્ષિત કરે છે. જેવા જ મચ્છર આ ઉપકરણની નજીક આવે છે અથવા તેની અંદર જવાનો પ્રયાસ કરે છે, તેમાં લાગેલ જાળ તેમને મારવાનું કામ શરૂ કરી દે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version