અમદાવાદ
ઠંડા પીણાની બોટલ ચકાસીને લેજો-દુકાનદારને થયો કડવો અનુભવ !
ઠંડા પીણાની બોટલ ચકાસીને લેજો-દુકાનદારને થયો કડવો અનુભવ !
દહેગામમાં ભાજપ કોના ઉપર લગાવશે દાવ-તો કોંગ્રેસમાંથી કોણ થયું ફાઇનલ !
ઠંડા પીણાની બોટલો લેતા પહેલા ચેતજો,,કારણ કે તેમાં કચરો સહિતની વસ્તુઓ હોઇ શકે છે, ઘટના અમદાવાદના હિરાવાડી વિસ્તારની છે,જ્યાં
ઠંડા પીણાની બોટલમાં કચરો નિકળ્યો, આઘાત જનક બાબત એ છેકે જ્યારે દુકાનદારે ઠંડા પીણાની કંપનીના સેલ્સ ઓફિસરને આ અંગે ફરિયાદ કરી તો જવાબ મળ્યો કે આટલી મોટી કંપની છે, આવુ તો આવતુ રહેશે,
જેથી હવે દુકાનદાર કંપની વિરુધ્ધ કાયદાકીય પગલા લેવાનુ વિચારી રહ્યા છે
અમદાવાદ હિરાવાડીમાં બેઠક પાન પાર્લર ધરાવતા સમીર પટેલના ત્યાં હાર્દીક જાગાણી નામના ગ્રાહકે નિમ્બુસ ઠંડા પીણાની માંગ કરી,,દુકાનદારે ઠંડા પીણાની બોટલ આપી,,ત્યારે ગ્રાહકે દુકાનદારનુ ધ્યાન દોર્યુ અને બોટલમાં કચરો હોવાનુ જણાવ્યુ
સમીર પટેલે પણ જોયુ કે બોટલમાં કચરો છે, ત્યારે તેઓ નારાજ હાર્દીક જાગાણીને બીજી બોટલ આપીને શાંત કર્યા,, કારણ કે કંપનીનુ આટલુ મોટુ પ્લાન્ટ હોવા છતાં જો આવી રીતે કચરો આવશે તો ગ્રાહકો બગડશે,,
સમીર પટેલે જણાવ્યુ કે તેઓએ ઠંડા પીણાના સેલ્સ ઓફિસર રોમન ભાઇને સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની માહિતી આરપી,, ત્યારે સેલ્સ ઓફિસરે કહ્યુ કે આવુ તો આવતુ રહેશે,જેથી દુકાનદાર તરીકે સમીર પટેલને આઘાત
લાગ્યો,, તેઓ દુખી થયા, અને હવે કંપની વિરુધ્ધ કાયાદીય પગલા લેવા માટે વિચારી રહ્યાછે,