આઈપીએલ 2022ની શરૂઆત પહેલા જ દિલ્હી કેપિટલ્સની ટીમને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. ઋષભ પંતની કેપ્ટનશીપવાળી દિલ્હી કેપિટલ્સ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. દિલ્હીની ટીમ માટે શરૂઆતની મેચો ઘણી મુશ્કેલ બનશે, કારણ કે પ્રથમ સપ્તાહમાં ટીમના 1 કે 2 નહીં 5 ખેલાડીઓ રમતા જોવા મળશે નહીં. આ પાંચેય વિદેશી ખેલાડી છે, જેના કારણે દિલ્હીની મુશ્કેલીઓ વધશે.
દિલ્હીના આ 5 સ્ટાર ખેલાડી રહેશે બહાર
જેમ જેમ લીગ નજીક આવી રહી છે તેમ તેમ ક્રિકેટ ચાહકોનો ક્રેઝ તેના માટે વધી રહ્યો છે. આ વખતે ટીમ પણ 10 રમવા જઈ રહી છે, તેથી સ્પર્ધા પણ વધુ જોવા મળશે, આવી સ્થિતિમાં દિલ્હી માટે ટેન્શન વધવાનું છે. દિલ્હીના 5 ખેલાડીઓ પહેલા અઠવાડિયામાં જ રમતા જોવા મળશે નહીં. એટલે કે બીજા સપ્તાહથી તેઓ લીગમાં જોડાય તેવી પૂરી સંભાવના છે. આ યાદીમાં ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, એનરીખ નોર્ખિયા, મુસ્તાફિઝુર રહેમાન અને લુંગી એનગીડી જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓ ઓપનિંગ મેચ રમતા જોવા મળશે નહીં.
ગંભીર ઈજાથી ઝઝૂમી રહ્યા છે આ ખેલાડી
એનરિક નોર્ખિયા હાલમાં હિપની ઈજા સામે ઝઝૂમી રહ્યા છે. ઈજાના કારણે તેઓ નવેમ્બરથી વધુ બોલિંગ કરી શક્યા નથી. નોર્ખિયા હરાજી પહેલા દિલ્હી કેપિટલ્સ દ્વારા રિટેન કરવામાં આવેલા ચાર ખેલાડીઓમાંથી એક છે. દિલ્હીએ 6.50 કરોડ આપીને નોર્ખીયાને પોતાની ટીમ સાથે જોડી દીધા હતા.
સિઝન 15માં દિલ્હી કેપિટલ્સની ટીમ
ઋષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો, એનરિક નોર્ખિયા, શાર્દુલ ઠાકુર, મુસ્તફિઝુર રહેમાન, કુલદીપ યાદવ, અશ્વિન હેબર, ડેવિડ વોર્નર, કમલેશ નાગરકોટી, સરફરાઝ ખાન, મિશેલ માર્શ, કેએસ ભરત, મનદીપ સિંહ, ખલીલ અહેમદ, ચેતન સાકરિયા, લલિત યાદવ, રિપલ પટેલ, યશ ધૂલ, રોવમેન પોવેલ, પ્રવીણ દુબે, લુંગી એનગીડી, ટિમ સીફર્ટ, વિકી ઓસ્તવાલ.