સોનિયા ગાંધીએ સિધ્ધુ સહિત પાચ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોનુ લઇ લીધુ રાજીનામુ,ભુંડી હાર પછી એક્શનમાં સોનિયા ગાંધી
ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણીપુરમાં કોગ્રેસનો ભુંડો પરાજય થયો છે,, તેમાં પણ ખાસ કરીને પંજાબમાં કોગ્રેસની સત્તા જતી રહેતા સમગ્ર કોગ્રેસને વધુ આંચકો લાગ્યો છે
કોગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાંચેય રાજ્યોના પ્રદેશ પ્રમુખોને તગેડી મુકવાનો નિર્યણ કર્યો છે, આ તમામ પ્રદેશ પ્રમુખો સાથે કોગ્રેસના રાષ્ટ્રિય મહામંત્રી રણદીપ સુરજેવાલાએ ટેલિફોનિક વાત ચિત કરી
રાજીનામાનુ પત્ર મોકલી આપવા આદેશ કરી દીધો છે,,
Uttarakhand Congress State President Ganesh Godiyal resigns from his post. pic.twitter.com/D49AonJez2
— Lutyens Media (@LutyensMediaIN) March 15, 2022
મહ્તવની વાત એ છે કે પંજાબમાં ચરણજીત સિહ ચન્ની અને નવજોત સિહ સિધ્ધુના આતંકરિક વિખવાદના પરિણામ કોગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે, એટલુ જ નહી, આ બન્ને નેતાઓ પોતાની બેઠક પણ જીતવામાં નિષ્ફળ રહ્યા,,
તે સિવાય ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધી વાઢ્રા રાત દિવસની મહેનત બાદ ,,સાથે 40 ટકા મહિલાઓને ટિકીટ આપવાના પ્રયોગ કરવા છતાં પાર્ટીને માત્ર 2 બેઠકો મળી હતી, સાથે ઉત્તરાખંડ, મણીપુર અને ગોવામાં પણ કોગ્રેસની સ્થિતિ દયાજનક રહી
સમગ્ર દેશમાં હવે રાજસ્થાન અને છત્તિસગઢમાં જ કોગ્રેસની સરકારો રહી છે,,જ્યારે મહારાષ્ટ્ર માં શિવસેના,એનસીપી સાથે કોગ્રેસ ગઠબંધનમાં છે,, પણ જે રીતે પાચ રાજ્યોમાં કોગ્રેસની ભુંડી હાર થઇ,તેનાથી કોગ્રેસમાં કાર્યક્રર્તાઓમાં નિરાશા તો છે
સાથે ગાંધી પરિવારમાં પણ ખુબ નિરાશા જોવા મળી રહી છે,
उप्र कांग्रेस के कार्यकर्ताओं, प्रत्याशियों, पदाधिकारियों एवं नेताओं के नाम मेरा संदेश।
जय हिंद
जय कांग्रेस। pic.twitter.com/5hdYsfqIL5
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 9, 2022
ગુજરાતમાં કોંગ્રેસનુ ભ્રમ તેને જીતતા અટકાવે છે!
ચાલુ વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ઇલેક્શન છે, ત્યારે જે રીતે કોગ્રેસની પાચ રાજ્યોમાં હાર થઇ છે, તેના કારણે કોગ્રેસ કાર્યકર્તાઓનો મોરલ ડાઉન છે,
ગુજરાતના 23 જેટલા ધારાસભ્યોએ પણ રાહુલ ગાંધીને પત્ર લખીને મળવા માટે સમય માંગ્યો છે, જેમાં ગુજરાત નેતૃત્વ પરિવર્તન કરાયુ હોવા છતાં કોગ્રેસમાં ઉત્સાહનો સંચાર થયો નથી
જગદીશ ઠાકોર પાસે જેવી અપેક્ષા હતી,તેવો પરિણામ હજુ સુધી આપી શક્યા નથી, સાથે હાર્દીક પટેલ, જીગ્નેશ મેવાણી પણ કોઇ મોટો આદોલન ઉભુ કરવા કે સરકારના વિરોધમાં કોઇ
મુદ્દો ઉભુ કરવામાં નિષ્ફળ નિવડી રહ્યા છે, ગુજરાતમાં બેરોજગારી, પેપર લિક કાંડ, મોધવારી, પેટ્રોલ ડીઝલના ભાવ, ખેડુતોના પ્રશ્નો વિજળીના પ્રશ્નો છે, છતાં કોગ્રેસ આવા મુદ્દાઓ લઇને
જનતા વચ્ચે જઇ જઇ સકતી નથી, કોગ્રેસના કાર્યકર્તાઓ સ્વયમ માને છે કે જ્યાર સુધી નેતાઓ એસી ચેમ્બર કે એસી કારમાંથી બહાર નહી નિકળી ત્યાર સુધી ગુજરાતમાં કોગ્રેસ સત્તામાં નહી આવે
મોટા ભાગના કોગ્રેસના મોટા નેતાઓ સત્તાના ભ્રમમાં જીવે છે, કોગ્રેસના નેતાઓ માને છે કે જનતા જાતે ભાજપના ત્રાસથી કંટાળીને સત્તા પરિવર્તન કરશે,, છેલ્લા 27 વરસથી કોગ્રેસના નેતાઓ રાહ જોઇને બેઠા છે
કે જનતા થાકશે અને કોગ્રેસને સત્તા આપશે,,