દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીએ મધ્યમ વર્ગનું ઘર ચલાવવું મુશ્કેલ બનાવી દીધું છે. પહેલા પેટ્રોલ-ડીઝલ, ગેસ, શાકભાજી અને કઠોરના ભાવમાં વધારો જોવા મળ્યો, ત્યાં હવે ફરી એકવાર ખાદ્ય તેલના ભાવોમાં વધારો થયો છે.
ખાદ્ય તેલના ભાવમાં એક મહિના દરમિયાન તોતિંગ વધારો થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો આવ્યો છે. બજારમાં કાચા માલની મળતર નથી અને સંગ્રહખોરો તકનો લાભ લઇ રહ્યા છે.
બજારમાં જૂના ભાવે ખરીદેલો માલ પૂરો થઇ ગયો છે અને નવા ભાવની ખરીદી હોવાથી નવા ભાવ લાગુ થયા હોવાનું જણાવે છે. સિંગતેલનો ભાવ 20 રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ 30 રૂપિયા વધ્યો છે.
કપાસિયા તેલ છેલ્લા ચાર વર્ષની સરખામણીએ ચાલુ મહિનામાં સૌથી ઉંચા ભાવ છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2690 નો થયો છે.જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.2640 થયો છે.આમ બંને તેલના ભાવમાં ફક્ત 50 રૂપિયાનો જ તફાવત છે. વધતા જતા ખાદ્ય તેલ સહિતની જીવન જરૂરીયાતની વસ્તુઓના ભાવના કારણે સામાન્ય લોકોને પોતાનું ગુજરાન ચલાવવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે.