ઢોર નિયંત્રણ કાયદાને પરત લેવાના મુડમાં નથી સરકાર !
શહેરોમાં રખડતા ઢોરોની સમસ્યા દુર કરવા માટે રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ કાયદો લાવી, જેનો વિરોધ માલધારી સમાજે
જારી રાખ્યો છે, ત્યારે જાણવા મળ્યુ છે કે વિધાનસભાના અધ્યક્ષ ઢોર નિયંત્રણ કાયદાના ડ્રાફ્ટને સંસદીય અને વૈધાનિક વિભાગને મોકલી આપ્યો છે,
આ પગલાથી લાગે છે કે સરકાર આ કાયદામાં બદલાવ તો કરશે પણ કાયદો પરત નહી લે,, જેનાથી માલાધારી સમાજની નારાજગી ઉગ્ર બની રહી છે
ભેંસોના કતલ કરનારાઓ પર પાસા લગાવવાના પરિપત્રમાં પોલીસ વિભાગ નહી કરે કોઇ સુધારો !
રાજ્યના મહાનગર પાલિકા અને નગર પાલિકા વિસ્તારોમાં જે રીતે વિવિધ ઢોરના કારણે અકસ્માતની ઘટના અથવા સિંગડા ભરાવવાની ઘટના થી વાહન ચાલકો તો ક્યાંક રાહદારીઓ પરેશાન હતા, તેને જોતા
સરકારે શહેરી વિસ્તારો માટે ઢોર નિયંત્રણ કાયદો લઇ આવી,, જેમાં શહેરોમાં ઢોર રાખવા માટે લાયંસસ લેવાની જોગવાઇ કરાઇ છે,,જો લાયસંસ ન લેવામાં આવે તો સજાની સાથે આર્થિક દંડની જોગવાઇ પણ કરાઇ છે
જેનો ઉગ્ર વિરોધ માલધારી સમાજે કર્યો,, ત્યારે એક નહી પણ બે બે વખત સરકાર તરફથી ઘટતું કરવાના આશ્વાસનો અપાયા,,છતાં કોઇ કામગીરી નક્કર થઇ નથી, પરિણામે માલધારી સમાજ પત્રિકાઓ વહેચીની પોતાનો વિરોધ
નોધાવી રહ્યો છે, તેવામાં હવે સમાચાર મળી રહ્યા છે કે શહેરી વિસ્તારમાં ભાજપના મતદારો છે,પરિણામે સરકાર આ કાયદાને રદ્દ કરવાના મતમાં નથી, માત્ર જેલની સજા અને દંડની જોગવાઇમાં થોડો ફેર ફાર કરવા ઇચ્છુક છે,
આમા અત્યારે તો આ કાયદાનુ ડ્રાફ્ટ વૈધાનિક વિભાગમાં છે, સરકારની લીલી ઝંડી મળતા જ અહીથી રાજ્યપાલના ત્યાં કાયદાને આખરી કરવા માટે મોકલી આપવાં આવશે,,અને રાજ્યપાલ જો મંજુરી આપશે તો રાજ્યમાં કાયદો લાગુ પડી જશે
ભાજપના કયા નેતાએ ભરત બોઘરાને કહ્યુ કે માં ખોડલ તમને ઠેકાણે પાડી દેશે !
ત્યાર આ અંગે માલધારી સમાજ કાયદો રદ્દ કરાવવા માટે સમગ્ર રાજ્યમા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરીર રહ્યુ છે, સમાજના યુવાનો ઠેર ઠેર પત્રિકા વહેચીને આદોલન કરાવી રહ્યા છે,