ગાંધીનગર

ગૌરવ યાત્રા ગુજરાતની વિઘાનસભા બેઠકોને ખુંદીને ગુજરાતના ઘરે ઘરે જન જન સુઘી જઇ ભાજપની ભરોસોની સરકારનો હિસાબ આપવાનું કામ કરશે. અમિત શાહ

Published

on

ગુજરાત ગૌરવ યાત્રા સંત સવૈયાનાથજી ,ઝાંઝરકાથી સોમનાથથી શરૂ થઇ આ યાત્રાને દેશના ગૃહમંત્રી અને સહકારીતામંત્રી અમિત શાહ  પ્રસ્થાન કરાવ્યુ.

આ યાત્રા આજે 2 જિલ્લામાં અને 3 વિઘાનસભામાં આશરે કુલ 125 કિ.મીનો પ્રવાસ કરશે જેમાં કુલ 9 સ્વાગત અને 3 જાહેરસભા યોજવામાં આવશે.

આ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  તેમજ રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીયમંત્રીઓ  ડો.મનસુખભાઇ માંડવીયા, ડો.મહેન્દ્રભાઇ મુજપરા,  અર્જૂનરામ મેઘવાલ અને પાર્ટીના વરીષ્ઠ નેતાની પ્રેરક ઉપસ્થિતિ રહી.

આ ગૌરવ યાત્રા ગુજરાતની વિઘાનસભા બેઠકોને ખુંદીને ગુજરાતના ઘરે ઘરે જન જન સુઘી જઇ ભાજપની ભરોસોની સરકારનો હિસાબ આપવાનું કામ કરશે.
અમિત શાહ

કોંગ્રેસના સાશનમાં ગુજરાતમાં 300 દિવસ માંથી 200 દિવસ કરફ્યુ રહે તે પ્રકારની વ્યવસ્થા કોંગ્રેસે કરી હતી કારણ કે કોંગ્રેસ માનતુ હતું કે જનતામાં અંદરો-અંદર ખટરાગ ચાલુ રહે ત્યા સુઘી કોંગ્રેસને તકલીફ નહી રહે. અમિત શાહ

Advertisement

25 વર્ષનું સોમનાથ અને આજનું સોમનાથ ,25 વર્ષ પહેલા અંબાજી માતાના દર્શન અને આજના દર્શન, વર્ષોથી પાવાગઢ પર મા કાળીના દર્શન નોહતા થતા પરંતુ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભક્તોને દર્શનનો લાભ અપાવ્યો.-
અમિત શાહ

આવનાર 2022 વિઘાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા જનાર્દન ફરી એક વાર ઐતિહાસિક મતદાન કરી જંગી બહુમત અપાવશે. અમિત શાહ

કોંગ્રેસ વાળા પહેલા હમેંશા ટોણાં મારતા હતા કે રામ મંદિર વહી બનાયેગે… તીથી નહી બતાયેગે.. કોંગ્રેસ વાળાને કહેજો કે તીથી આવી ગઇ,ભૂમિ પૂજન થઇ ગયુ અને નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં એ જ જગ્યાએ ગગન ચૂંબી રામમંદિરના નિર્માણની શરૂઆત થઇ ગઇ છે. અમિત શાહ

વર્ષોથી જવાહરલાલ નહેરૂની ભૂલના કારણે કાશ્મીર 370ની કલમના કારણે કાશ્મીર ભારત સાથે જોડાતુ નહતું. દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદી  5 ઓગષ્ટ 2019ના રોજ કાશ્મીરમાંથી એક ઝટકે કલમ 370 ને દુર કરી નાખી અને કાશ્મીરને ભારત સાથે જોડી દીધું.અમિત શાહ

આજે 2022ની ચૂંટણીમાં ગુજરાતની જનતા જનાર્દનને અપીલ કરુ છું કે આપનો ભરોસો અમારા પર રાખજો.આપના ભરાસાને સન્માન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે. અમિત શાહ

Advertisement

આજે ભાજપ સરકારમાં સૌરાષ્ટ્ર અને કચ્છના10 હજાર ગામમાં એક લાખ 40 હજાર કિ.મી ની પીવાના પાણીની પાઇપ લાઇનનું ઇન્ફાસ્ટ્રકચરનું કામ થયું છે. ડો.મનસુખભાઇ માંડવીયા

દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદી ના અથાગ પરિશ્રમથી માં નર્મદાનું પાણી ગુજરાતને તો મળ્યુ રાજસ્થાનને પણ મળ્યુ છે તે બદલ તેમનો આભાર. –
અર્જૂનરામ મેઘવાલ

દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદી ના કાર્યકાળમાં જો વિકાસના કાર્યોની વાત કરીએ તો એક મંત્રાલયની એક સપ્તાહ સુધી માહીતી આપી શકીએ એટલા કામો થયા. – શ્રી ડો.મહેન્દ્રભાઇ મુજપરા

કોંગ્રેસ આજે નબળી પડી ગઇ છે એના કારાણે ભાજપના કાર્યકરો અતિવિશ્વાસમાં ન રહે. સી.આર.પાટીલ

ચૂંટણી સમયે ખોટી જાહેરાતો કરી ગુજરાતનું વાતાવરણ ડોહળવાનો પ્રયાસ કેટલીક પાર્ટી કરશે તેમનાથી સાવચેત રહેજો. – સી.આર.પાટીલ

Advertisement

ગરીબ,વંચીત,શોષીત,પીડિત,દરેક વર્ગને યોજનાના લાભ આપવાનો ભાજપ સરકારનો સેવામંત્ર છે. ભુપેન્દ્રભાઇ પટેલ

અમિતભાઈ શાહ ના માર્ગદર્શનમાં મક્કમ નિર્ણયોને કારણે નળ કાંઠાના નો સોર્સ વિલેજ એટલે કે સિંચાઇના પાણીથી વંચિત 32 ગામોને હવે નર્મદાનું જળ મળશે. ભુપેન્દ્રભાઇ પટેલ

. ગુજરાત રાજયમાં પેજ સમિતિના પ્રણેતા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં ડબલ અન્જિનની સરકારે કરેલ વિવિધ પ્રજાલક્ષી કાર્યોનો હિસાબ જન જન સુઘી પહોચાડવા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ ગઇકાલથી થયો છે. આજે ગૌરવ યાત્રા સંત સવૈયાનાથજી ,ઝાંઝરકાથી સોમનાથથી પ્રારંભ થશે. આ યાત્રાને દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ ના વરદ હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું. આ યાત્રા 2 જિલ્લામાં અને 3 વિઘાનસભામાં આશરે કુલ 125 કિ.મીનો પ્રવાસ કરશે જેમાં કુલ 9 સ્વાગત અને 3 જાહેરસભા યોજવામાં આવશે. આ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ તેમજ રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીયમંત્રીઓ ડો.મનસુખભાઇ માંડવીયા,ડો.મહેન્દ્રભાઇ મુજપરા, અર્જૂનરામ મેઘવાલ અને પાર્ટીના વરીષ્ઠ નેતાની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીઓ ડો.મહેન્દ્રભાઇ મુજપરાડો.મનુખભાઇ માંડવીયા, અર્જૂનરામ મેઘવાલ, ઘારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા,પુર્વ રાજયસભાના સાંસદ શંભુનાથજી ટુંડિયાએ પ્રાસંગીક સંબોઘન કર્યુ.

આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અને સહકારીતામંત્રી અમિત શાહ જણાવ્યું કે, આ ગૌરવ યાત્રા ગુજરાતની 182 વિઘાનસભા બેઠકોને ખુંદીને ગુજરાતના ઘરે ઘરે જન જન સુઘી જઇ ભાજપની ભરોસોની સરકારનો હિસાબ આપવાનું કામ કરશે. કોંગ્રેસે જનતાને વિજળી,પાણી,ઉદ્યોગોથી ગુજરાતને વંચીત રાખ્યુ અને બદલામાં રમખાણો આપ્યા હતા. કોંગ્રેસના સાશનમાં ગુજરાતમાં 300 દિવસ માંથી 200 દિવસ કરફ્યુ રહે તે પ્રકારની વ્યવસ્થાએ કોંગ્રેસે કરી હતી કારણ કે કોંગ્રેસ માનતુ હતું કે જનતામાં અંદરો-અંદર ખટરાગ ચાલુ રહે ત્યા સુઘી કોંગ્રેસને તકલીફ નહી રહે. પરંતુ જનતાએ ભાજપને 20 વર્ષથી આશિર્વાદ આપી રહી છે અને ભાજપની સરકારમાં કર્ફ્યુ નું નામ અને નિશાન નથી. ભાજપ સરકારે કેટ કેટલાય ચમરબંઘીઓને જેલના સળીયા પાછળ ઘકેલી દીધા છે. ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારથી શાંતી,વિકાસ,સુરક્ષા અને સમૃદ્ધીનો નારો લાગ્યો. ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. ડાયમંડ ઉદ્યોગ ગુજરાતમાં ઘમ ઘમે છે. આપણું અમદાવાદ સ્પોર્ટ સિટી બન્યુ છે. જામનગરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન બનાવવાનું કામ થશે.દેશની સૌથી પહેલી ગીફટ સિટી ગુજરાતમાં છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતના તિર્થ સ્થાનોને ભવ્યતા અને દિવ્યતા આપવાનું કામ કર્યુ છે. 25 વર્ષનું સોમનાથ અને આજનું સોમનાથ ,25 વર્ષ પહેલા અંબાજી માતાના દર્શન અને આજના દર્શન, વર્ષોથી પાવાગઢ પર મા કાળીના દર્શન નોહતા થતા પરંતુ વડાપ્રઘાન નરેન્દ્ર મોદી ભક્તોને દર્શનનો લાભ અપાવ્યો.

ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણી હોય કે જીલ્લા કે તાલુકા હોય કે વિઘાનસભા કે લોકસભાની હોય તેમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને વિજયના આશિર્વાદ આપ્યા છે. આવનાર 2022 વિઘાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા જનાર્દન ફરી એક વાર ઐતિહાસિક મતદાન કરી જંગી બહુમત અપાવશે. ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટી પર ભરોસો છે અને તે ભરોસાને વિકાસના કાર્યો કરી રૂણ ચુકવ્યુ છે. ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતમાં રોકાણ કરનારની લાઇનો લાગી છે. ગીફટ સિટીથી ગુજરાતનો વ્યપાર ગ્લોબલ બનશે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી દેશની અર્થવ્યવસ્થાને દુનિયાની પાંચમાં નંબરની અર્થ વ્યવસ્થા બનાવવાનું કામ કર્યુ છે. કોંગ્રેસીયાઓ આપણા દેશની અર્થવ્યવસ્થાને 11માં નંબરે મુકીને ગયા હતા.

Advertisement

અમિત શાહ જણાવ્યું કે, કોંગ્રેસ વાળા પહેલા હમેંશા ટોણાં મારતા હતા કે રામ મંદિર વહી બનાયેગે… તીથી નહી બતાયેગે.. કોંગ્રેસ વાળાને કહેજો કે તીથી આવી ગઇ,ભૂમિ પૂજન થઇ ગયુ અને  નરેન્દ્રભાઇના નેતૃત્વમાં એ જ જગ્યાએ ગગન ચૂંબી રામમંદિરના નિર્માણની શરૂઆથ થઇ ગઇ છે. કાશીવિશ્વનાથ,કેદારનાથ,બદ્રીઘામ,ઉજૈન,પાવાગઢ,સોમનાથના યાત્રાઘામ સામે કોંગ્રેસે ક્યારેય જોયુ નોહતું પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ યાત્રાઘામનો ઉદ્ધાર કરવાનું કામ કર્યુ છે. વર્ષોથી જવાહરલાલ નહેરૂની ભૂલના કારણે કાશ્મીર 370ની કલમના કારણે કાશ્મીર ભારત સાથે જોડાતુ નહતું. દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી 5 ઓગષ્ટ 2019ના રોજ કાશ્મીરમાંથી એક ઝટકે કલમ 370 ને દુર કરી નાખી અને કાશ્મીરને ભારત સાથે જોડી દીધુ.દેશનો ચૌમુખી વિકાસ થવાની શરૂઆત કોઇ જગ્યાએ થી થઇ હોય તો તે વર્ષ 2001માં નરેન્દ્રભાઇ મોદી ના મુખ્યમંત્રી બન્યા પછી આપણા ગુજરાતથી થઇ છે. ગુજરાતે ફરી નિર્ણય કરવાનો છે કે 1990 થી ગુજરાતની જનતા એકઘારી ભાજપને ઐતિહાસિક વિજય અપાવતી આવી છે અને આજે 2022ની ચૂંટણીમાં ગુજરાતની જનતા જનાર્દનને અપીલ કરુ છું કે આપનો ભરોસો અમારા પર રાખજો.આપના ભરાસાને સન્માન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે. ગુજરાતમાં કોંગ્રેસીયાઓને મોકો ન મળે તેનું ધ્યાન રાખજો.

આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર પહેલા પાણી માટે ઝઝુમતો હતો આજે ભાજપ સરકારમાં સૌરાષ્ટ્ર અને કચ્છના10 હજાર ગામમાં એક લાખ 40 હજાર કિ.મી ની પીવાના પાણીની પાઇપ લાઇનનું ઇન્ફાસ્ટ્રકચરનું કામ થયું છે. ગુજરાતમાં ભાજપની સરકારમાં મંદિરોનો વિકાસ થયો છે. કચ્છ આજે ટુરિઝમ સ્થળ તરીકે વિકસીત થયું છે. આજે ગુજરાત વિકાસની નવી ઉચાંઇને સિદ્ધ કરી રહ્યુ છે એટલે આ યાત્રાનું નામ ગૌરવ યાત્રા રાખવામાં આવ્યું છે જેનું પાર્ટીના દરેક કાર્યકર્તાને ગૌરવ છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી અને બીકાનેરના સાંસદ અર્જૂનરામ મેઘવાલે જણાવ્યું કે, દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના અથાગ પરિશ્રમથી માં નર્મદાનું પાણી ગુજરાતને તો મળ્યુ રાજેસ્થાનને પણ મળ્યુ છે તે બદલ તેમનો આભાર. ગુજરાતમાં આપણે ગુડ ગવર્નન્સ અને ડેવલોપમેન્ટ ના કામો થયા છે તે જોઇ શકીએ છીએ.

આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી ડો.મહેન્દ્રભાઇ મુજપરાએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ના કાર્યકાળમાં જો વિકાસના કાર્યોની વાત કરીએ તો એક મંત્રાલયની એક સપ્તાહ સુધી માહીતી આપી શકીએ એટલા કામો થયા છે. કોરોના મહામારીમાં વડાપ્રઘાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શનમાં દેશ કોરોના બચી ગયો. દેશને એક નહી બે કોરોનાની રસી આપી નિશુલ્ક આપી. પહેલા અમુક પાર્ટીના વડા મહિલા હોવા છતા મહિલાઓનુ કલ્યાણ કરી શક્યા નથી આપણા વડાપ્રઘાન નરેન્દ્ર મોદી સાહેબે મહિલાઓના સશક્તિકરણ માટે ખૂબ કામ કર્યુ છે. વડાપ્રઘાનશ્રીએ મહિલાઓને ઉજવલા યોજના થકી ગેસનો બાટલો વિના મુલ્યે આપ્યો છે. પહેલા ગેસનું કનેકશન સાંસદ સભ્યના ક્વોટામાથી મળતું આ માટે સામાન્ય માણસની પહોંચ હોય જ નહી પરંતુ વડાપ્રઘાને મહિલાઓને ઘરે ઘરે ગેસનું કનેકશન આપી ઘણા કામો કર્યો છે.

આ કાર્યક્રમમાં પેજ સમિતિના પ્રણેતા અને કાર્યકરોમાં ઉર્જાનો સંચાર કરનાર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2022 વિઘાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયુ છે અને ભાજપના કાર્યકરો તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસ આજે નબળી પડી ગઇ છે એના કારણે ભાજપના કાર્યકરો અતિવિશ્વાસમાં ન રહે. પહેલા કોંગ્રેસને અન્ય રાજકીય પાર્ટી સમર્થન કરતી આજે અન્ય રાજકીય પાર્ટીઓ પણ કોંગ્રેસને સમર્થન આપતી નથી. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી સત્તામાં નથી. ગુજરાતમાં ચૂંટણી સમયે કોંગ્રેસે બેનર લગાવ્યા છે કે કોંગ્રેસનું કામ બોલે છે પરંતુ કોંગ્રેસ તો 27 વર્ષી સત્તામાં નથી. કોંગ્રેસનું કામ નથી બોલતું પણ કોંગ્રેસના કારનામાં બોલે છે. આપણી પેજ કમિટીની ફોજ અને બુથના કાર્યકરો અંતિમ સમય સુધી કામ કરે. ચૂંટણી સમયે ખોટી જાહેરોતો કરી ગુજરાતનું વાતાવરણ ડોહળવાનો પ્રયાસ કેટલીક પાર્ટી કરશે તેમનાથી સાવચેત રહેજો. ગુજરાતની ગૌરવ યાત્રાને ગઇકાલથી જે પ્રેમ અને સમર્થન મળી રહ્યુ છે તે દર્શાવે છે કે ભાજપના શુભેચ્છકો, કાર્યકરો પુરી તાકાત સાથે વડાપ્રઘાન નરેન્દ્ર મોદીને ફરી એક વાર ઐતિહાસીક વિજય ગુજરાતને અપાવશે.

Advertisement

આ કાર્યક્રમમાં મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ ગૌરવ યાત્રા વડાપ્રઘાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં અવિરત પણે ચાલી રહેલ ગુજરાતની વિકાસ યાત્રાનું સ્મરણ છે. ડબલ એન્જિનની સરકાર સૌના વિકાસ માટેની નેમ રાખે છે. ગરીબ,વંચીત,શોષીત,પીડિત,દરેક વર્ગને યોજનાના લાભ આપવાનો ભાજપ સરકારનો સેવામંત્ર છે. ભાજપનો કાર્યકર સરકારમાં હોય કે પક્ષમાં તેમના માટે જન સેવા એ પહેલો ઘર્મ છે. દેશના પ્રથમ સહકારીતા મંત્રી તરીકે સહકારથી સમૃદ્ધી તરફ નો માર્ગ અમિત શાહ સાહેબે દર્શાવ્યો છે. અમિત શાહ ના માર્ગદર્શનમાં મક્કમ નિર્ણયોને કારણે નળ કાંઠાના નો સોર્સ વિલેજ એટલે કે સિંચાઇના પાણીથી વંચિત 32 ગામોને હવે નર્મદાનું જળ મળશે. ગુજરાતમાં થયેલા વિકાસના કાર્યોને કારણે આવનાર વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક જીત મેળવશે તેવો વિશ્વાસ દાખવ્યો.

આ ગૌરવયાત્રામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયા વર્ષાબેન દોશી, ગુજરાત પ્રદેશના મહામંત્રીઓ વિનોદભાઇ ચાવડા, રજનીભાઇ પટેલ, , પુર્વ અધ્યક્ષ રમણલાલ વોરા, આઈ કે જાડેજા સહિત રાજયનામંત્રીઓ, સાંસદ, ઘારાસભ્ય, પ્રદેશ અને જિલ્લાના સંગઠનના હોદેદાર ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version