જાણવા જેવું

દવાની શીશીઓમાં ઢાકણીની પહેલા રૂ લગાવવાનું આ છે કારણ

Published

on

ઘણીવાર એવું જોવામાં આવે છે કે પારદર્શક શીશીઓ જેમાં દર્દીઓને દવાની ગોળીઓ (Tablets) આપવામાં આવે છે. જેમાં ઢાંકણ લગાવતા પહેલા રૂને (Cotton) રાખવામાં આવે છે. ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે. આવું ખાસ કરીને હોમિયોપેથિક દવાઓની (Homeopathic medicines) શીશીમાં વધુ જોવા મળે છે. શીશીમાં દવા નાખ્યા પછી ડોક્ટર તેમાં થોડું રૂ નાખે છે. પછી જ ઢાંકણ બંધ કરે છે. જાણો આમ કરવા પાછળનું કારણ શું છે…

 

 

રીડર્સ ડાયજેસ્ટના અહેવાલ મુજબ, આમ કરવાની શરૂઆત 1900માં થઈ. એવું કહેવાય છે કે, સૌપ્રથમ ફાર્મા કંપની બાયરે આવું કર્યું હતું. દવાની જે શીશીઓ કંપની પહોંચાડતી હતી તેમાં રૂના બોલ જેવો આકાર બનાવીને શીશીમાં રાખતા હતા. મોટી ફાર્માસ્યુટિકલ કંપની હોવાને કારણે આ ટ્રેન્ડને અન્ય કંપનીઓએ પણ ફોલો કર્યો.

કંપનીએ આવું કેમ કર્યું તેનું પણ એક ખાસ કારણ હતું. કંપનીનું માનવું છે કે, જો રૂને દવાઓથી ભરેલી શીશીમાં મુકવામાં આવે તો તેના તૂટવાની શક્યતા ઓછી થઈ જશે. આ ઉપરાંત ડોઝની માત્રામાં ઘટાડો થશે નહીં. તે સમાન જથ્થામાં રહેશે. જો કોઈ ગ્રાહક શીશી ખોલશે તો તેઓને ચિંતા કરવાની જરૂર નથી. તેથી જ આવું કરવામાં આવ્યું હતું.

Advertisement

 

આ ટ્રેન્ડ શરૂ થયા પછી 1980માં એક મોટો ફેરફાર આવ્યો. જ્યારે ટેબલેટના બહારના ભાગમાં આવું લેયર બનાવવામાં આવ્યું. જેથી શીશીમાં રાખવામાં આવે ત્યારે તે તૂટી ન જાય. વિશ્વની ઘણી મોટી કંપનીઓએ 1999માં આ કરવાનું બંધ કરી દીધું હતું. જોકે, સ્થાનિક ફાર્મસીઓએ આલ્કોહોલનો ઉપયોગ ન કરતી હોમિયોપેથિક દવાઓ માટે રૂનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું.

ઘણા સમયથી આ જોઈને દર્દીઓને દવાની ખાસ કાળજી લેવાની આદત પડી ગઈ હતી. એટલા માટે દર્દીઓએ પોતાની સાથે આવું જ કરવાનું શરૂ કર્યું. આ જ કારણ હતું કે, ઘણી કંપનીઓએ રૂને શીશીમાં રાખવાનું ચલણ ફરી શરૂ કર્યું, જે ખાસ કરીને હોમિયોપેથિક દવાઓની શીશીમાં આજે પણ યથાવત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version