ગાંધીનગર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નું અંતિમ સત્ર ..સત્ર દરમ્યાન 7 સુધારા વિધેયક રજૂ કરાશે, પ્રશ્નોત્તરીકાળ રદ કરાયો વિપક્ષ નારાજ

Published

on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નું અંતિમ સત્ર ..સત્ર દરમ્યાન 7 સુધારા વિધેયક રજૂ કરાશે, પ્રશ્નોત્તરીકાળ રદ કરાયો વિપક્ષ નારાજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માસ માં યોજનાર છે તે પહેલા ગુજરાતની ૧૪મી વિધાનસભાનું 11મું અને અંતિમ સત્ર મળનાર છે. બે દિવસીય આ સત્ર તોફાની બને એવી પૂરી સંભાવના છે કેમ કે આ વખતે સચિવાલયની બહાર પૂર્વ સૈનિકો ,એલ આર ડી ઉમેદવારો ,માલધારી ,ગૌમાતા ,કિસાનો સહીત સમાજ ના વિવિધ વર્ગ ના લોકો સરકાર સામે આંદોલનો ચલાવી રહ્યા છે..ત્યારે વિપક્ષ માટે રાત નાની અને વેશ ઝાઝા જેવી સ્થિતિ છે કારણ વિપક્ષ માટે પ્રજાકીય પ્રશ્નો ઉઠાવવા માટે સમય પૂરતો નથી જેને લીધે પણ તેઓ નારાજ છે.

રાજ્ય સરકાર આંદોલનકારીઓ ને નાથવામાં નિષ્ફળ ગઈ છે.ત્યારે વિપક્ષ આંદોલનકારીઓ ના મુદ્દે સરકાર ને ગૃહમાં ઘેરશે.આ તમામ સંભાવનાઓ વચ્ચે વિવિધ સમસ્યાઓ ને લઇ વિપક્ષ ના એમ એલ એ પોસ્ટર બેનર સાથે ગૃહ માં વિરોધ કરશે.

ગુજરાત વિધાનસભાના અંતિમ સત્રમાં બે બેઠક બે દિવસ દરમિયાન યોજાશે. આ બંને બેઠક દરમ્યાન 7 જેટલા સુધારા વિધેયક રજૂ કરાશે., જે પૈકી પ્રથમ દિવસે કુલ 4 સુધારા વિધેયક રજૂ કરાશે જ્યારે બીજી બેઠકમાં ત્રણ સુધારા વિધેયક રજૂ કરાશે.. સત્ર દરમિયાન ટૂંકી મુદતના પ્રશ્ન પણ પૂછવામાં આવશે.

ગુજરાત શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર) કરવા બાબત વિધેયક ને લઇ વિરોધ ચાલી રહ્યો છે.તેમાં સુધારા વધારા કે રદ થઇ શકે છે.

Advertisement

ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, 2022
જીએસટી કાઉન્સિલ દ્વારા 43મી અને 45મી બેઠકમાં જીએસટી કાયદામાં સુધારા કરાયા છે ત્યારે ગુજરાત ખાતે જીએસટી અધિનિયમ,2017ની જોગવાઈ લાગુ કરવામાં એકરૂપતા જળવાય તે માટે જીએસટી વિધેયકમાં સુધારા જરૂરી બન્યા છે.

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક, 2022
ગુજરાત સરકારે આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ, ૨૦૧૫ અધિનિયમિત કર્યો છે જેમાં કેટલાક સુધારા કરાયા છે. આ સુધારામાં સંગઠિત ગુના સિન્ડિકેટના સભ્ય વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવવા માટેની શિક્ષા નક્કી કરાશે

વિદ્યુત ઉદ્યોગ પુનર્ગઠન અને નિયમન અધિનિયમ, 2022
આ વિધેયકથી ઉદ્યોગ અને ગ્રાહકો પર પાલન કરવાની જવાબદારી ઘટાડવાના હેતુથી ગુજરાત વિદ્યુત ઉદ્યોગ ( પુનર્ગઠન અને નિયમન) અધિનિયમ, ૨૦૦૩માં સુધારો કરાયો છે જેમાં રાજ્ય સરકારને નવા સુધારાથી ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) અધિનિયમ, ૨૦૦૩ અથવા તે હેઠળ કરેલા કોઈ નિયમ , આદેશ અથવા પાલન ના કરવાનાં કૃત્યોને નિમ્ન, મધ્યમ અથવા ઉચ્ચ કક્ષામાં વર્ગીકરણ કરવાની સત્તા મળશે.

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (સુધારા‌) વિધેયક, 2022
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અધિનિયમ, 2003માં ગુજરાત રાજ્યની બહાર કેમ્પસ ઊભું કરવાની સત્તા આપતી કોઈ જોગવાઈ ના હોવાથી અધિનિયમની કલમ ૩માં સુધારો કરાયો છે. જેથી હવે ગુજરાત રાજ્યની અંદર અથવા બહારનાં સ્થળોએ વધારાનાં કેમ્પસ સ્થાપી શકશે.
5. ગુજરાત વિનિયોગ અધિનિયમ (રદ કરવા બાબત) વિધેયક, 2022
ભારતની સંસદ દ્વારા અધિનિયમિત કરાયેલા ગુજરાત લેખાનુદાન, 1980 અને ગુજરાત વિનિયોગ અધિનિયમ, 1980ને હવે રાજ્ય વિધાન મંડળ દ્વારા રદ કરવાની જરૂર જણાઈ છે. ચોક્કસ નાણાકીય વર્ષો પછી, વિનિયોગ અધિનિયમ પોતાનું મહત્ત્વ ગુમાવતા હોવાથી ભૂતકાળના વ્યવહારને સુરક્ષિત રાખવા માટે, વિધેયકમાં યોગ્ય અપવાદ દાખલ કરાશે..

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version