સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અજય દેવગનની ફિલ્મ ‘રનવે-34’ હાલ ખૂબ જ ચર્ચામાં છે. પોતાના શાનદાર અભિનય માટે જાણીતા અજય દેવગન રનવે-34ના અભિનેતા, દિગદર્શક અને નિર્માતા સાથે મનોરંજનનો ત્રિપલ ડોઝ આપવા માટે તૈયાર છે. અજય દેવગનની આ ફિલ્મ ઈદ પર રિલીઝ થઈ રહી છે.
‘રનવે-34’ સત્ય ઘટનાથી પ્રેરિત વાર્તા છે. રનવે-34ની વાર્તા મુખ્યત્વે કેપ્ટન વિક્રાંત ખન્નાની આસપાસ ફરે છે. ફિલ્મમાં વિક્રાંત ખન્નાનું પાત્ર અજય દેવગન ભજવી રહ્યા છે. જે એક પાયલટની ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં અજય દેવગન સાથે અમિતાભ બચ્ચન પણ છે.
ટ્રેલરમાં તમે જોઈ શકો છો કે, અજય દેવગનની ફ્લાઈટ ટેકઓફ કર્યા બાદ ખરાબ હવામાનમાં ફસાઈ જાય છે. અજય દેવગન અને તેના કો-પાયલટ પ્લેનને બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આ ફિલ્મમાં અજય દેવગનના કો-પાયલટ તરીકે રકુલ પ્રીતસિંહ પણ છે.
‘રનવે-34’ ફિલ્મ 29 એપ્રિલ 2022 ઈદના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના સહ નિર્માતા કુમાર મંગત પાઠક, વિક્રાંત શર્મા, સંદીપ હરીશ કેવલાની, ત્રલોક સિંહ જેઠી, હસનૈન હુસૈની અને જય કનોજિયા છે.