અમદાવાદ
જગન્નાથયાત્રા આ વખતે છે રહેશે અનેક બદલાવ- ભક્તોમાં અનેરો ઉત્સાહ !
જગન્નાથયાત્રાની જળાભિષેક સાથે ઉત્સવનો થયો પ્રારંભ- ભક્તોમાં અનેરો ઉત્સાહ
નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !
બલરામજી સુભદ્રાજી અને જગન્નાથજીના દર્શન લાભ અમદાવાદના નગરજનોને પ્રત્યક્ષ મળે એ વિશિષ્ટ મહિમાકારી યાત્રા એટલે અમદાવાદની ઓળખસમી વૈશ્વિક સ્તરે નોંધ લેવાતી રથયાત્રા…
રથયાત્રા પૂર્વે શુભ તિથિ vજ્યેષ્ઠ પૂર્ણિમાએ જળયાત્રાનો અનન્ય મહિમા છે જેમાં હર્ષોલ્લાસ સાથે હકડેઠેઠ ભાવિકોની ભીડ “જય રણછોડ માખણચોર” ના નાદ સાથે ઢોલ નગારા મૃદંગ પખવાજ અને કરતાલના તાલે નાચતાં કૂદતાં જમાલપુર અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિર પ્રાંગણથી પ્રયાણ થઈ સોમનાથ ભૂદરના આરે (નદી કિનારે) વિધિ સંપન્ન થઇ જગતના નાથ જગન્નાથ જીની જળયાત્રાના રંગ, બે વર્ષ પછી ફરી સર્જાયેલાં ભવ્ય માહોલ જોવા મળ્યું
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાને સુરક્ષા મળતા પત્નીએ પણ માંગ્યુ પોલીસ રક્ષણ !
*અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા પૂર્વ જળયાત્રા નીકળી. *
આગામી 145મી જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી.
આ જળયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદર ના આરે પહોંચી.
108 કળશમાં નિર્મળ જળ ભરીને સાભ્રમતી (સાબરમતી)નદી કિનારે વિધિ સંપન્ન કરીને નિજ મંદિરે પરત ફરી..
….જ્યાં ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાયુ.
આ પ્રસંગે જગન્નાથ મંદિરના ગાદીપતિ મહંત દિલિપદાસજી મહારાજ સાથે આમંત્રિત મહેમાનો સાથે આ પૂજનમાં રાજ્યના વિવિધ મંત્રી આદિ એ લાભ લીધો.
અહીં મંદિરમાં શોડષોપચાર પૂજા વિધિ કરવામાં આવી.
ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બળદેવ અને સુભદ્રાજીનો જળાભિષેક કરવામાં આવ્યા
ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થયા,,
તો બીજી તરફ ભગવાનના મોસાળમાં સરસપુરમાં ભગવાન આગામી આગમન અને ઉત્સવને લઇને તૈયારીઓ જોવા મળી,, અહી પણ ભક્તજનોએ ભગવાનને વધાવ્યા,,