ચૂંટણી એ ભાજપ સરકાર ને કર્મચારીઓ સામે ઝૂકવા મજબુર કર્યા
પેન્શન મામલે રાજ્ય સરકારે આજે મોટી નિર્ણય લીધો છે. રાજય સરકારે કુટુંબ પેન્શન યોજના સ્વીકારી લીધી છે અને જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવાની રાજય સરકાર ના પ્રવક્તા જીતુ વાઘાણી કરી છે હવે થી રાજયમાં સરકારી કર્મચારીઓ ને 7માં પગાર પંચનો લાભ મળશે. મૃતક કર્મચારીઓના પરિવારને મળતી સહાય 8 લાખથી વધારીને 14 લાખ કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર જૂની પેન્શન યોજનાનો આંશિક અમલ કરશે. સાતમા પગાર પંચના બાકી ભથ્થા પણ ચુકવીશું. સરકારે કુટુંબ પેન્શન યોજનાનો સ્વીકાર કર્યો છે. આ યોજના 1-4-2005માં નોકરીએ લાગ્યા છે તે કર્મચારીઓ માટે છે, વર્ષ 2005 પહેલા ભરતી થયેલાને જૂની પેન્શન અને ભારત સરકારનો વર્ષ 2009નો કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સરકારે સ્વીકાર્યો છે.
રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી સળંગ ગણવી. મૂળ નિમણૂંક તારીખથી તમામ લાભો માટે તા.1/4/2019થી સળંગ નોકરીનો લાભ આપવો.
મેડીકલ ભથ્થું 300ના બદલે સાતમા પગારપંચ મુજબ 1000 કરવામાં આવશે.
ચાલુ ફરજમાં અવસાનના કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાંકિય સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ સહાય 8 લાખ છે જેમાં વધારો કરી 14 લાખ આપવાનું નક્કી કરેલ છે.
45 વર્ષની મર્યાદાબાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા.
પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં 60%એ મુક્તિ દૂર કરી 50%એ પાસના બદલે 40% અને પરીક્ષામાં 5વિષયના બદલે 3 વિષય રાખવામાં આવે અને અંગ્રેજીનું પેપર રદ કરવું.
50%એ પાસ કરવું. ઠરાવની તારીખથી અમલ થશે.
કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદતમાં ઘટાડો કરવો.વ્યાજ દરમાં ઘટાડા સાથે 15 વર્ષના 180 હપ્તાના બદલે 13 વર્ષના 156 હપ્તા કરવા સંમત. અંદાજીત 6 લાખ રૂપિયા જેવી ફાયદો થાય. સી.સી.સી. પરીક્ષાની મુદત ડિસેમ્બર-2024 સુધી લંબાવવી.
જૂની પેન્શન સ્કીમમાં નિવૃત્તિ સમયે કર્મચારીના વેતનની અડધી રકમ પેન્શનના રૂપે અપાતી હોય છે. જૂની પેન્શન સ્કીમમાં કર્મચારીના પગારમાંથી કોઇ નાણાં કપાતાં નથી. જૂની પેન્શન સ્કીમ ચુકવણી ટ્રેઝરી માધ્યમથી થાય. આ સ્કીમમાં રૂ 20 લાખ સુધીની ગ્રેજયુઇટીની રકમ મળી શકતી. આ સ્કીમમાં જનરલ પ્રોવિડંટ ફંડ-જીપીએફની જોગવાઇ છે. આ સ્કીમમાં નિવૃત્ત કર્મચારીનું મૃત્યુ થતાં તેના પરિવારજનને પેન્શનની રકમ મળે છે.
મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ગુજરાત ની ભાજપ સરકાર સરકારી કર્મચારીઓ આંદોલનો આમતો ઝૂકતી નથી પરંતુ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી અને આમ આદમી પાર્ટી ના અરવિંદ કેજરીવાલ ના પેકેજ નો ડર હોવાથી સરકારે કર્મચારીઓ ની માંગણીઓ સ્વીકારી લઇ ને મામલો ઠંડો પાડ્યો છે.