જાણવા જેવું

વિશ્વ ના એવા ખતરનાખ ફૂલો જેના સંપર્ક માં આવતા ની સાથે જ માણસ મૃત્યુ પામે છે

Published

on

સુંદર ફુલો અને છોડ લોકોને મોહિત કરે છે. ફુલોની સુગંધ લોકોને પોતાના દિવાના બનાવી દે છે. પરંતુ આ દુનિયામાં ઘણા એવા ફૂલો અને છોડ છે જેને સ્પર્શ કરવાથી જ વ્યક્તિ મરી શકે છે. ત્યારે ચાલો જાણીએ આવા ઝેરૂ છોડ અને ફૂલો વિશે.

એકોનિટમ પ્લાન્ટ

એકોનિટમને વિશ્વનો સૌથી ખતરનાક છોડ માનવામાં આવે છે. તે વ્યક્તિના હૃદયના ધબકારા ઘટાડે છે જેના કારણે તે મૃત્યુ પામે છે. આ છોડના મૂળ અને પાંદડા બંન્નેમાં ઝેર હોય છે. પરંતુ મૂળ વધુ ઝેરી હોય છે. ન્યુરોટોક્સિન મૂળ અને પાંદડા બંનેમાં જોવા મળે છે. આ ઝેર મગજને અસર કરે છે. તેના ફૂલ, પાંદડા કે મૂળ ત્વચાના સંપર્કમાં આવતાં જ તે ભાગમાં કળતર થવા લાગે છે અને જકડાઈ જવા લાગે છે. જો કોઈ આકસ્મિક રીતે તેને ખાય તો તે મરી શકે છે.

 

હોગવીડ ફૂલ

Advertisement

ઝેરી ફૂલોમાં હોગવીડ ફૂલનો પણ સમાવેશ થાય છે. તે ચમેલીના ફૂલ જેવું લાગે છે. એવું કહેવાય છે કે જો આ ફૂલ ત્વચાના સંપર્કમાં આવે છે અને સૂર્યપ્રકાશ તેના પર પડે છે તો તેના કારણે થતી પ્રતિક્રિયા ખતરનાક સાબિત થઈ શકે છે. જેના કારણે ત્વચા પર ફોલ્લા પડી જવા અને દાઝી જવાય તેવી બળતરા થાય છે. તે સ્કીન કેન્સરનું જોખમ પણ વધારે છે.

મૈનકીનિલ પ્લાન્ટ

 

એવું માનવામાં આવે છે કે મૈનકીનિલ પ્લાન્ટ પણ ખૂબ જોખમી છે. આ છોડ ફ્લોરિડા અને કેરેબિયન ટાપુઓમાં જોવા મળે છે. તેને હિપ્પોમાને મૈનકીનિલ નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડ ફળ પણ આપે છે. આ છોડ એટલો ખતરનાક છે કે જો તેના પર પડતું પાણી પણ સંપર્કમાં આવે તો માનવ જીવ જઈ શકે છે. તેનો ધુમાડો વ્યક્તિને અંધ બનાવી શકે છે અને શ્વાસ સંબંધી રોગ પણ થઈ શકે છે.

રિકિનસ કોમૂનિસ

Advertisement

જોખમી છોડમાં રીસીનસ કોમૂનિસ છોડનો પણ સમાવેશ થાય છે. તેને રાઈસિન તરીકે ઓળખવામાં આવે છે અને તેના બીજમાંથી બનેલા તેલને એરંડીનું તેલ કહેવામાં આવે છે. આ મેટાબોલિઝમના કોષોને મારી નાખે છે. જેના કારણે ઉલ્ટી અને ઝાડા થાય છે. જો આ એક અઠવાડિયામાં યોગ્ય રીતે કરવામાં ન આવે તો જીવ પણ જઈ શકે છે.

 

અબરીન છોડ

અબરીન છોડને પણ અત્યંત જોખમી માનવામાં આવે છે. તે લાલ રંગના બેરી જેવું લાગે છે અને તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ છોડ પરના ફળના બીજ અત્યંત જોખમી છે. જો કોઈ તેને ખાય છે તો તે મરી શકે છે. તેમાં જોવા મળતું અબરીન ખતરનાક સાબિત થઈ શકે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version