Connect with us

AMRELI

કોંગ્રેસની સરકારોએ સમગ્ર સહકારી ક્ષેત્રની સંસ્થાઓને નિષ્ફળ બનાવી તાળા મારવાનું કામ કર્યું. – અમિતભાઇ શાહ

Published

on

આજે અમરેલી ખાતે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહની ગરિમામય ઉપસ્થિતિમાં જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ અંતર્ગત “સહકાર સે સમૃદ્ધિ” પરીસંવાદ કાર્યક્રમ યોજાયો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ” સહકાર સે સમૃદ્ધિ” નો ખ્યાલ આપ્યો હોવાનું જણાવતા  અમિતભાઇ શાહ

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કાઠીયાવાડ અને સૌરાષ્ટ્રની તમામ ડેરીઓને મૂડી ભંડોળ પૂરું પાડી જીવંત કરી.અમિતભાઇ શાહ

કોંગ્રેસની સરકારોએ સમગ્ર સહકારી ક્ષેત્રની સંસ્થાઓને નિષ્ફળ બનાવી તાળા મારવાનું કામ કર્યું. – અમિતભાઇ શાહ

1995 માં ધિરાણનો વ્યાજ દર 18% હતો, આજે  મોદીના નેતૃત્વમાં શૂન્ય પ્રતિશત વ્યાજ દરે ખેડૂતોને ધિરાણ મળી રહ્યું છે.અમિતભાઇ શાહ

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટમાં વૈકલ્પિક કર 18.5% થી ઘટાડી 15% કર્યો અને સરચાર્જ 12% હતો તે ઘટાડી 4 ટકા કર્યો.અમિતભાઇ શાહ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતો,પશુપાલકો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોને સમૃદ્ધિ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે

વિનોબા ભાવેજી તથા શ્રી સ્વામી વિવેકાનંદને નમન કરી શ્રધાંજલિ પાઠવતા અમિતભાઇ શાહ
———
સહકાર એટલે ” સાથે આવવું, સાથે વિચારવું, સાથે સંકલ્પ લેવો અને તે સંકલ્પની સિદ્ધિ માટે સાથે પુરુષાર્થ કરવો. અમિતભાઇ શાહ
———-
અમરેલી ખાતે ગીર ગાયના સંવર્ધન – સંરક્ષણ અને સુધાર માટેનું સેન્ટર આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાને હૃદયથી ધન્યવાદ અને અભિનંદન પાઠવતા  અમિતભાઇ શાહ
જે અમરેલી ખાતે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહની ગરિમામય ઉપસ્થિતિમાં અને કેન્દ્રિય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા ની ઉપસ્થિતમાં જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અંતર્ગત “સહકાર સે સમૃદ્ધિ” પરીસંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આ પ્રસંગે શ્રી શાહે અમર ડેરી દ્વારા ઉત્પાદિત ‘અમર હની’ અને ‘મિનરલ મિક્સચર’ ઉત્પાદનોનું લોન્ચિંગ પણ કર્યું હતું તથા વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા.
તેઓએ દેશના 591 જિલ્લાઓમાં પ્રવાસ કર્યો છે પરંતુ એક પણ જિલ્લો એવો નથી કે ત્યાં આ પ્રકારે એક સાથે જિલ્લાની સાત મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત સભા યોજાઈ હોય. તેઓએ આ માટે તમામ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ અને સભાસદોને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ કહ્યું કે આજે જ 1893 માં સ્વામી વિવેકાનંદે શિકાગોમાં સર્વ ધર્મ સભામાં હિન્દુ ધર્મનો ભગવો લહેરાવ્યો હતો અને આજે જ શ્રી વિનોબા ભાવેજીનો જન્મદિવસ છે.  શાહે શ્રી વિનોબા ભાવેજી તથા સ્વામી વિવેકાનંદને નમન કરી શ્રધાંજલિ પાઠવી હતી.

અમરેલી જિલ્લાએ શ્રી દકુભાઈ પટેલથી લઈને શ્રી દિલીપભાઈ સંઘાણી જેવા અનેક સહકારી આગેવાનો આપ્યા, આ આગેવાનોએ રાજ્યને અને સહકારી માળખાને મજબૂતાઇ આપી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ” સહકાર સે સમૃદ્ધિ” નો ખ્યાલ આપ્યો અને આ સહકારી વિભાગની સ્થાપના માટેનું સૂચન શ્રી પરસોતમ રૂપાલાજીએ કર્યું હતું.  મોદીજીએ અલગથી સહકારી વિભાગની સ્થાપના કરી દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ આદર્યો છે. સહકાર એટલે ” સાથે આવવું, સાથે વિચારવું, સાથે સંકલ્પ લેવો અને તે સંકલ્પની સિદ્ધિ માટે સાથે પુરુષાર્થ કરવો. આજનો આ પરિસંવાદ સહકારની આ વિભાવનાને ચરિતાર્થ કરે છે.
અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડિરેક્ટર્સને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે 1995 થી 2022 સુધીમાં ક્યારેય આ બેંકનો ગ્રાફ નીચે નથી આવ્યો. ડિપોઝિટ જે 19 કરોડ હતી તે વધીને 1880 કરોડ થઈ છે, 1995 માં 32 કરોડનું ધિરાણ આજે 1312 કરોડ, વર્કિંગ કેપિટલ 45 કરોડ હતી તે 2425 કરોડ અને નફો જે 45 લાખ હતો તે આજે 27 કરોડ સુધી પહોંચ્યો છે. 1995 માં ધિરાણનો વ્યાજ દર 18% હતો જે આજે શ્રી મોદીજીના નેતૃત્વમાં શૂન્ય પ્રતિશત વ્યાજ દરે ખેડૂતોને ધિરાણ મળી રહ્યું છે. જ્યારે રાજ્ય અને કેન્દ્રમાં ખેડૂત મિત્ર સરકાર અને સહકાર વિભાગ હોય ત્યારે પરિવર્તન કેવી રીતે શક્ય બને છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ૧૩૫૦ ખેડૂતોને ગોડાઉન માટે આર્થિક મદદ, ૭૦ હજાર ખેડૂતોને રૂપે ક્રેડિટ કાર્ડ, ૨ લાખ લોકોના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વીમા આપવામાં આવ્યા છે.
સહકારી ક્ષેત્રના ભૂતકાળને યાદ કરતા કહ્યું કે કોંગ્રેસની સરકારોએ સમગ્ર સહકારી ક્ષેત્રની સંસ્થાઓને નિષ્ફળ બનાવી તાળા મારવાનું કામ કર્યું. વેપારીઓ દ્વારા ખેડૂતોનો ખૂબ શોષણ કરવામાં આવતું હતું પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કાઠીયાવાડ અને સૌરાષ્ટ્રની તમામ ડેરીઓને મૂડી ભંડોળ પૂરું પાડી જીવંત કરી અને આજે તમામ સંસ્થાઓ ધમધોકાર ચાલી રહી છે અને બહેનોના ખાતામાં દર 10 દિવસે પૈસા જમા થઈ રહ્યા છે. ૨૦૦૨માં ૨૫૦૦ લીટર દૂધ પ્રોસેસ થતું હતું કે આજે ૧,૨૫,૦૦૦ લીટર ક્ષમતાએ પહોચ્યું છે. આ બદલાવ જ દર્શાવે છે કે રાજકીય ઈચ્છાશક્તિ હોય તો ધાર્યા પરિણામ લાવી શકાય છે. આજે દર દર 10 દિવસે ખેડૂતોને પાંચથી છ કરોડ અને વર્ષે 204 કરોડ રૂપિયા મળી રહ્યા છે દૂધની સાથે મધમાખી પાલનની તથા અન્ય ઉત્પાદનોના વેચાણથી પણ સભાસદોની સમૃદ્ધિ આગળ વધી રહી છે.
અમરેલી ખાતે ગીર ગાયના સંવર્ધન – સંરક્ષણ અને સુધાર માટેનું સેન્ટર આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાને હૃદયથી ધન્યવાદ અને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ કહ્યું કે  મોદીજીના નેતૃત્વમાં પ્રાથમિક અને સેવા સહકારી મંડળીઓના કમ્પ્યુટરાઇઝેશન દ્વારા તેને જિલ્લા, રાજ્ય અને નાબાર્ડ સાથે જોડવાનું કાર્ય થયું છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી એ પેક્સના કમ્પ્યુટરાઇઝેશન માટે લગભગ ૨૫૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. નવી સહકાર નીતિના માધ્યમથી ટ્રાન્સપોર્ટેશન, ઇન્સયોરન્સ, ટુરિઝમ, હેલ્થ વગેરે ક્ષેત્રમાં પણ નવી મંડળીઓ સ્થાપિત થાય અને તાલીમ સુધારણા માટે સહકારી યુનિવર્સિટી બનાવી સભાસદો સુધી પહોંચાડવા માટે  મોદીજીએ અલગથી ૫૫ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બજેટમાં વૈકલ્પિક કર 18.5% થી ઘટાડી 15% કર્યો અને સરચાર્જ 12% હતો તે ઘટાડી ૪ ટકા કર્યો છે. આ ઉપરાંત નવી મંડળીઓ, ડેરીઓ વધારવા માટે આજે સમગ્ર દેશમાં મંડળીઓની સંખ્યા અને મંડળીઓની તંદુરસ્તીની તપાસ ઓનલાઇન થઈ શકે અને તેના સુધારણા માટેનું પણ કામ થાય તે માટે રાષ્ટ્રીય સહકાર ડેટાબેઝ બનાવાઈ રહ્યો છે.સેવા સહકારી મંડળી માત્ર ધિરાણ જ નહિ પણ માર્કેટિંગ, ગોડાઉન, વીજળી કનેક્શન અને ગેસ વિત્તરણ એજન્સી જેવા વિવિધ આયામ સાથે બહુ ઉદ્દેશી બને તે માટે મોડેલ બાયલોઝ તૈયાર થઈ રહ્યા છે જે લગભગ સપ્ટેમ્બરના અંત સુધીમાં દરેક મંડળીઓ સુધી પહોંચાડવામાં આવશે. આ પરિવર્તનથી દેશભરની સેવા સહકારી મંડળીઓ નફો કરતી થશે અને જોડાયેલા તમામ લોકો પણ સમૃદ્ધ બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દેશ અને વિશ્વના નાગરિકોના સ્વાથ્યયની અને ખેડૂતોને ઉપજના યોગ્ય ભાવ મળે તેની ચિંતા કરીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે અનેક પ્રયાસો અને પહેલ કરી રહ્યા છે. આ માટે પ્રાકૃતિક ઉપજના પ્રમાણિકરણ અને માટીની ચકાસણી માટે અમૂલ સહિત સંસ્થાઓ સાથે મળીને દેશભરમાં પ્રયોગશાળા સ્થાપિત કરી રહી છે. વધુ ઉત્પાદન મળે તેવા બીજના સંશોધન માટે પણ મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટીઓ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત આજે મોટી મોટી કંપનીઓ ખૂબ નફો રળી રહી છે ત્યારે આ નફો સીધો ખેડૂતો ને મળે તે ઉદ્દેશ સાથે કેન્દ્રની ભાજપા સરકાર મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ એકસપોર્ટ હાઉસ પણ બનાવવા જઈ રહી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતો,પશુપાલકો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોને સમૃદ્ધિ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે મોદીજીએ સહકારી ક્ષેત્રને નવો ઉદ્દેશ, નવો આકાર અને નવા લક્ષ્યાંક આપવાનું કાર્ય કર્યું છે.
આગામી પાંચ વર્ષમાં સહકારી ક્ષેત્રની ગણના મોખરાના વિભાગોમાં થાય તેવું સૌ સાથે મળીને સ્થાપિત કરવા અને આ ક્ષેત્રના તમામ લોકોની સમૃદ્ધિને નિશ્ચિત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા,  આર.સી.મકવાણા, સાંસદ  નારણભાઈ કાછડીયા, ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, ઇફકોના ચેરમેન  દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્યજે.વી.કાકડીયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, ભાજપા સહકારિતા સેલના પ્રદેશ સંયોજક  બીપીનભાઈ પટેલ, પ્રદેશ, જિલ્લા અને શહેર ભાજપના પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના હોદેદારો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, સભાસદો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

AMRELI

ગુજરાત ગૌરવ યાત્રા અમરેલીમાં

Published

on

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં બીજેપી 27 વર્ષથી પોતાનો ગઢ જાળવી રાખવા માટે ગુજરાત ગૌરવ યાત્રા ના નામે જનતાનો વ્યાપક સમ્પર્ક મુખ્યપ્રધાન થી લઇ રાજય સરકારના પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનો ગામે ગામ જઈ ને સરકારની યોજનાઓ ને લઇ કરેલ કામગીરી ને જાણકારી આપી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે ત્યારે મહુવા ખાતે કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા સહ આ યાત્રામાં સહભાગી બની, ભાજપ સરકારની અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો, જનકલ્યાણકારી નીતિઓ અને પ્રજાલક્ષી યોજનાઓ વિશે ઉપસ્થિત વિશાળ જનમેદનીને અવગત કર્યા.
આ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી , અમરેલી લોકસભાના સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, અમરેલી ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા તેમજ સ્થાનિક ભાજપ સંગઠનના પદાધિકારીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કર્મશીલ કાર્યકર્તાઓ અને વિકાસપ્રેમી મહુવાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

.

Continue Reading

AMRELI

રુ.૫૧.૧૪૯ કરોડના ખર્ચે જિલ્લાના ૩૫ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આર.સી.મકવાણા

Published

on

જિલ્લા પ્રભારી મંત્રી આર.સી.મકવાણાના અધ્યક્ષ સ્થાને અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન

રુ.૫૧.૧૪૯ કરોડના ખર્ચે જિલ્લાના ૩૫ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતા દુષ્કાળ હવે ભૂતકાળ બનશે : સામજિક ન્યાય અધિકારિતા રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી આર.સી. મકવાણા
રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા નિરંતર થઈ રહેલી વિકાસયાત્રા હેઠળ યોજાઈ રહેલા ‘,વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત અમરેલીના ખેડૂત તાલીમ ભવન ખાતેસામજિક ન્યાય અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રી આર.સી.મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં રુ.૫૧.૧૪૯ કરોડના ખર્ચે જિલ્લાના ૩૫ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી આર.સી. મકવાણાએ જણાવ્યુ હતુ કે, ‘રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર નિરંતર વિકાસકાર્યો કરી રહી છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ડેમોમાં નર્મદાના નીર ભરવાનું કામ થઈ રહ્યું છે, જેના લીધે દુષ્કાળ હવે ભૂતકાળ બનશે. જરુરિયાતને ધ્યાને લઇ રજૂઆત હતી તે ગ્રાહ્ય રાખી સરકારે સૌરાષ્ટ્ર વિસ્તારના બીજા ડેમોનો સમાવેશ કર્યો. આ ડેમોનો ઉમેરો થતાં હવે ખેડૂતોને સિંચાઈ માટે તેમાં નર્મદાના નીરનો લાભ મળી શકશે. શેત્રુંજી ડેમ સુધી નર્મદાના નીર પહોંચી ગયા છે અને ખાલી રહેલા ડેમોને ભરવાનું કામ પણ આ યોજનામાં કરવામાં આવશે. દરિયા પટ્ટીના વિકાસ માટે રાજ્ય સરકારે પગલાં લીધા. સાગરકાંઠા વિસ્તારના ગામોમાં દરિયાના પાણીના ક્ષારના કારણે હીજરત કરવાની ફરજ પડે તેમ હતી. આજે આ વિસ્તારોના ડેમોમાં નર્મદાના નીર આવતા લોકોને શુદ્ધ અને મીઠું પીવાનું પાણી મળી રહ્યું છે.

રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય વિશે વિગતે વાત કરી હતી. રાજ્યના નાગરિકો માટે થઈ રહેલા આ વિકાસ કાર્યો આગામી દિવસોમાં પણ નિરંતર શરુ રહેશે.

Advertisement

કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ પ્રાસંગિક ઉદ્ઘબોધન કર્યુ હતુ. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા અનેક વિકાસકાર્યોની વિગતો અને માહિતી પણ તેમણે આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઈ ગજેરા, અમરેલી નગરપાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રજ્ઞાબેન સાવલીયા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરુવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક અમરેલી પ્રાંત સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા –

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.