ભાજપ નેતા ના પુત્ર એ ફાયરિંગ કરતા પોલીસ થઇ દોડતી
અરવલ્લી જિલ્લા પંચાયત ના પ્રમુખ લાલસિંહ ચૌહાણના પુત્રે વીરભદ્રસિંહે ફાયરિંગ કર્તાની સાથે જ અરવલ્લી જિલ્લાની પોલીસ દોડતી થઇ ગઈ છે.સમગ્ર દેશમાં વિજયાદશમી ની ઉજવણી થઇ રહી છે..ત્યારે વિજયા દશમી નિમિતે શસ્ત્ર પૂજન વિશેષ રીતે કરવામાં આવતું હોય છે ત્યારે અરવલ્લી જિલ્લા પંચાયત ના પ્રમુખ લાલસિંહ ચૌહાણ ના પૌત્ર વીરભદ્રસિંહે પણ દશેરા ની અલગ અંદાજ માં ઉજવણી કરી હતી.તેઓ એ પોતાની રિવોલ્વર થી ફાયરિંગ કર્યું હતું જોકે હવામાં ફાયરિંગ કરવાને લીધે ઇજા થઇ ન હતી..તેઓ સોશિયલ મીડિયામાં તેમના આગવા અંદાજ માં રિવોલ્વરથી કરેલ ફાયરિંગનો વિડીયો મુકતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં અરવલ્લી ભાજપ ના નેતા પુત્ર એ કરેલ ફાયરિંગ ચર્ચાનો વિષય બન્યો હતો