સેન્ટ્રલ જેલના બિગ બોસ કોણ, પોલીસ કે વહીવટદારો- ગૃહ વિભાગે સોપી તપાસ
બહુચરાજી ટ્રસ્ટ માં નિમણુંક કરતા ભાજપ ના નેતાઓ માં કહી ખુશી કહી ગમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારી છે ત્યારે રાજય ની ભાજપ સરકારે સિનિયર આગેવાનો ને ઠેકાણે પાડવા ની શરૂઆત કરી છે તેમના અથાક પરિશ્ર્મ પાર્ટી પ્રત્યે નો સમપર્ણ ભાવ તેમનો માન મોભો પ્રતિષ્ઠા અને કદ ને ધ્યાને રાખી ને સરકારે નિમણુંકો આપી છે..
ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા બહુચરાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ માં 6 સરકારી અને 11 બિન સરકારી સભ્યો ની નિમણુંકો આપવામાં આવી છે જેમાં
સિદ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય અને જીઆઇડીસી ના પૂર્વ ચેરમેન બલવંતસિંહ રાજપૂત ને બહુચરાજી માતાજી ના ટ્રસ્ટ માં ટ્રસ્ટી તરીકે મોટી જવાબદારી આપી છે ત્યારે મહેસાણા ના પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ જયશ્રીબેન પટેલ ની પણ ટ્રસ્ટી તરીકે નિમણુંક કરવામાં આવી છે આ ઉપરાંત ગુજરાત ભાજપ મીડિયા સેલ ના કન્વીનર યજ્ઞેશ દવે સહીત 16 બિન સરકારી સભ્યો ની નિમણુંકો કરી દેવાઈ છે જેને લીધે તેમના સમર્થકો અને પરિવારજનો માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે…મહત્વપૂર્ણ બાબત તો એ છે કે બલવંતસિંહ રાજપૂત વર્ષ 2017 માં રાજ્યસભા ની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ છોડી ભાજપ માં જોડાયા હતા તેઓ ભાજપ ના ઉમેદવાર તરીકે કોંગ્રેસ ના દિગ્ગ્જ નેતા અહેમદ પટેલ સામે ચૂંટણી લડ્યા હતા જોકે તેઓ તેમની સામે ચૂંટણી હારી ગયા હતા ત્યારે ગુજરાત ભાજપે તેમની વફાદારી ની કદર કરી ને તેમને જી આઈ ડી સી ના ચેરમેન બનાવ્યા હતા જોકે તાજેતર માં તમામ બોર્ડ નિગમ ના ચેરમેનો ના રાજીનામાં લઇ લેવાતા તેઓ એ જી આઈ ડી સી ના ચેરમેન તરીકે રાજીનામુ આપી દીધું હતું..ત્યારે હવે રાજય ની ભાજપ સરકારે માતાજી ના પરમ ભક્ત બલવંતસિંહ રાજપૂત ને બહુચર માતાજી ની સેવા અર્થે મુક્યા છે..
સૂત્રો ની માનીએ તો બલવંતસિંહ રાજપૂત સિદ્ધપુર વિધાનસભા બેઠક માટે મહેસાણા ના પૂર્વ સંસદ અને ફાયર બ્રાન્ડ નેતા જયશ્રીબેન પટેલ બહુચરાજી વિધાનસભા બેઠક માટે અને ગુજરાત ભાજપ મીડિયા સેલ ના કન્વીનર યજ્ઞેશ દવે વેજલપુર અને નારણપુરા વિધાનસભા બેઠક માટે મજબૂત દાવેદારો માનવામાં આવે છે ત્યારે ગુજરાત સરકાર ના ઉદ્યોગ અને ખાણ વિભાગે બહુચરાજી દેવસ્થાન ટ્રસ્ટ માં નિમણુંકો કરતા સિનિયર નેતાઓને અચરજ પામ્યા છે