delhi

 ભાજપની સરકાર અંહકાર છોડે અને કર્મચારીઓના પ્રશ્નો ઉકેલે. શક્તિસિંહ ગોહિલ

Published

on

ભાજપની સરકાર અંહકાર છોડે અને કર્મચારીઓના પ્રશ્નો ઉકેલે. શક્તિસિંહ ગોહિલ

ગુજરાતના આરોગ્ય વિભાગના ૧૬૦૦૦ કરતા વધારે કર્મચારીઓ છેલ્લા ૪૭ દિવસથી હડતાલ પર છે. પગાર વિસંગતતા, ટેક્નીકલ સ્ટાફ ગણવા તથા જૂની પેન્શન યોજના જેવા પ્રશ્નો માટેની માંગણી સરકારે સકારાત્મક રીતે ઉકેલી નથી તે દુઃખદ છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે ભાજપની સરકાર અંહકાર છોડે અને કર્મચારીઓના પ્રશ્નો ઉકેલે. આજે ગ્રામિણ જનતા માટે વેક્સીનેશન, પ્રસુતિ સમયની સેવાઓ, બાળકો અને વૃધ્ધોની સરભરા જેવા અનેક આરોગ્ય વિષયક પ્રશ્નો માટે ખુબ જ મુશ્કેલી પડી રહી છે. સરકાર આ બાબત અંગે પણ વિચારે તે જરૂરી છે. બીજી તરફ હજારો કર્મચારી આંદોલનના સ્થળે યાતના ભોગવી રહ્યા છે તે પણ સરકારે માનવીય અભિગમ સાથે વિચારવું જોઈએ તેવી માંગણી શકિતસિંહ ગોહિલે કરી છે

 

 

Advertisement

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version