ગુજરાત વિધાનસભાનું એક દિવસ માટે મંગળવારે સત્ર મળશે જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડને ચૂંટી કાઢવામાં આવશે. આ ઉપરાંત રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગેરકાયદેરસર બાંધકામોને કાયદેસરતા બક્ષવા માટે બહાર પાડવામાં આવેલ ઈમ્પૅક્ટ ફીના કાયદાને બહાલી આપતું ગૃહમાં બિલ લાવવામાં આવશે.જેને ગૃહમાં મંજૂરી અપાશે.