ભારત દેશના શ્રમિકોને સૌથી વધુ નુકસાન ભાજપાની નીતિઓથી થઇ રહ્યું છે. શ્રીમંતો માટે કામ કરતી ભાજપા દેશના શ્રમિકોના હક્ક-અધિકાર છીનવી રહી છે – ઉદિત રાજ
દેશના અસંગઠિત કામદારો-શ્રમિકોનો સૌથી મોટો શત્રુ ભાજપ સરકાર – ઉદિત રાજ
અનામત, બંધારણ, નોકરીને બચાવવા માટે ગુજરાતની ચુંટણી ખુબ જ મહત્વની છે. – ઉદિત રાજ
ભારત દેશના શ્રમિકોને સૌથી વધુ નુકસાન ભાજપાની નીતિઓથી થઇ રહ્યું છે. શ્રીમંતો માટે કામ કરતી ભાજપા દેશના શ્રમિકોના હક્ક-અધિકાર છીનવી રહી છે દેશના અસંગઠિત કામદારો-શ્રમિકોનો સૌથી મોટો શત્રુ ભાજપ સરકાર હોવાનો સીધો આક્ષેપ કરતા અસંગઠિત મજદૂર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ઉદિત રાજે અમદાવાદ, રાજીવ ગાંધી ભવન ખાતે મીડિયામાં કહ્યું હતું.ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને કોન્ટ્રાકટ પ્રથા, આઉટસોર્સિંગને શરુ કરાવી દેશમાં અસંગઠિત સેક્ટરમાં કામદાર-શ્રમિકોની સંખ્યામાં ૮ ટકાનો વધારો થયો. જયારે સંગઠિત ક્ષેત્રની ટકાવારી ઘટીને માત્ર ૬ ટકા રહી. સાથોસાથ કોન્ટ્રાકટ તથા આઉટસોર્સિંગની ટકાવારી ૯૪ ટકાએ પહોંચી. કેન્દ્રની ભાજપ સરકાર અસંગઠિત કામદાર-શ્રમિકોની સંખ્યા ૩૮ કરોડ દર્શાવે છે જે હકીકતમાં ૪૫ થી ૪૮ કરોડ છે. દેશના કુલ મતદાતાની અડધી સંખ્યા અસંગઠિત શ્રમિકોની છે. ભાજપાએ પ્રાઈવેટાઈજેશન, કોન્ટ્રાકટ પ્રથા અને આઉટસોર્સિંગની નીતિઓથી સૌથી વધુ નુકસાન સામાન્ય-મધ્યમ વર્ગ, આદિવાસી, દલિત વર્ગને થયું છે ત્યારે અનામત, બંધારણ, નોકરીને બચાવવા માટે ગુજરાતની ચુંટણી ખુબ જ મહત્વની છે. અસંગઠીત શ્રમિકો-કામદારો માટેના લાભદાયક તમામ કાયદાઓ કોંગ્રેસ પક્ષે બનાવ્યા છે. ભાજપ હિંદુ-મુસ્લિમ, જાતિ-જાતિ વચ્ચે ડર કે ઝગડો કરાવી ચુંટણી જીતવા માંગે છે. ત્યારે અસંગઠિત શ્રમિકોને અપીલ છે કે તેમને કોઈ ધર્મથી ખતરો નથી પરંતુ કપરી મોંઘવારી, નોકરી ના મળે કે ના રહે તે મોટો ખતરો છે. ભાજપ મૂળભૂત મુદ્દાઓને બદલે ધર્મ, જાતિ, જ્ઞાતિ, સહિતના મુદ્દે ચુંટણી લડવા માંગે છે. ગુજરાતની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.
રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં અસંગઠિત મજદૂર કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અશોક પંજાબીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અસંગઠિત શ્રમિકોને મળવા પાત્ર લાભો, લઘુતમ વેતન મળતું નથી મોંઘવારીમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના કાળમાં સૌથી વધુ નુકસાન અસંગઠીત કામદારો-શ્રમિકોને થયું હતું. ભાજપ સરકારે બાંધકામ શ્રમિકો માટેના લાભો લાંબા સમયથી બંધ આકરી દીધા છે. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે જાહેર કરેલી અન્નપુર્ણા યોજના લાંબા સમયથી બંધ કરીને ભાજપ સરકાર શ્રમિકોને અન્યાય કરી રહી છે. કોંગ્રેસ પક્ષ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે નવી યોજનાઓ લાગુ કરશે. લઘુતમ વેતન કાયદાનું ચુસ્તપણે અમલ કરાવશે. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના બાળકોને શિક્ષણનો અધિકાર મળે તેમજ આરોગ્ય સેવાઓ મળે તે કોંગ્રેસ પક્ષ સુનિશ્ચિત કરશે.