ભાજપના શાસનમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ થયુંઃ ઇસુદાન ગઢવી
DHFLએ ભાજપ સરકારના નાક નીચે 34,615 કરોડનું બેંક કૌભાંડ આચર્યુંઃ ઇસુદાન ગઢવી
ભાજપ સરકારની નબળી નીતિઓને કારણે DHFLએ 17 બેંકોને રૂ. 34,615 કરોડની છેતરપિંડી કરીઃ ઇસુદાન ગઢવી
થોડા સમય પહેલા ABG શિપયાર્ડ કંપનીએ 23000 કરોડનું કૌભાંડ કર્યું હતુંઃ ઇસુદાન ગઢવી
ભાજપના શાસન પહેલા પણ મેહુલ ચોક્સી અને નીરવ મોદીએ 13000 કરોડનું બેંક કૌભાંડ કર્યું હતું જેમાં આજ સુધી કોઈને સજા થઈ નથીઃ ઈસુદાન ગઢવી
9000 કરોડનું બેંક કૌભાંડ કરીને વિજય માલ્યા પણ આઝાદ ફરે છેઃ ઇસુદાન ગઢવી
કદાચ ભાજપ સરકાર બેંક કૌભાંડીઓને વિશેષ સુવિધા આપી રહી છે, તેથી જ આટલા મોટા બેંક કૌભાંડો થઈ રહ્યા છેઃ ઈસુદાન ગઢવી
ભાજપના શાસનમાં બેંકોમાં પબ્લિકના પૈસા અસુરક્ષિત છે: ઇસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ દેશના સૌથી મોટા બેંક કૌભાંડ પર બોલતા કહ્યું કે, જ્યારથી ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી બેંક કૌભાંડ થવુ સામાન્ય બાબત બની ગઈ છે. ભૂતકાળમાં પણ ઘણા લોકોએ બેંકોમાંથી હજારો કરોડ રૂપિયા લૂંટ્યા હતા અને આ ચલણ હજુ પણ ચાલુ છે. DHFL કંપનીના પ્રમોટરોએ 17 બેંકોમાં 34615 કરોડનું કૌભાંડ આચર્યું છે.
જ્યારથી ભાજપ સરકાર સત્તામાં છે ત્યારથી એક પછી એક બેંક કૌભાંડો થઈ રહ્યા છે અને તેના કારણે પ્રામાણિક જનતાના પૈસા અસુરક્ષિત બન્યા છે. 2010 થી 2018 સુધીમાં કુલ રૂ. 42,871 કરોડની લોન આપવામાં આવી હતી અને DHFLના પ્રમોટર્સે તે નાણાંનો દુરુપયોગ કર્યો હતો અને આ નાણાં અંગત મિલકત ખરીદવા માટે ખર્ચવામાં આવ્યા હતા. તેમ છતાં સરકારને આ બધી બાબતો વિશે કોઈ માહિતી મળી ન હતી અને આખરે હવે દેશનું સૌથી મોટું બેંક કૌભાંડ આપણી સામે આવ્યું છે.
અગાઉ ABG શિપયાર્ડ કંપનીએ 23000 કરોડનું કૌભાંડ કર્યું હતું. નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા પણ આવા મોટા બેંક કૌભાંડો કરીને દેશ છોડીને ચાલ્યા ગયા છે અને ભાજપ સરકાર કંઈ કરી શકી નથી. ભાજપ સરકાર કહે છે કે ‘મેં ભી ચોકીદાર’ પરંતુ ભાજપ સરકારે કૌભાંડીઓને રોકવા અને પકડવામાં કોઈ પ્રયાસ કર્યો નથી. આજે આ બધા કૌભાંડીઓ દેશના પૈસા લૂંટી રહ્યા છે અને બીજા દેશોમાં વૈભવી જીવન જીવી રહ્યા છે. અને બીજી તરફ આ કૌભાંડો બાદ જ ઘણી વખત બેંકોનું કામકાજ બંધ થયેલું છે, જેના કારણે બેંકોના ગ્રાહકોને રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી. આ બધું ભાજપ સરકારની નિષ્ફળ આર્થિક નીતિઓને કારણે થઈ રહ્યું છે.
જો વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા લોકોને શરૂઆતમાં જ પકડીને સજા કરવામાં આવી હોત તો કદાચ બીજા કોઈએ આટલું મોટું કૌભાંડ આચરવાની કોશિશ ન કરી હોત, પરંતુ ભાજપ સરકારનું હંમેશા મોટા મોટા બેંક કૌભાંડો ને લઈને નિરાશાજનક વલણ રહ્યું છે. અમને શંકા છે કે કદાચ ભાજપ સરકાર બેંક કૌભાંડીઓને વિશેષ સુવિધા આપી રહી છે, તેથી જ આટલા બેંક કૌભાંડો થઈ રહ્યા છે.
આજે ભાજપ સરકારની નબળી નીતિઓને કારણે DHFL એ 17 બેંકો સાથે રૂ. 34,615 કરોડની છેતરપિંડી કરી છે અને જો આ કૌભાંડીઓને વહેલી તકે કડકમાં કડક સજા નહીં કરવામાં આવે તો કદાચ આવા વધુ કૌભાંડો થઈ શકે છે કારણ કે કેન્દ્ર સરકાર બેંક કૌભાંડ ને લઈને જરાય જાગૃત નથી. સરકારના આવા વલણને કારણે આજે ખોટા લોકો કરોડોની મહેનતની કમાણી પર નજર રાખે છે, જેઓ સરકારના નાક નીચેથી આવા કૌભાંડો કરે છે.
કેન્દ્રની ભાજપ સરકારને અમારી અપીલ છે કે જનતાના નાણાને સુરક્ષિત રાખવા માટે મજબૂત આર્થિક નીતિઓનો અમલ કરે અને છેતરપિંડી કરનારાઓ સામે વહેલી તકે કડક પગલાં લેવામાં આવે જેથી કરીને બેંકિંગ સિસ્ટમમાં જનતાનો વિશ્વાસ જળવાઈ રહે.