પગમાં વારંવાર દુખાવો થવો એ એક સામાન્ય સમસ્યા છે. પહેલા માત્ર વૃદ્ધોને જ આ સમસ્યાનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે દરેક ઉંમરના લોકો તેનાથી પરેશાન છે. જો આ દુખાવો લાંબા સમય સુધી ચાલુ રહે તો ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. આને દૂર કરવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. આજે અમે આપને દાદીમાના આવા જ કેટલાક નુસ્ખા જણાવીશું, જેને અજમાવવાથી જૂનામાં જૂનો દુખાવો છુમંતર થઈ જશે…
પગના દુખાવાથી કેવી રીતે છુટકારો મેળવવો
1. બરફ ઘસો
પગમાં દુખાવો થવા પર હેલ્થ એક્સપર્ટ્સ ઘણીવાર તમને હોટ પેક અથવા કોમ્પ્રેસ લગાવવાની સલાહ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે ગરમ કોમ્પ્રેસ જેટલું ફાયદાકારક છે, તેટલું જ કોલ્ડ પેક પણ ફાયદાકારક છે. એટલે કે, જ્યાં દુખાવો થતો હોય ત્યાં તમે બરફ ઘસી શકો છો, અથવા બજારમાં ઉપલબ્ધ કોલ્ડ પેક લાવી તેનો ઉપયોગ શકો છે.
2. તેલથી મસાજ
ઋતુ પ્રમાણે તેલ પસંદ કરીને માલિશ કરો. જો સોજો હોય તો ત્યાં માલિશ કરવાની સલાહ આપવામાં આવતી નથી. અસરગ્રસ્ત ભાગ અને તેની આસપાસના ભાગમાં હળવા હાથે મસાજ કરી શકાય છે. શિયાળાની ઋતુમાં સરસવના તેલથી માલિશ કરો. તેનાથી લોહીનો પ્રવાહ સુધરે છે.
3. હળદરવાળું દૂધ
જો પગમાં હદથી વધારે દુખાવો થવા લાગે તો હળદર વાળું દૂધ પીવો. તેમાં રહેલા દર્દ નિવારક ગુણોનો લાભ તમને મળશે. હળદરમાં ઘણા બધા એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે.
4. મેગ્નેશિયમથી ભરપૂર આહાર લો
ખોરાકમાં મેગ્નેશિયમથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો જેથી પગમાં દુખાવો ફરી ન થાય. જેમ કે કેળા, અખરોટ, લીલા શાકભાજીનું સેવન કરો.
નોંધ- અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. તેને અજમાવતા પહેલા ચોક્કસપણે તબીબી સલાહ લો.