અમદાવાદ
રાંધણ ગેસના ભાવ વધારાને લઇને આમ આદમી પાર્ટીએ કર્યો વિરોધ પ્રદર્શન
રાંધણ ગેસના ભાવ વધારાને લઇને આમ આદમી પાર્ટીએ કર્યો વિરોધ પ્રદર્શન
આજરોજ આમ આદમી પાર્ટી જામનગર દ્વારા તાજેતરમાં જે રાંધણગેસના ભાવમાં 50 રૂપિયા જેટલો વધારો સરકાર દ્વારા ઠોકી બેસાડવામાં આવ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બેડી ગેટ વિસ્તારમાં આ ભાવ વધારો પાછો ખેંચવા તેમજ મોંઘવારી ઓછી કરવા અને રાંધણગેસનો ભાવ જે વધારવામાં આવ્યું છે તેના વિરોધમાં ગુજરાતમાં કાર્યક્રમ આપવામાં આવ્યો છે આ કાર્યક્રમ દરમિયાન ગેસ નો ભાવ સસ્તો કરો નો નારો ગૂંજી ઊઠયો હતો
આ ઉપરાંત એ પણ વિચારવા જેવું છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સરકાર નહોતી ત્યારે આજે ભાજપ દ્વારા સાડા ત્રણસોથી ચારસો રૂપિયા રાધણ ગેસ નો ભાવ થતો ત્યારે એનો વિરોધ દેશ વ્યાપી કરવામાં આવતો હતો પણ હાલ કોઈને કંઈ ના પેટમાં પાણી પણ હલતું નથી જેનો ભોગ સામાન્ય નાગરિક બની રહ્યો છે આ હિટલરશાહી નહીં ચલાવી લેવામાં આવે અને હાલની પરિસ્થિતિમાં ગુજરાતમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી પણ જૂની છે છતાં પણ તેઓ દ્વારા આ અંગે કોઈ વિરોધ કરવામાં નથી આવતો આમ આદમી પાર્ટી દિલ્હી પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ પોતાનું ઈમાનદાર નેતૃત્વ મજબૂત કરી રહી છે ત્યારે અન્ય કોઈ પક્ષ દ્વારા અવાજના ઉઠાવતા આમ આદમી પાર્ટીએ આ ગેસના અસહ્ય ભાવ વધારાનો વિરોધ કરવો તેની જવાબદારી છે અને ક્યારેય પણ પોતાની જવાબદારીમાંથી આમ આદમી પાર્ટી ના ઈમાનદાર સૈનિકો પાછીપાની કરતા નથી
આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ કરસનભાઈ કરમુર, મહિલા પ્રમુખ ચેતનાબેન પુરોહિત ,ગુજરાત પ્રદેશ યુવા ઉપપ્રમુખ વિશાલ ત્યાગી, લોકસભા પ્રમુખ દુર્ગેશભાઇ , ભાવેશભાઈ સભાડીયા લોકસભા સહ ઇન્ચાર્જ ,મયુર ભાઈ ચાવડા ,જેતુન બેન ,ઈન્દુબેન રાવલ ,અસ્મિતાબા, કુમુદ સિંગ ,વિજયાબેન, ભારતીબેન ભદ્રા ,રીટાબા ,કંચનબેન ઠાકોર, આશિષભાઈ સોજીત્રા ,પ્રવીણભાઈ ચનીયારા, ખજાનચી નિલેશભાઈ ભાલારા, નીતિનભાઈ મુંગરા, મીડિયા સેલ જિલ્લા/ શહેરી ઇન્ચાર્જ નિલેશ ખાખરીયા અનિલભાઈ દવે ,રીમપૂ સિંગ, હરપાલસિંહ, મેહુલભાઈ પટેલ ,ઈકબાલભાઈ ખફી, નરેન્દ્રસિંહ જાડેજા યોગેશભાઈ ઝાલા, મુકેશ ભાઈ ચાવડા તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા
રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ
કલોલમા એવુ તો શુ બન્યુ કે ધારાસભ્ય બળદેવજી ઠાકોરને સીએમ ને નહી પણ પીએમને પત્ર લખવાની પડી જરુર
ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો ઉપર ફરી શકે પાણી !