આપ’ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ મોરબીની દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભામાં હાજરી આપી.
ઈસુદાન ગઢવીએ સાણંદના દહેગામડા, દસાડા અને વિરમગામમાં આયોજિત પ્રાર્થના સભામાં હાજરી આપી.
આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આજે અલગ અલગ શહેરોમાં પ્રાર્થના સભા અને મૌન રેલીનું આયોજન કર્યું છે.
ઈસુદાન ગઢવીએ ત્યાં હાજર ‘આપ’ના નેતાઓ, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં હાજર રહેલા સ્થાનિક લોકો સાથે મળીને મૌન પાડીને અને રામ સંકીર્તન કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ મુશ્કિલ સમયમાં મૃતકોના તથા ઇજાગ્રસ્તોના પરિવારજનો સાથે આમ આદમી પાર્ટી ખડે પગે ઉભી છે અને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તૈયાર છે.
બે દિવસ પહેલા મોરબીમાં જે દુઃખદ ઘટના ઘટી હતી તેનાથી આખા ગુજરાતમાં શોક વ્યાપી ગયો હતો. નવા વર્ષના તહેવારો હજુ પુરા પણ ન હોતા થયા, ત્યાં જ એક દુર્ઘટનાએ ગુજરાતને હચમચાવી નાખ્યું. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો અને તેના કારણે 150 થી વધુ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. જે કાળા દિવસના રોજ આ દુર્ઘટના ઘટી તેના થોડા સમય બાદ જ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિત અનેક કાર્યકર્તાઓ બચાવ કાર્યમાં યોગદાન આપવા માટે પહોંચ્યા હતા અને કોઈપણ પ્રકારની રાજનીતિ કર્યા વગર બચાવ કાર્યમાં લાગી ગયા હતા.
આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આજે અલગ અલગ શહેરોમાં પ્રાર્થના સભા અને મૌન રેલીનું આયોજન કર્યું છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ અલગ અલગ વિસ્તારોમાં જઈને મૃતકોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સૌથી પહેલા ઈસુદાન ગઢવીએ સાણંદના દહેગામડામાં હાજરી આપીને પ્રાર્થના કરી કે પ્રભુ આ તમામ મૃતકોને પોતાના ચરણોમાં સ્થાન આપે અને તેમની દિવ્ય આત્માને શાંતિ આપે. આ સાથે ઈસુદાન ગઢવીએ ત્યાં હાજર આમ આદમી પાર્ટીના નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં હાજર રહેલા લોકો સાથે મળીને મૌન પાડીને રામ સંકીર્તન કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
ત્યારબાદ ઈસુદાન ગઢવીએ દસાડા ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઈસુદાન ગઢવીએ પ્રાર્થના કરીને મૃતકોના પરિવારજનોને ઈશ્વર હિંમત આપે એવી પણ પ્રાર્થના કરી હતી. આ મુશ્કિલ સમયમાં મૃતકોના તથા ઇજાગ્રસ્તોના પરિવારજનો સાથે આમ આદમી પાર્ટી ખડે પગે ઉભી છે અને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તૈયાર પણ છે. ત્યારબાદ ઈસુદાન ગઢવીએ વિરમગામ ખાતે પ્રાર્થના સભામાં હાજર રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. ઈસુદાન ગઢવીની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં હાજર રહેલા સ્થાનિક લોકો સાથે મળીને મૌન પાડી અને રામ સંકીર્તન કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી