Connect with us

શિક્ષણ

રાજ્યમાં પ્રવાસી શિક્ષકોની મુદ્દત વધારવામાં આવી, શિક્ષણ વિભાગે તમામ DEOને પરિપત્ર જાહેર કરી અમલ કરવા સૂચના આપી

Published

on

રાજ્યમાં પ્રવાસી શિક્ષકોની મુદ્દતને લઈ શાળા સંચાલક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મંડળ દ્વારા પ્રવાસી શિક્ષકોને શૌક્ષણિક સત્ર પુરૂ થાય ત્યાં સુધી રાખવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યમાં પ્રવાસી શિક્ષકો 31 માર્ચ સુધી જ ફાળવવામાં આવ્યા હતા.

 

ત્યારે આ મામલે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને શૈક્ષણિક સત્ર પૂરું થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની મુદ્દત વધારી છે અને તમામ શિક્ષણાધિકારીઓને તેનો અમલ કરાવવા સૂચના આપવામાં આવી છે.

 

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં વાસી શિક્ષકો માત્ર 31 માર્ચ સુધી જ ફાળવવામાં આવ્યાં હતાં. પરંતુ 2021-22નું શૈક્ષણિક સત્ર હજુ મે મહિના સુધી ચાલે તેમ છે અને પ્રવાસી શિક્ષક ન હોય તો અનેક શાળામાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી શકે છે.

Advertisement

જેને પગલે રાજ્ય શાળા સંચાલક મંડળે આ મામલે શિક્ષણ વિબાગને અનેક રજૂઆતો કરી હતી. જેને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકોની મુદ્દત વધારીને શૈક્ષણિક સત્ર પુરૂ થાય ત્યાં સુધી કરી દીધી છે. અને આ મામલે તમામ શિક્ષણાધિકારીઓને તેનો અમલ કરાવવા સૂચના આપવામાં આવી છે.

 

 

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગાંધીનગર

વિદ્યા સમીક્ષા કેન્દ્ર જોઈને કોણે શું કહ્યં ?

Published

on

 

ગુજરાત વિધાનસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ વિદ્યા સમીક્ષા કેન્દ્રના વખાણ કર્યા. તેમણે કહ્યું કે શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા પર દેખરેખ રાખવા અને સુધારવા માટે શિક્ષણ વિભાગના પ્રયાસો પ્રશંસનીય છે અને આ પ્રયાસોના પરિણામ ૨-૫ વર્ષમાં ચોક્કસ આવશે.

તેમણે તમામ ધારાસભ્યોને વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવા અને રાજ્યભરની શાળાઓમાં શિક્ષણ સુધારવા માટે કેટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે સમજવાની પણ અપીલ કરી હતી .

 

 

Advertisement
Continue Reading

ગાંધીનગર

રાષ્ટ્ર અને સમાજના ઉત્કર્ષ માટે યુવાનો પોતાની જ્ઞાનસંપદાનો શ્રેષ્ઠ ઉપયોગ કરે પ્રફુલભાઈ પાનસેરીયા

Published

on

ગાંધીનગરની ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારંભ યોજાયોઃ ૧૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા વિવિધ શાખા ના ૩૧૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સીટીના છઠ્ઠા પદવીદાન સમારોહ પ્રસંગે પદવીધારક યુવાનોને શુભકામનાઓ પાઠવતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયાએ યુવાનોને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને રિસર્ચ, ઇનોવેશન અને સ્ટાર્ટ-અપ થકી સાકાર કરવા આહ્વાન કર્યું હતું. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે, પદવીધારક યુવાઓ રાષ્ટ્ર અને સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે પોતાની જ્ઞાનસંપદાનો શ્રેષ્ઠ ઉપયોગ કરે. યુવાનોને સત્યના માર્ગ પર કર્તવ્યધર્મના પાલન દ્વારા સતત કાર્યશીલ રહેવા અનુરોધ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કરેલું કર્મ ક્યારેય વ્યર્થ નથી જતું. જેવું કર્મ કરવામાં આવે તેવું જ હંમેશાં ફળ મળે છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, તમે સમાજને જેટલું આપશો તેટલું સમાજ પરત આપશે. મંત્રીશ્રીએ ગુરુકુલ શિક્ષા પદ્ધતિમાં ગુરુ શિષ્યના સંબંધોને આદર્શરૂપ ગણાવ્યા હતા. મંત્રીએ વિચારોની શક્તિનો પરિચય આપતા જણાવ્યુ હતું કે, જેવું વિચારશો તેવું જ જીવન નિર્માણ પામશે.

આ દીક્ષાંત સમારોહમાં કુલ ૧૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા વિવિધ શાખા ના ૩૧૩થી વધારે વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી.
આ ઉપરાંત મંત્રીએ સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ તથા સ્નાતકોને જણાવ્યું હતું કે આવનારો સમય ખૂબ જ ગતિશીલ છે, ત્યારે ગુણવત્તાયુક્ત શિક્ષણ તથા સ્કીલ બેઝ નોલેજ હશે તો જ ટકી શકાશે. તેમણે પદવીધારક વિદ્યાર્થીઓને રિસર્ચ તથા ઇનોવેશન દ્વારા કંઈક અલગ કરીને પોતાની પ્રતિભાથી અને દેશ તથા દુનિયાને પ્રભાવિત કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રો. રાવ ભામિદીમારીએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. એક્ટિંગ પ્રોવોસ્ટ ડો. મનીષ શર્મા તથા રજીસ્ટર ડોક્ટર મનીષ પરમાર દ્વારા સમારંભના મુખ્ય મહેમાન મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રેસિડેન્ટ પ્રોફેસર રાવે શિક્ષણ મંત્રીનો આભાર માની સર્વે પદવી ગ્રહણ કરતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. પદવિદાન સમારંભમાં યુનિવર્સિટીના પદાધિકારી, વાલીગણ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જશુભાઇ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોએ વિશેષ ઉપસ્થિત રહયા હતા. અંતમાં યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.મનીષ પરમાર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર પદવીદાન સમારંભનું સંચાલન પ્રેસીડેન્ટ પ્રોફેસર રાવના માર્ગદર્શન હેઠળ રજીસ્ટ્રાર ડો. મનીષ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Continue Reading

ગુજરાત

છોડમાં રણછોડ દેખાય છે તેમ દિવ્યાંગમાં પણ રણછોડ દેખાવા જોઈએ ભુપેન્દ્રપટેલ: મુખ્યમંત્રી

Published

on

છોડમાં રણછોડ દેખાય છે તેમ દિવ્યાંગમાં પણ રણછોડ દેખાવા જોઈએ”
ભુપેન્દ્રભાઈ પટેલ:મુખ્યમંત્રી
આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર ગુજરાતના સ્વપ્નને ચરિતાર્થ કરવા સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે
ધાર્મિક સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સેવા કાર્યોને યોગ્ય અને જરૂરી મદદની રાજ્ય સરકારની નેમ
વૃદ્ધાશ્રમને રિસોર્ટ તરીકે આકાર આપી”પ્રભુના ઘર” તરીકે નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય પદ્મશ્રી કનુભાઈ ટેલર ઉપાડશે

દિવ્યાંગ વૃદ્ધાશ્રમના ખાતમુહૂર્ત કરીને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના પિતૃઓના આશીર્વાદ લીધા છે:પદ્મશ્રી ડૉ કનુભાઈ ટેલર

ભરૂચ જિલ્લાના ઉચેડિયા ગામે દેશનું પ્રથમ દિવ્યાંગો માટેનું અદ્યતન વૃદ્ધાશ્રમ “પ્રભુનું ઘર”નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે કરાયો શિલાન્યાસ

વૃદ્ધાશ્રમના નિર્માણથી ૨૦૦ જેટલા વૃદ્ધ દિવ્યાંગો માટે ૪૯ જેટલી વિવિધ અદ્યતન સગવડો ઉપલબ્ધ કરાવાશે

:- કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દિવ્યાંગોના ઉત્થાન માટે સતત ચિંતા સાથે અનેક કાર્યો થઈ રહ્યા છે. તેમાં વધુએક છોગું ઉમેરાતાં દિવ્યાંગોને વૃદ્ધાવસ્થામાં કોઈ તકલીફ ન પડે તે માટે સુરતના સેવાભાવી કર્મશીલ અને પદ્મશ્રી કનુભાઈ ટેલરના વિચારો થકી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે ૪૦ કરોડના ખર્ચે આકાર પામનાર દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ “પ્રભુનું ઘર”નું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલેના વરદ હસ્તે શિલાન્યાસ કરાયો હતો.
દિવ્યાંગો માટેના અધ્યતન વૃદ્ધાશ્રમના શિલાન્યાસ વેળાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં દિવ્યાંગોને સમાજની મુખ્ય ધારામાં કેવી રીતે લાવી શકાય તે માટે સતત ચિંતા કરીને તે દિશામાં અનેક યોજના અમલમાં મુકી છે. આ ઉપરાંત ભગીરથ કાર્યને આગળ ધપાવવાના યજ્ઞમાં દેશમાં પ્રથમ વખત દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ પ્રભુનું ઘરનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે જે ખરેખર પ્રસંશનીય છે.
વધુમાં મુખ્યમંત્રીએ “છોડમાં રણછોડ દેખાય છે તેમ દિવ્યાંગમાં પણ રણછોડ દેખાવા જોઈએ” તેમ જણાવી આ સંસ્થાના દિવ્ય કાર્યની મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગૌરવશાળી નેતૃત્વમાં વિકાસની ગતિએ હરણફાળ ભરી રહેલા ભારતે વિદેશમાં રોજગારીની તકો ઉભી કરવાનું કાર્ય કર્યું છે, ત્યારે આજનું આ દિવ્ય અને ઈશ્વરિય કાર્યના શિલાન્યાસ થકી દિવ્યાંગો માટેના ભગીરથ કાર્યમાં વધુ એક ઉમેરો થયો છે. જે આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર ગુજરાતના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે માત્ર સરકાર એકલા હાથે ન કરી શકે તેવા અનેક કાર્યોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવતી હોય છે.

Advertisement

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ધાર્મિક સંસ્થાઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સમાજલક્ષી કાર્યોને રાજ્ય સરકારશ્રી તરફથી વધુમાં વધુ સહભાગી થવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન ડિસેબલ વેલ્ફર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડૉ.કનુભાઈ ટેલરે કર્યું હતું અને જણાવ્યું હતું કે, દિવ્યાંગોના વૃદ્ધાશ્રમનું શિલાન્યાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના પિતૃઓના આશીર્વાદ લીધા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ડબલ એન્જીનની સરકારમાં દિવ્યાંગજનોનો સાચા અર્થમાં ભાગ્યોદય થવાનો છે.
આ વેળાએ કે.પી. ગ્રુપના ચેરમેન ફારૂકભાઈ પટેલે સંકુલના શિલાન્યાસ પ્રસંગે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,આ કાર્યને છેવાડાના માનવી માટે કરુણાનું ઝરણું સમાન ગણાવ્યું હતું.
શિલાન્યાસના આ કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોના દ્વારા દિપ પ્રાગટ્ય થકી કરવામાં આવી આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનું મંચસ્થ મહેમાનો દ્વારા બુકે તથા શાલ સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ વ્હીલચેર ડાન્સ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. અંતમાં આભાર વિધિ ટ્રસ્ટી મોહનભાઈ નાયરે કરી હતી.
આ પ્રભુના ઘરના શિલાન્યાસ પ્રસંગે જિલ્લાના પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, રિતેશ વસાવા, ડી.કે.સ્વામી, જિલ્લા અગ્રણી મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ લીલાબેન વસાવા, તેમજ નિવાસી અધિક કલેકટર એન. આર. ધાધલ, અધિકારીઓ તેમજ પદાધિકારીઓ, દિવ્યાંગ બાળકો મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા.

દિવ્યાંગોના વૃદ્ધાશ્રમના શિલાન્યાસ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુમાનદેવ મંદિરમાં ગુમાનદેવ હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ વેળા તેઓશ્રીની સાથે જિલ્લા અગ્રણીશ્રી મારૂતિસિંહ અટોદરિયા, તેમજ આગેવાનો- જોડાયા હતા.

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.