વડોદરાના દસ હજાર બાળકો તંત્રના પાપે ભુખ્યા રહે છે- કોગ્રેસનો આરોપ
વડોદરા શહેરમાં છેલ્લા આંગણવાડીમાં અભ્યાસ કરતા દસ હજાર બાળકો તંત્રના પાપે
વડોદરા મહાનગર પાલિકાના વિપક્ષના નેતા અમી બેન રાવતે જણાવ્યુ કે
એક તરફ ગુજરાત રાજય કુપોષણ સામે લડવાની વાતો કરી રહયુ છે. ગુજરાત સરકાર ઘ્વારા સર્વ શિક્ષણ અભિયાન ચલાવવામાં આવી રહયુ છે
અને પોષણક્ષમ આહાર આ૫વાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ તા.૩૧-૩-ર૦રરથી રાજય સરકાર ઘ્વારા ICDSના કાર્યક્રમ અંતર્ગતની આંગણવાડીઓમાં પોષણક્ષમ આહાર
આ૫વાના ભાગરૂપે તેલનો પુરવઠો પુરો પાડવામાં આવ્યો નથી, તે ખુબ ગંભીર બાબત છે. તેલનો પુરવઠો ન આ૫વાને કારણે પાછલા ૪ દિવસથી વડોદરા શહેરની ૩૯૯ જેટલી આંગણવાડીઓમાં
ભણતા ૧૦,૦૦૦ થી વઘુ બાળકો પોષણક્ષમ આહારથી વંચિત રહયા છે. નાસ્તો આહાર ન મળવાના કારણે આંગણવાડીઓમાંથી બાળકો વહેલા ઘરે જતા રહે છે અને આંગણવાડીમાં બેસવા તૈયાર નથી.
અમી બેન રાવતે વાલીઓની ફરિયાદના આધારે આગંણવાણીની મુલાકાત લીધી અને કમિશ્નર શાલીની અગ્રવાલને પત્ર લખ્યો તેઓએ લખ્યુ કે . ખુબ દુ:ખની વાત એ છે કે જયારે રાજય સરકારે પુરવઠો નથી આપ્યો તો તે બાબતની
જાણ મ્યુનિસિપલ કમિશનરએ ચુંટાયેલી પાંખને કરવામાં આવી નથી. જયારે મઘ્યાહન ભોજનની શરૂઆત થઇ ત્યારે ભા.જ.પા.ના પ્રમુખના જન્મદિવસે તમામ ચુંટાયેલા ૫ક્ષના હોદ્દેદારોએ શાળાઓની મુલાકાત કરી
અને ભોજન પીરસવામાં આવેલુ, પરંતુ છેલ્લા ૪ દિવસથી જયારે ૧૦,૦૦૦ થી વઘુ બાળકોને નાસ્તો મળ્યો નથી તેની જાણ સુઘ્ઘા કરવામાં આવતી નથી. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી ઘ્વારા કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ૫ણ કરવામાં
આવી ન હતી જે ખુબ ગંભીર બેદરકારી કહેવાય અને તે બદલ મ્યુનિસિપલ કમિશનરશ્રી સામે યોગ્ય કાર્યવાહી કરવા અને રાજય સરકાર ઘ્વારા જયાં સુઘી તેલનો પુરવઠો આ૫વામાં ન આવે ત્યાં તાત્કાલિક ઘોરણે વૈકલ્પિક
વ્યવસ્થા કરી તમામ આંગણવાડીઓમાં સમયસર પોષણક્ષમ આહાર પહોંચે તેવી વ્યવસ્થા કરવા માંગણી છે.
તે સિવાય કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે પણ સરકાર ઉપર પ્રહાર કર્યો, અહી બાળકો આવે છે ભુખ્યા જતા રહે છે, કોઇને જાણ કરાઇ નથી,સંચાલિકાઓ કહી રહ્યા છે કે અહી ભોજન આવ્યો નથી, મેયર અને કમિશ્નર ફાઇલ ક્લીયર કરવામાં વ્યસ્ત છે,
મેયર ખોટુ બોલી રહ્યા છે, બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા થઇ રહ્યા છે,
ઉલ્લેખનિય છે કે મેયર કોગ્રેસના આરોપોને નકારી ચુક્યા છે,