“આઝાદી કા અમૃત મહોત્સવ” માં સ્વસ્થ ભારતના નિર્માણ માટે સૌ સંકલ્પબધ્ધ બનીએ – કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયા
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની ૪ થી વર્ષગાંઠે વીડિયો કોન્ફરન્સ યોજાઇ
દેશના ૧ લાખ થી વધુ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર “ટેલી કન્સલ્ટિંગ” સેવાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય આરોગ્યમંત્રી
ટેલી-કન્સલ્ટિંગ સેવા દેશમાં આરોગ્યક્ષેત્રે નવીન ક્રાંતિ લાવશે – મનસુખભાઇ માંડવીયા
ગુજરાત રાજ્યને ૫ કરોડથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં “ટી.બી. મુક્ત ડ્રાઇવ” અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ “દ્વિતીય ક્રમાંક”
વડા પ્રધાન નરેન્દ્રમોદીને પારદ શિવલિંગ આપનારી ગુજરાતની શિવભક્ત દિકરી કોણ છે-જાણો-
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના 4 વર્ષ પૂર્ણ થયે દેશના તમામ સેન્ટર પર આવતીકાલે યોગનું આયોજન
18 થી 23 એપ્રિલ દરમિયાન દેશના દરેક તાલુકા સ્તરીય સ્વાસ્થ્ય કેન્દ્રોમાં હેલ્થ મેળાનું આયોજન
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાએ “આયુષ્માનભારત હેલ્થ એન્ડ વેલેનેસ સેન્ટર” ની ૪ થી વર્ષગાંઠ સંદર્ભે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા દેશના વિવિધ રાજ્યના આરોગ્યમંત્રી શ્રી અને તબીબોને આઝાદી કા અમૃત મહોત્સવમાં સ્વસ્થ ભારતના નિર્માણ માટે સંકલ્પબધ્ધ થવા આહવાન કર્યું છે.
આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ વર્ચ્યુઅલી આ કોન્ફરન્સમાં જોડાઇને સહભાગી બન્યા હતા.
આ વિડિયો કોન્ફરન્સમાં ગુજરાતને ૫ કરોડથી વધુ વસ્તુ ધરાવતા રાજ્યોમાં ટી.બી. મુક્ત ડ્રાઇવ અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ દ્વિતીય ક્રમાંકની જાહેરાત કરવામાં આવી હતી.
કેન્દ્રીય આરોગ્યમંત્રી એ આજે દેશના ૧ લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર ટેલીકન્સલ્ટીંગ પ્રોગ્રામનો પ્રાંરભ કરાવ્યો હતો. ટેલીકન્સલ્ટીંગ પ્રોગ્રામને ઇ-સંજીવની પ્લેટફોર્મથી જોડવામાં આવ્યા છે. ટેલીકન્સલ્ટીંગ પ્રોગ્રામનો પ્રારંભ કરાવતા મંત્રીએ કહ્યું કે, દેશના આરોગ્યસેવા ક્ષેત્રે ટેલકન્સલ્ટીંગ પ્રોગ્રામ નવીનક્રાંતિ લાવશે. દર્દીઓને નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવા માટે ટેલીકન્સલ્ટીંગ સેવા વરદાનરૂપ સાબિત થશે.
14 એપ્રિલ 2018 માં છત્તીસગઢ થી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હસ્તે પ્રારંભ કરાયેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના પાયલોટ પ્રોજેકટ આજે સમગ્ર દેશમાં 1 લાખ 17 હજાર 400 હેલ્થ એન્ડ વેલનેસના સંખ્યાબળ સાથે જનહિતલક્ષી બન્યો છે.
મનસુખભાઇએ વધુમાં જણાવ્યું કે, દેશમાં કાર્યરત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ગરીબજન, દૂર સૂદૂરના અંતરિયાળ વિસ્તારમા રહેતા વ્યક્તિને ઘરઆંગણે આરોગ્ય સુવિધાઓ પુરી પાડીને આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે.
મંત્રી એ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશના દરેક રાજ્યને આવતીકાલે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર યોગનું આયોજન કરીને સ્વાસ્થયપ્રદ જીવનનો સંદેશ આપવા માટે અનુરોધ કર્યો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વાસ્થય ભારત બનાવવાના આહવાનને મૂર્તિમંત કરવા દેશના દરેક રાજ્યમાં તાલુકા સ્તરીય આરોગ્યસેવા કેન્દ્રોમાં ૧૮ થી ૨૩ એપ્રિલ સુધી આરોગ્યમેળાનું આયોજન કરવા જણાવ્યું હતુ.
મંત્રી એ આ સંદર્ભે જણાવ્યું કે , વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હંમેશા સર્વગ્રાહી વિકાસની કલ્પના કરી છે. દેશના વિકાસરથમાં આરોગ્યક્ષેત્રનું બહુમુલ્ય યોગદાન છે. સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે સ્વસ્થ નાગરિક અને સ્વસ્થ સમાજનું હોવું અતિઆવશ્યક છે.
આ વિચારધારાને આગળ ધપાવીને જ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ગ્રામ્ય સ્તરે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ કાર્યરત કરીને પ્રાથમિક આરોગ્ય અને ટેલીકન્સલ્ટીંગ સેવાનો મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
દૂર-સૂદૂર અંતરિયાળ વિસ્તારમાં રહેતા નાગરિકોને 13 થી વધુ પ્રકારની વિવિધ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ બની છે.
આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ડાયગ્નોસિસ, ક્લીનીકલ રીપોર્ટસ, પેલીએટીવ કેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડાયાબિટીસ, બી.પી.,ટી.બી. , ઓરલ,સર્વાઇકલ જેવા વિવિધ કેન્સરનું પ્રાયમરી સ્ક્રીનીંગ કરીને નિદાન થયે સધન સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની વીડિયો કોન્ફરન્સમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર ડૉ.રેમ્યા મોહન, આરોગ્યવિભાગના અધિકારીગણ, તબીબો જોડાયા હતા.