અમદાવાદ

જાંબાજ પોલીસ અધિકારી તરીકે ઓળખાતા તરુણ બારોટે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી ને સમાજને નવો રાહ ચીંધ્યો

Published

on

જાંબાજ પોલીસ અધિકારી તરીકે ઓળખાતા તરુણ બારોટે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી ને સમાજને નવો રાહ ચીંધ્યો

 

સમગ્ર ગુજરાતનું ગૌરવ ગણાતા જાંબાજ નિવૃત પોલીસ અધિકારી તરૂણભાઈ અમૃતભાઈ બારોટ (નિવૃત ડીવાયએસપી) કલોલના પાંચમી ઓકટોબરના જન્મ દિવસ નિમિત્તે સોમનાથ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ, આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોટૅ અને દિગ્વિજય નગર તથા રૂદ્રાક્ષ હોસ્પિટલ બારેજાના સંયુક્ત ઉપક્રમે બાપુનગર ખાતે નિ:શુલ્ક મેઘા મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.જેમા આંખના ૪૫૮ દર્દીઓ મોતીયાના ર૧ દદીઁઓ અને ચશ્માના ર૭૬ દર્દીઓ તથા અન્ય બિમારીઓના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધેલ હતો ત્યારે નોંધનીય છે કે હંમેશા પરગજુ અને સેવાભાવી રહેલા તરૂણભાઈએ પોતાના જન્મદિવસે પરોપકારી પ્રવૃત્તિ હાથ ધરીને લોકોને મેડિકલ ચેકઅપમાં નિઃશુલ્ક સારવાર કેમ્પ યોજીને આગવી રીતે જન્મદિનની ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version